સમયસાર ગાથા-૬૮ ] [ ૨૩૭ તથા એ પરલક્ષી જ્ઞાન કાંઈ સમ્યગ્જ્ઞાન નથી. સમ્યગ્જ્ઞાન તો જ્ઞાનલક્ષણે કરીને જ્ઞાયકને અનુભવતાં જે જ્ઞાન થાય છે તે છે. જેવું સ્વરૂપ જ્ઞાનનું છે તેનો નમૂનો પ્રગટે તે સમ્યગ્જ્ઞાન છે. અહા! આત્મા તો વિજ્ઞાનઘન છે. એમાં કોઈનો પ્રવેશ નથી. આ લોઢાનું ટાંકણું છે ને, એની અંદર પણ અવકાશ છે. લોઢું છે છતાં એમાં થોડો અવકાશ-આકાશના પ્રદેશો છે. તદ્ન લોઢું ઘન-એકમેક નથી. જ્યારે આ ભગવાન આત્મા તો જ્ઞાન અને આનંદથી સંપૂર્ણ એકમેક છે. તેમાં જરાય અવકાશ નથી. હીરા, માણેકમાં પણ અંદર અવકાશ-આકાશના પ્રદેશો હોય છે, પણ આ જ્ઞાનાનંદઘન પ્રભુ આત્મામાં જરાય અવકાશ નથી. આવો હોવા છતાં આચાર્ય કહે છે કે તેને રાગ સહિત માનવારૂપ નિરવધિ ફેલાયેલો મોહ-સ્વપરની ભ્રાન્તિ કેમ નાચે છે? આચાર્ય પોતે ધર્માત્મા સંત છે અને અલ્પકાળમાં મોક્ષ જવાના છે. પણ હજી વિકલ્પ છે ને! તેથી આ આશ્ચર્ય સાથે ખેદ દર્શાવે છે કે-આ ચૈતન્યઘનસ્વરૂપ આત્મામાં રાગનો પ્રવેશ નથી છતાં રાગ સાથે એકપણું માનીને તને આ શું થયું છે?
આશ્ચર્ય-મહ્દ આશ્ચર્ય છે કે શુદ્ધ ચૈતન્યનું બિંબ પ્રભુ આત્મા ત્રિકાળ ધ્રુવ અંદર અસ્તિપણે બિરાજમાન છે અને તે જ્ઞાનલક્ષણે કરીને જણાય એવો છે છતાં એને નહિ જાણતાં, અરેરે! અજ્ઞાની રાગ સાથે એકપણું કરીને મોહથી નાચે છે!
વળી, ફરી મોહનો પ્રતિષેધ કરે છે અને કહે છે કે અજ્ઞાનીની માન્યતામાં સ્વ-પરની એક્તાબુદ્ધિથી જો મોહ નાચે છે તો નાચો, તોપણ ભગવાન જ્ઞાયક તો જ્ઞાયકસ્વરૂપ જ છે. વસ્તુ તો વસ્તુપણે આમ જ છેઃ-
‘अस्मिन् अनादिनि महति अविवेक–नाटये’ આ અનાદિકાળના મોટા અવિવેકના નાટકમાં ‘वर्णादिमान् पुद्गलः एव नटति’ વર્ણાદિમાન પુદ્ગલ જ નાચે છે. શું કહે છે? કે રાગ અને આત્મા એક છે એવી જે માન્યતા છે તે અવિવેકનું મોટું નાટક છે. અવિવેકનું નાટક એટલે સ્વપરની એક્તાનું નાટક. ચૈતન્યબ્રહ્મ પ્રભુ આત્મા આનંદનો નાથ છે. આવા નાથ સાથે રાગના એકપણાનો ભાવ તે અવિવેકનું નાટક છે અને એમાં પુદ્ગલ જ નાચે છે.
વસ્તુ તો ત્રિકાળ જ્ઞાયકસ્વભાવી જ છે. પરંતુ આ રંગ-રાગાદિ ભાવો, નિગોદથી માંડીને પંચેન્દ્રિય સુધીના ભાવો જે છે તે બધાયમાં પુદ્ગલ જ નાચે છે. ભગવાન આત્મા તો એક જ્ઞાયકપણે જ રહે છે. રંગ-રાગાદિ ભાવોમાં એ કયાં પ્રસરે છે? ચૈતન્યદેવ તો સદાય ચૈતન્યપણે જ રહ્યો છે. આ રાગાદિ ભાવો છે એ તો પુદ્ગલનો જ નાચ છે. તેઓ પુદ્ગલપૂર્વક જ થયા છે અને તેથી તેમાં પુદ્ગલ જ નાચે છે એમ કહે છે. અહાહા! અનંતકાળમાં જે શુભભાવ થયો એ પુદ્ગલનું પરિણમન છે. અશુભભાવ થયો તે પુદ્ગલનું પરિણમન છે; તથા શુભભાવનું ફળ જે સ્વર્ગ આવ્યું એ પણ પુદ્ગલમય છે અને અશુભ-