૨૪૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ દુઃખરૂપ છે માટે તે ચૈતન્ય જ નથી. પંચમહાવ્રતના પરિણામ, દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ રાગ છે અને તે દુઃખના અનુભવની દશા છે. માટે તે ચેતન નથી પણ જડ છે. દુઃખનો અનુભવ છે તે જડ છે. અહાહા! કેવો ન્યાય મૂકયો છે! દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધાનો કે નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધાનો રાગ છે તે દુઃખરૂપ છે. માટે તે અચેતન છે કેમકે તે ચૈતન્યની જાતિમાંથી આવતો નથી. વ્યવહારરત્નત્રયના ભાવને પુણ્ય-પાપ-અધિકારમાં પાપભાવ કહ્યો છે, કેમકે અનાકુળ શાંતિનો સાગર જે આનંદનો નાથ ભગવાન આત્મા છે એમાંથી તે આવતો નથી. અનાકુળ આનંદનો જે અનુભવ થાય તે મોક્ષમાર્ગ છે અને તે પૂર્ણ ન થાય ત્યાં સુધી વચ્ચે વ્યવહારરત્નત્રયનો રાગ આવે છે, પણ તે દુઃખરૂપ છે તેથી જડ છે. કેવી સ્પષ્ટતા છે!
પ્રશ્નઃ– પરંતુ સમ્યગ્દ્રષ્ટિને દુઃખનું વેદન હોય જ નહિ એમ આવે છે ને?
ઉત્તરઃ– અરે, વેદન કેમ ન હોય? જ્ઞાનીને દુઃખ જ નથી એમ માનવું એ તો એકાંત છે. હા, સમ્યગ્દર્શન અને સ્વભાવની વાત ચાલે ત્યારે (સ્વભાવની દ્રષ્ટિમાં) એમ કહેવાય કે જ્ઞાનીને દુઃખનું વેદન નથી; પણ ત્યારે સાથે જે જ્ઞાન છે તે જાણે છે કે દુઃખનું વેદન છે. છઠ્ઠે ગુણસ્થાને ગણધર હોય તે પણ જેટલો રાગ છે તે દુઃખ છે એમ જાણે છે. ભાઈ! શુભરાગ પણ દુઃખરૂપ છે, હોં. વિષયની વાસના, રળવા-કમાવાના ભાવ, કે અનુકૂળ ચીજમાં ખુશીપણું અને પ્રતિકૂળતામાં નાખુશીના ભાવ-એ બધા જે પાપભાવ છે એ તો તીવ્ર દુઃખ જ છે. પરંતુ અહીં તો કહે છે કે રાગની જે મંદતાનો ભાવ-દેવ ગુરુ-શાસ્ત્ર પ્રત્યેનો પ્રશસ્ત મંદ રાગ કે ગુણ- ગુણીના ભેદનો વિકલ્પ-સર્વ દુઃખરૂપ છે અને એમાં આકુળતાનો જ અનુભવ છે. ભાઈ! માર્ગ તો આવો છે. તેને જેવો છે તેવો માન. અહા! સત્ને સત્ની રીતે જો; નહીંતર અજ્ઞાનમાં રખડપટ્ટી જ રહેશે.
ચૈતન્યનો અનુભવ નિરાકુળ છે. કહે છે કે પરમાનંદસ્વરૂપ જ્ઞ-સ્વભાવી-સર્વજ્ઞસ્વભાવી ભગવાન આત્માનો આશ્રય લેતાં જે જ્ઞાન-દર્શન-ચારિત્રની પર્યાય પ્રગટ થાય છે તે અનાકુળ દશા છે, શાંતરસના અનુભવની દશા છે, અને તે ધર્મ છે. તથા તે જ જીવનો સ્વભાવ છે. આ સ્વભાવપર્યાયની વાત છે. ભગવાન આત્મા અનાકુળ આનંદની મૂર્તિ છે. તેની સન્મુખ થઈને તેમાં એકાગ્ર થતાં જે નિરાકુળ આનંદની દશા-ઉપશમરસની દશા પ્રગટ થાય છે એ સ્વભાવની દશા છે અને એ ધર્મ છે. ભાઈ! વસ્તુને વસ્તુ તરીકે રાખ. તેને ફેરવવા જઈશ તો સત્ય હાથ નહિ આવે.
જેમ સક્કરકંદમાં તેના ઉપરની લાલ છાલ સિવાયનો આખો સાકરનો કંદ છે તે મીઠાશનો પિંડ છે અને તેની મીઠાશનો સ્વાદ આવે તે સક્કરકંદ છે. તેમ આ આત્મા પુણ્ય- પાપના વિકલ્પની છાલ સિવાયનો આખો અનાકુળ આનંદનો કંદ છે. તેના અતીન્દ્રિય આનંદનો અનુભવ આવે તે આત્મા છે. પુણ્ય-પાપના વિકલ્પ તો છાલ જેવા