Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 761 of 4199

 

સમયસાર ગાથા-૬૮ ] [ ૨૪૩ દુઃખરૂપ છે, તે કાંઈ નિરાકુળ ચૈતન્ય નથી. આ શરીરનાં ચામડાં જુદાં છે, જડ કર્મ જુદાં છે અને પુણ્ય-પાપની છાલ પણ જુદી છે. એથી ભિન્ન ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ-સત્ કહેતાં શાશ્વત, ચિત્ એટલે જ્ઞાન અને આનંદસ્વરૂપ છે. તેનો પ્રત્યક્ષ સ્વાદ-અનુભવ તે મોક્ષનો માર્ગ છે.

અહા! અહીં તો ‘એક ઘા ને બે કટકા’ જેવી વાત છે. કહે છે કે વ્યવહારરત્નત્રયનો જે ભાવ છે તે આકુળતામય હોવાથી ચૈતન્ય નથી, પણ જડ અચેતન છે. તેનું વર્તમાન ફળ દુઃખ છે અને ભવિષ્યમાં પણ તે દુઃખનું જ કારણ છે. ૭૪ મી ગાથામાં પણ આવે છે કે શુભભાવ વર્તમાનમાં દુઃખરૂપ છે અને તેથી જે પુણ્ય બંધાશે તેના કારણે પછી સંયોગો મળશે અને તે સંયોગો ઉપર લક્ષ જશે તો રાગ-દુઃખ જ થશે. અહાહા! વીતરાગની વાત ગજબ છે! વીતરાગ કહે છે કે મારી સામું જોતાં કે મારી વાણી સાંભળતાં, ભલે તને પુણ્યને લઈને આવો યોગ મળ્‌યો છે તોપણ, તને રાગ જ થશે, દુઃખ જ થશે. માટે તારામાં તું જો, કેમ કે ચૈતન્યનો અનુભવ નિરાકુળ છે.

સ્વાશ્રય છોડીને જેટલો પરાશ્રયનો ભાવ છે તે રાગ છે. અને તે રાગ દુઃખરૂપ છે. જ્યારે ચૈતન્યનો અનુભવ નિરાકુળ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ નિરાકુળ આનંદમય છે.

પ્રશ્નઃ– પરંતુ ચારિત્ર ‘મીણના દાંતે લોઢાના ચણા ચાવવા’ જેવું કઠણ છે ને?

ઉત્તરઃ– અરે પ્રભુ! તું એમ ન કહે. ચારિત્રની આવી વ્યાખ્યા ન કર. ભાઈ! ચારિત્ર તો આનંદદાતા છે. અહા! સ્વરૂપનું શ્રદ્ધાન, એનું જ્ઞાન અને એમાં શાંતિરૂપ સ્થિરતા-એ તો અતીન્દ્રિય આનંદનાં દેનાર છે. અહા! શુદ્ધ રત્નત્રયનો અનુભવ તો અતીન્દ્રિય આનંદનો અનુભવ છે. વ્યવહારમાત્ર દુઃખરૂપ છે, જ્યારે ભગવાન આત્માનો અનુભવ આનંદરૂપ છે. ભાઈ! આ થોડું લખ્યું એમાં ઘણું જાણજે. બાર અંગમાં પણ આ જ કહ્યું છે. આનંદનો સાગર પ્રભુ આત્મા જ્યારે રાગથી ખસીને સ્વભાવમાં આવે છે ત્યારે તેને આનંદ જ થાય છે. આવી ચારિત્રની દશા આનંદમય છે તોપણ તેને જે કષ્ટદાયક માને છે તેને ધર્મની શ્રદ્ધા જ નથી. છહઢાલામાં પણ આવે છે કે-

‘આતમહિત હેતુ વિરાગ જ્ઞાન, તે લખૈ આપકો કષ્ટદાન.’

અજ્ઞાની ત્યાગ-વૈરાગ્યને દુઃખરૂપ જાણે છે, સુખનાં કારણને કષ્ટદાયક જાણે છે.

અહીં તો એમ કહે છે કે ચૈતન્યનો અનુભવ નિરાકુળ છે અને તે જ જીવનો સ્વભાવ છે એમ જાણવું.

હવે, ભેદજ્ઞાનની પ્રવૃત્તિ દ્વારા આ જ્ઞાતાદ્રવ્ય પોતે પ્રગટ થાય છે એમ કળશમાં મહિમા કરી અધિકાર પૂર્ણ કરે છેઃ-