સમયસાર ગાથા-૬૮ ] [ ૨૨૧ અને ભેદમાં એ બધાં ર૯ બોલ સમાઈ જાય છે. હવે પૂછે છે કે આ રંગ-રાગ અને ભેદના ભાવો જીવ નથી તો જીવ કોણ છે? રંગ-રાગ અને ભેદના ભાવ જીવ નથી એમ જેને લક્ષમાં આવ્યું છે તે પૂછે છે કે-તો જીવ કોણ છે? તેના ઉત્તરરૂપ શ્લોક-કળશ કહે છેઃ-
આ ભગવાન આત્મા કોણ છે? રંગ-રાગ અને ભેદના ભાવો તો અજીવ-પુદ્ગલ છે. તો આ જીવ કેવો છે? તો કહે છે કે એ ચૈતન્યસ્વભાવી વસ્તુ ‘अनादि’ અનાદિ છે, અર્થાત્ કોઈ કાળે ઉત્પન્ન થઈ નથી; તથા તે ‘अनन्तम्’ અનંત છે, અર્થાત્ એનો કોઈ કાળે વિનાશ નથી; તેમ જ તે ‘अचलम्’ અચળ છે અર્થાત્ તે કદીય ચૈતન્યપણાથી અન્યરૂપ-ચળાચળ થતો નથી. શું કહ્યું? કે આ ચૈતન્યસ્વભાવી જીવને આદિ નથી, અંત નથી અને તે અચળ એટલે ચળાચળતા વિનાનો કંપ રહિત ધ્રુવપણે પડયો છે. અહાહા! ચૈતન્યસ્વભાવી ભગવાન આત્મા અચળ કહેતાં ચૈતન્યપણાથી છૂટી કદીય અન્યરૂપ થતો નથી. ભગવાન આત્માનો ચૈતન્યસ્વભાવ કદીય રાગરૂપ થતો નથી. અહાહા! એ ચૈતન્યસ્વરૂપ રંગરૂપે તો ન થાય, રાગરૂપે તો ન થાય અને ભેદરૂપે પણ કદીય ન થાય એવી વસ્તુ છે. આવી વાત છે, ભાઈ!
વળી તે ‘स्वसंवेद्यम्’ સ્વસંવેદ્ય છે. એટલે કે તે પોતે પોતાથી જ જણાય એવો છે. એટલે શું? કે રંગ-રાગ-ભેદથી તે જણાય નહિ, પણ ચૈતન્યસ્વભાવની નિર્મળ પરિણતિથી જ જણાય છે. અહાહા! ચૈતન્યપ્રકાશની મૂર્તિ ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવથી જ પર્યાયમાં જણાય એવો છે. એટલે કે ત્રિકાળી ચૈતન્યસ્વભાવી આત્મા વર્તમાન ચૈતન્યપરિણતિથી જ જણાય છે.
ચૈતન્યસ્વભાવી ભગવાન આત્મા અનાદિ છે, અનંતકાળ રહેશે અને કદીય અન્યપણે ન થાય એવો ચળાચળતા રહિત અચળ છે. પણ તે જણાય શી રીતે? તો કહે છે કે તે સ્વસંવેદ્ય છે. એટલે કે એ જ્ઞાન અને આનંદની નિર્મળ પર્યાય દ્વારા જ જાણી શકાય છે. જો કોઈ એમ કહે કે એ વ્યવહારરત્નત્રયથી જણાય છે તો તે બરાબર નથી. વ્યવહારરત્નત્રય તો રાગ છે, અને રાગ છે એ તો પુદ્ગલ જ છે. પુદ્ગલ એવા વ્યવહારરત્નત્રયથી ચૈતન્યમય જીવ કેમ જણાય? એ તો ચૈતન્યનાં નિર્મળ પ્રતીતિ-જ્ઞાન-રમણતા વડે જ જણાય એમ છે. આ સિવાય બીજા લાખ-ક્રોડ ક્રિયાકાંડ કરે તો એનાથી એ જણાય એમ નથી એમ કહે છે.
વ્યવહારરત્નત્રયનો રાગ, દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધાનો રાગ અને પંચમહાવ્રતના પરિણામ ઇત્યાદિ બધુંય તો રાગમાં-પુદ્ગલમાં જાય છે. ‘મૈં જ્ઞાનાનંદ સ્વભાવી હૂઁ’-આવે છે ને હુકમચંદજીનું? એમાં રંગ-રાગ અને ભેદથી ભિન્ન-એમ ત્રણ બોલ લીધા છે. એટલે કે