સમયસાર ગાથા-૬૮ ] [ ૨૪૧ મોક્ષ-અવસ્થામાં તેમનો અભાવ છે. હવે કહે છે-વળી તેમને અનુભવ પણ આકુળતામય દુઃખરૂપ છે. જુઓ, ચૈતન્યમાં રાગ નથી એમ સિદ્ધ કરવા આ ન્યાય આપ્યો છે. ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિ, તપનો વિકલ્પ હો તો પણ તે આકુળતામય દુઃખરૂપ છે. આવી વાત કઠણ પડે પણ આ જ સિદ્ધાંત છે. રાગનો અનુભવ-જે વડે તીર્થંકર-ગોત્ર બંધાય એવા શુભરાગનો અનુભવ પણ આકુળતામય દુઃખરૂપ છે.
જેને તીર્થંકર ગોત્ર બંધાયું છે તેની દશા જ એવી હોય છે કે તે આગળ વધીને કેવળજ્ઞાન પામે છે. તીર્થંકરના જીવનું સમક્તિ અપ્રતિહત જ હોય છે. ભલે તે કદાચ ક્ષયોપશમ ભાવે હોય, તો પણ તે સમક્તિ અપ્રતિહત જ હોય છે. શ્રેણીક રાજાને ક્ષાયિક સમક્તિ છે, પરંતુ જો કોઈ ત્રીજા નરકમાંથી આવે તો તેને ક્ષયોપશમ સમક્તિ હોય છે અને છતાં તે પડતું નથી. હા, ત્રીજા નરકે જાય છે ત્યારે એક ક્ષણ તે પડી જાય છે એ જુદી વાત છે. તો પણ એ ક્ષયોપશમ સમકિત ક્ષાયિકપણાને જ પ્રાપ્ત કરે છે. આવી જ સ્થિતિ તીર્થંકરોની હોય છે. પોતાના સ્વભાવનો ઉગ્ર આશ્રય લઈને તેઓ ક્ષાયિક સમ્યક્ત્વને પામે છે. તીર્થંકરને ક્ષાયિક સમકિત થવામાં શ્રુતકેવળી કે અન્ય તીર્થંકરનું નિમિત્ત હોતું નથી. જ્યારે અન્ય જીવોને ક્ષાયિક સમકિત થાય ત્યારે શ્રુતકેવળી કે તીર્થંકરની હાજરી હોય છે. તોપણ તીર્થંકર કે શ્રુતકેવળીની હાજરી છે માટે ક્ષાયિક સમકિત થાય છે એમ નથી, કારણ કે જો નિમિત્તથી ક્ષાયિક સમકિત થતું હોય તો ક્ષયોપશમ-સમકિતી તો ઘણા બેઠા હોય છે, પણ તે સર્વને ક્ષાયિક સમકિત થતું નથી. જે જીવની આત્માના ઉગ્ર-આશ્રય સહિત તૈયારી હોય તેને ક્ષાયિક સમકિત થાય છે. તેથી નિમિત્ત હો ભલે પણ નિમિત્તથી સમકિત પામે છે એમ નથી. નિમિત્ત-ઉપાદાનના દોહામાં પણ આ વાત લીધી છે.
અહીં એમ કહે છે કે રાગનો અનુભવ દુઃખરૂપ છે. જે વ્યવહારરત્નત્રયનો અનુભવ છે તે દુઃખરૂપ છે. જે દુઃખરૂપ છે તે મોક્ષનું કારણ કેમ થાય? ન થાય. મોક્ષ તો પરમાનંદમય પૂર્ણ દશા છે. માટે તેનું કારણ પણ અનાકુળ આનંદમય અનુભવની દશા છે. રાગાદિનો અનુભવ દુઃખરૂપ છે, માટે તેઓ ચેતન નથી. તો ચૈતન્ય કોણ છે? જે સમ્યગ્દર્શનનું પરિણમન નિરાકુળ આનંદમય છે તે ચૈતન્ય છે. જુઓને! કેટલી સ્પષ્ટતા કરી છે! આમાં પોતાનો આગ્રહ ચાલે નહિ. સર્વજ્ઞ પરમાત્માના માર્ગમાં તેની જે રીત હોય એમ જ જાણવું જોઈએ. અરે! પોતાના સ્વાર્થ માટે પોતે જેમ માન્યું હોય તેમ અર્થ ખોટા કરવા એ ચાલે નહિ. અહાહા! પરમાત્મા મહાવિદેહમાં બિરાજે છે. તેમની વાણી કુંદકુંદાચાર્ય લાવ્યા છે. તેમાંથી આ શાસ્ત્રો બન્યા છે તથા તેના આ અર્થો છે.
અહીં બહુ સરસ વાત લીધી છે. કહે છે કે-રાગનો અનુભવ તો આકુળતામય