સમયસાર ગાથા-૬૮ ] [ ૨૧૩ વ્યાપ્ત આત્મા છો? (ના). ભાઈ! જ્યાં આત્મા વ્યાપક અને રાગ એનું વ્યાપ્ય એમ કહ્યું છે ત્યાં તો આત્માને પરથી ભિન્ન સિદ્ધ કરવો છે. કલશ-ટીકામાં પણ આવે છે કે રાગનું વ્યાપ્ય- વ્યાપકપણું આત્માની સાથે છે, પરની સાથે નહિ. ભાઈ! ત્યાં તો પરથી ભિન્ન પોતાની પર્યાય સિદ્ધ કરી છે. પણ અહીં તો શુદ્ધ ચૈતન્યમય આત્માની અંદર ઢળતાં જે નિર્મળ જ્ઞાન-દર્શનના- જાણવા-દેખવાના પરિણામ થાય છે તેમાં રાગ આવતો નથી પણ પોતાથી ભિન્નપણે જણાય છે એમ કહે છે. માટે રાગ અચેતન પુદ્ગલનો છે એમ કહે છે.
આવી વાત લુખી લાગે એટલે અજ્ઞાની ભગવાનની સ્તુતિ, ભક્તિ, સેવા કરવામાં અને દાન કરવામાં સંતોષ માની લે છે. અરે પ્રભુ! એથી તને શું લાભ થયો? વ્યવહારથી નિશ્ચય થાય કે વ્યવહાર સાધક છે અને નિશ્ચય સાધ્ય-એમ જે ખરેખર માને છે તેનું તો હજી શાસ્ત્રજ્ઞાન પણ સાચું નથી. આગમની વાસ્તવિક શૈલી શું છે એની પણ એને ખબર નથી. વ્યવહારને સાધક કહ્યો છે એ તો આરોપિત કથન છે. સાધકનું કથન બે પ્રકારે છે, સાધક બે પ્રકારે નથી. જેમ મોક્ષમાર્ગનું કથન બે પ્રકારે છે, કાંઈ મોક્ષમાર્ગ બે પ્રકારે નથી. જો મોક્ષમાર્ગ બે પ્રકારે હોય તો વ્યવહાર મોક્ષમાર્ગથી વ્યવહાર મોક્ષ અને નિશ્ચય મોક્ષમાર્ગથી નિશ્ચય મોક્ષ થાય-શું એમ છે? (ના). ભાઈ, વ્યવહાર મોક્ષમાર્ગ તો બંધનું કારણ છે. પણ તેને આરોપથી મોક્ષમાર્ગ કહ્યો છે. આમાં તો ઘણું બધું ભર્યું છે.
હવે કહે છે કે જેમ ગુણસ્થાન માટે કહ્યું તેમ રાગ, દ્વેષ, આદિ બીજા બધા બોલ માટે પણ લેવું. જેમકે રાગ-રાગ છે તે પુદ્ગલના વિપાકપૂર્વક થવાથી પુદ્ગલ છે, કેમકે કારણના જેવું કાર્ય હોય છે. આગમ પણ રાગને પુદ્ગલ જ કહે છે અને ભેદ જ્ઞાનીઓ વડે રાગ પોતાથી ભિન્નપણે ઉપલભ્યમાન છે. માટે રાગ પુદ્ગલ જ છે એમ સિદ્ધ થયું. આ પ્રમાણે દરેક બોલમાં ઉતારવું.
દ્વેષ-દ્વેષના પરિણામ પુદ્ગલના વિપાકથી થયેલા હોવાથી પુદ્ગલ છે. આગમ પણ તેને પુદ્ગલ કહે છે અને ભેદજ્ઞાનીઓ વડે અનુભવમાં પણ તે ભિન્નપણે ઉપલભ્યમાન છે. માટે દ્વેષ પુદ્ગલ જ છે. અહીં આગમ એટલે નિશ્ચયનું-અધ્યાત્મનું આગમ લેવું. આનો ખુલાસો અગાઉ ગાથા ૪૬ ના સંદર્ભથી આવી ગયો છે. અધ્યવસાન આદિ ભાવોને વ્યવહારથી જીવના કહ્યા છે, પણ પરમાર્થની દ્રષ્ટિમાં તેઓ જીવના છે જ નહિ. ભાઈ! ‘જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તેહ.’ પોતાની દ્રષ્ટિને સિદ્ધાંત કહે છે તેમ વાળવી જોઈએ પણ દ્રષ્ટિ પ્રમાણે સિદ્ધાંતને વાળવો જોઈએ નહિ.
તેવી રીતે મોહ અને પ્રત્યય-પ્રત્યય એટલે આસ્રવ. તેમાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ-એ પાંચેય લેવા. એ પાંચેય આસ્રવ પુદ્ગલપૂર્વક થયા હોવાથી પુદ્ગલ છે. આગમ પણ એને પુદ્ગલ જ કહે છે. તથા આત્માના અનુભવમાં આસ્રવ