સમયસાર ગાથા ૭૨ ] [ પપ
કોઈ એમ કથન કરે છે કે-“પરદ્રવ્યનો કર્તા ન માને તે દિગંબર નથી, -” આ કથનનું અહીં સ્પષ્ટ નિરાકરણ છે કે આત્મદ્રવ્યમાં પરદ્રવ્યની કર્તાકર્મપ્રવૃત્તિનો અવકાશ હોઈ શકે નહિ.
અરેરે! જીવો દુઃખથી ભય પામી સુખ શોધે છે, પણ એનો ઉપાય તેઓ જાણતા નથી! જેમ ફૂલની કળી શક્તિરૂપે છે તેમાંથી ફૂલ ખીલે છે તેમ ભગવાન આત્મા અનંતગુણપાંખડીએ એક જ્ઞાયકભાવ પણે અંદર બિરાજમાન છે. દ્રષ્ટિ એનો સ્વીકાર કરીને જ્યાં અંર્તમગ્ન થાય છે ત્યાં પર્યાયમાં જ્ઞાયકભાવ પ્રગટ થાય છે. આ જ ધર્મની રીત છે, ભાઈ!
“જ્ઞેયોના નિમિત્તથી તથા ક્ષયોપશમના વિશેષથી જ્ઞાનમાં જે અનેક ખંડરૂપ આકારો પ્રતિભાસતા હતા તેમનાથી રહિત જ્ઞાનમાત્ર આકાર હવે અનુભવમાં આવ્યો તેથી ‘અખંડ’ એવું વિશેષણ જ્ઞાનને આપ્યું છે.”
૩૧ ગાથામાં આવ્યું છે કે-જેઓ વિષયોને ખંડખંડ ગ્રહણ કરે છે એવી ભાવેન્દ્રિયો જ્ઞાનને ખંડખંડરૂપ જણાવે છે. ખંડખંડને જાણે છે એ બીજી વાત, પણ જ્ઞાનને ખંડખંડરૂપ જણાવે છે એમ ત્યાં કહ્યું છે. જ્ઞાનવસ્તુ તો ત્રિકાળ અખંડ છે. પણ જ્ઞેયોના નિમિત્તે જ્ઞાનમાં અનેક ખંડરૂપ આકારો પ્રતિભાસે છે. પરંતુ જ્યાં જ્ઞાયકમાં અંતર્મગ્ન થયો ત્યાં જાણનાર- જાણનાર-જાણનાર એવો અખંડ એક જ્ઞાયકભાવ અનુભવમાં આવે છે અને તેથી જ્ઞાનનું ‘અખંડ’ એવું વિશેષણ આપ્યું છે. આ ‘અખંડ’ ની વ્યાખ્યા કરી.
“મતિજ્ઞાન આદિ જે અનેક ભેદો કહેવાતા હતા તેમને દૂર કરતું ઉદય પામ્યું છે તેથી ‘ભેદના કથનોને તોડી પાડતું’ એમ કહ્યું છે.” કળશટીકામાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય, દ્રવ્ય-ગુણ-પર્યાય અથવા ‘આત્માને જ્ઞાનગુણ વડે અનુભવે છે’-એવા જે વિકલ્પો છે તે ભેદો છે એમ કહ્યું છે. તે ભેદોને દૂર કરતું-મૂળથી ઉખાડતું જ્ઞાન પ્રગટ થાય છે. અહાહા! ‘જ્ઞાન તે આત્મા’-એ વિકલ્પ છે, ભેદ છે, અનુપચાર વ્યવહારનયનો વિષય છે. અને વસ્તુ અખંડ એકરૂપ અભેદ જ્ઞાયક છે. આવા અખંડ જ્ઞાયકનો જ્ઞાનમાં સ્વીકાર થવો તે સમ્યગ્દર્શન-જ્ઞાન છે. એનું નામ ધર્મ છે, સમજાણું કાંઈ?
“પરના નિમિત્તે રાગાદિરૂપ પરિણમતું હતું તે પરિણતિને છોડતું ઉદય પામ્યું છે તેથી ‘પરપરિણતિને છોડતું’-એમ કહ્યું છે.” અનાદિથી રાગ અને જ્ઞાનના એકત્વપણે પરિણમતો હતો. તે જ્ઞાન પ્રગટ થતાં બન્નેની એક્તાબુદ્ધિ છૂટી ગઈ અને જ્ઞાન, જ્ઞાન ભણી વળ્યું તેથી ‘પરપરિણતિને છોડતું’ એમ કહ્યું છે.
“પરના નિમિત્તથી રાગાદિરૂપ પરિણમતું નથી, બળવાન છે તેથી ‘અત્યંત પ્રચંડ’ કહ્યું છે.” જ્ઞાન, રાગથી એકપણે થઈ પરિણમતું નથી પણ જે રાગ થાય તેને પોતાથી ભિન્ન જાણવાપણે પરિણમે છે. જે કાળે રાગ આવ્યો તેને તે કાળે જાણતું અને સ્વને