૨૩૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ પણ તેથી કાંઈ આત્મા ન જણાય, સમ્યગ્દર્શન ન થાય. આત્મા તો ચૈતન્યલક્ષણ જે પ્રગટ જ્ઞાનની પર્યાય છે તેને અંદર વાળતાં જણાય.
યથાર્થ સ્વરૂપને પ્રગટ કર્યું છે, એટલે કે જાણવાની જે દશા છે-જે લક્ષણ છે -તે પ્રગટ છે અને તેણે આખા ચૈતન્યતત્ત્વને પ્રગટ કર્યું છે, અહાહા! જ્ઞાનની પર્યાયને જ્ઞાયકભાવ તરફ વાળતાં- ઢાળતાં, તેણે જ્ઞાયકને પ્રગટ કર્યો છે એમ કહે છે. વર્તમાન જ્ઞાનની પર્યાયને અંતરમાં વાળતાં શુદ્ધ ચૈતન્યસ્વભાવમય જીવનો અનુભવ થાય છે અને તેથી તેણે જીવના યથાર્થ સ્વરૂપને પ્રગટ કર્યું છે એમ કહે છે.
ભગવાન આત્મા જ્ઞાનાનંદનો કંદ પ્રભુ છે, તે અનાદિનો એવો ને એવો છે. તેને વર્તમાન જ્ઞાનલક્ષણ-જ્ઞાનની પર્યાય ‘આ ચીજ આવી છે’ એમ પ્રગટ કરે છે.
પ્રશ્નઃ– પણ આવો આત્મા દેખાતો નથી ને?
ઉત્તરઃ– ભાઈ! એને તું અંદર દેખવા જાય છે જ કયાં? દેખવા જાય તો દેખાય ને? જ્ઞાનનેત્ર ઉઘાડીને અંદર જુએ તો દેખાય ને? ભાઈ! ‘આત્મા નથી દેખાતો,’ ‘મને હું નથી દેખાતો’ એવો નિર્ણય કર્યો કોણે? એવો નિર્ણય કર્યો શામાં? એવો નિર્ણય પોતે જ્ઞાનની પર્યાયમાં કર્યો છે, અને એ જ જ્ઞાન આત્મા છે. એ જ્ઞાનની પર્યાયને પકડીને અંદર જા તો આનંદનો નાથ ભગવાન જરૂર દેખાશે. બાપુ! આ તો જન્મ-મરણના ચક્રાવાનો અંત લાવવાની અપૂર્વ વાત છે. બાકી બીજું બધું (વ્રત, તપ આદિ) તો ઘણું કર્યું છે.
અહીં તો કહે છે કે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ છે, અને તેની વર્તમાન પર્યાયમાં પણ જ્ઞાનઅંશ પ્રગટ છે. હવે જે જ્ઞાનઅંશ પ્રગટ છે તે જ્ઞાનલક્ષણ વડે ત્રિકાળી જ્ઞાયકસ્વભાવને પકડ અને તેનો અનુભવ કર. એ જ્ઞાનલક્ષણથી અનુભવ થઈ શકશે કારણ કે તે જ્ઞાયકનું વાસ્તવિક લક્ષણ છે. શું કહે છે? જાણવાની પર્યાય વર્તમાનમાં પ્રગટ છે કે નહિ? ન હોય તો ‘આ શરીર છે, રાગ છે’ એમ જાણે કોણ? માટે જ્ઞાનપર્યાય પ્રગટ છે. પરંતુ એ જ્ઞાનપર્યાય પરને જાણે છે. છતાં તે એનું-પરનું લક્ષણ નથી. જ્ઞાનપર્યાય તો સ્વદ્રવ્યનું લક્ષણ છે. એને અંતરમાં વાળીને જો તો તને આત્મા દેખાશે, સમ્યગ્દર્શન થશે. આવો માર્ગ કદી સાંભળ્યો હોય નહિ એટલે ‘અહિંસા પરમો ધર્મઃ’ -કોઈ જીવને ન મારવો એ ધર્મ છે અને એ બધા સિદ્ધાંતનો સાર છે-એમ પ્રરૂપણા કરે છે. આ મળ્યું જ નથી એટલે બિચારા શું કરે?
પ્રશ્નઃ– તો અમારે પર જીવોની દયા પાળવી કે નહિ?
ઉત્તરઃ– ભાઈ! પર જીવની દયા આત્મા કયાં પાળી શકે છે? પર જીવની દયા હું પાળી શકું છું એ ભાવ તો મિથ્યાત્વ છે. તથા પર જીવની દયા પાળવાનો જે