Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 740 of 4199

 

૨૨૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ ભગવાન આત્મા રંગ, રાગ અને ભેદથી ભિન્ન જ્ઞાનાનંદસ્વભાવી ચૈતન્યથી સ્વયં પરિપૂર્ણ વસ્તુ છે. એ રંગ, રાગ અને ભેદના ભાવોથી કેમ જણાય? ન જણાય.

પ્રશ્નઃ– દીપચંદજીએ આત્માવલોકનમાં શુભભાવ પરંપરા સાધક છે એમ કહ્યું છે ને?

ઉત્તરઃ– ભાઈ! શુદ્ધ ચૈતન્ય જણાય છે તો પોતાની નિર્મળ પરિણતિથી જ કેમકે એ સ્વસંવેદ્ય છે, પરંતુ જે શુભભાવને ટાળીને નિર્મળ પરિણતિ થાય છે એ શુભભાવને આરોપથી પરંપરા સાધક કહ્યો છે.

અહાહા! એક શ્લોકમાં કેટલું ભર્યું છે! કહે છે કે ચૈતન્યસ્વભાવમય આત્મા અનાદિનો છે, અનંતકાળ રહેનારો છે, ચળાચળ વિનાનો અકંપ ધ્રુવ ભગવાન છે. તે વર્તમાનમાં જણાય કેવી રીતે? તો પોતે પોતાથી જ જણાય છે એમ કહે છે. નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પરિણતિથી જ જણાય છે. જાણવામાં ત્રણેય સાથે જ હોય છે. કલશટીકામાં પ્રશ્ન ઉઠાવ્યો છે કે- તમે જ્યારે એમ કહો છો કે આત્મા તો દર્શન-જ્ઞાનથી જણાય છે, તથા મોક્ષમાર્ગ તો દર્શન- જ્ઞાન-ચારિત્રમય છે, તો ત્યાં મોક્ષમાર્ગ કેવી રીતે બને છે? મિથ્યાત્વ જતાં સમ્યગ્દર્શન-જ્ઞાન થયું છે, ચારિત્ર તો થયું નથી, તો તેને મોક્ષમાર્ગ કેવી રીતે કહેવાય? તેનો ખુલાસો કર્યો છે કે- ભાઈ! દર્શન-જ્ઞાન થતાં એમાં ચારિત્ર આવી જાય છે. ચૈતન્યસ્વભાવી આત્માનું શ્રદ્ધાન-જ્ઞાન થતાં એના સન્મુખની પ્રતીતિ, એના સન્મુખનું જ્ઞાન અને એના સન્મુખમાં સ્થિરતા એ ત્રણેય ભેગાં છે. અહાહા! ભગવાન આત્મા સ્વસંવેદ્ય છે એમાં એ ત્રણેય ભેગાં છે. એટલે કે નિર્વિકલ્પ સમ્યક્ પ્રતીતિથી, રાગ વિનાના જ્ઞાનથી અને અસ્થિરતારહિત સ્થિરતાના અંશથી-એમ એક સાથે ત્રણેયથી ભગવાન આત્મા જણાય છે. આવી વાત છે.

હવે કહે છે કે તે ‘स्फुटम्’ પ્રગટ છે અર્થાત્ છૂપો નથી. ગાથા ૪૯માં તેને અવ્યક્ત

કહ્યો છે. જ્યારે અહીં સ્ફુટ પ્રગટ એટલે વ્યક્ત કહ્યો છે. ચૈતન્યજ્યોત ચકચકાટ મારતી પ્રગટ છે એમ અહીં કહે છે. પર્યાયની અપેક્ષાએ તે ગુપ્ત-અવ્યક્ત છે, પણ સ્વભાવની અપેક્ષાએ તો એ વ્યક્ત-પ્રગટ જ છે. પર્યાયને જ્યારે વ્યક્ત કહેવાય છે ત્યારે વસ્તુ-દ્રવ્યને અવ્યક્ત કહેવાય છે, કેમકે પર્યાયમાં ત્રિકાળી દ્રવ્ય આવતું નથી. પણ જ્યારે દ્રવ્યને જ કહેવું હોય ત્યારે ચૈતન્યસ્વભાવમય વસ્તુ-દ્રવ્ય ચકચકાટમય વર્તમાનમાં પોતાની સત્તાથી મોજુદ પ્રગટ જ છે એમ આવશે. પણ તે કોને પ્રગટ છે? અહાહા! ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવસ્વરૂપ શાશ્વત જાજ્વલ્યમાન જ્યોત્ પ્રગટ છે, પણ કોને? કે જેણે એને જાણ્યો-અનુભવ્યો છે એને. ભાઈ! આ તો ત્રણલોકના નાથ વીતરાગ પરમેશ્વરની વાણી છે! સંતો એને જગત સામે જાહેર કરે છે.

કહે છે કે આત્મા તો વસ્તુ તરીકે પ્રગટ, પ્રસિદ્ધ, મોજુદ છે, પરંતુ પર્યાયબુદ્ધિમાં તે અપ્રસિદ્ધ, ઢંકાયેલો છે. અને તેથી અજ્ઞાનીને તે છે જ નહિ. વર્તમાન અંશ અને