केन विधिनायमास्रवेभ्यो निवर्तत इति चेत्–
तम्हि ठिदो तच्चितो सव्वे एदे खयं णेमि।। ७३।।
तस्मिन् स्थितस्तच्चित्तः सर्वानेतान् क्षयं नयामि।। ७३।।
હવે પૂછે છે કે કઈ વિધિથી (-રીતથી) આ આત્મા આસ્રવોથી નિવર્તે છે? તેના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ-
એમાં રહી સ્થિત, લીન એમાં, શીઘ્ર આ સૌ ક્ષય કરું. ૭૩.
ગાથાર્થઃ– જ્ઞાની વિચારે છે કેઃ [खलु] નિશ્ચયથી [अहम्] હું [एकः] એક છું, [शुद्धः] શુદ્ધ છું, [निर्ममतः] મમતારહિત છું, [ज्ञानदर्शनसमग्रः] જ્ઞાનદર્શનથી પૂર્ણ છું; [तस्मिन् स्थितः] તે સ્વભાવમાં રહેતો, [तच्चित्तः] તેમાં (-તે ચેતન્ય-અનુભવમાં) લીન થતો (હું) [एतान्] આ [सर्वान्] ક્રોધાદિક સર્વ આસ્રવોને [क्षय] ક્ષય [नयामि] પમાડું છું.
ટીકાઃ– હું આ આત્મા-પ્રત્યક્ષ અખંડ અનંત ચિન્માત્ર જ્યોતિ-અનાદિ-અનંત નિત્ય- ઉદ્રયરૂપ વિજ્ઞાનઘનસ્વભાવભાવપણાને લીધે એક છું; (કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણસ્વરૂપ) સર્વ કારકોના સમૂહની પ્રક્રિયાથી પાર ઊતરેલી જે નિર્મળ અનુભૂતિ, તે અનુભૂતિમાત્રપણાને લીધે શુદ્ધ છું; પુદ્ગલદ્રવ્ય જેનું સ્વામી છે એવું જે ક્રોધાદિભાવોનું વિશ્વરૂપપણું (અનેકરૂપપણું) તેના સ્વામીપણે પોતે સદાય નહિ પરિણમતો હોવાથી મમતારહિત છું; ચિન્માત્ર જ્યોતિનું (આત્માનું), વસ્તુસ્વભાવથી જ, સામાન્ય અને વિશેષ વડે પરિપૂર્ણપણું (આખાપણું) હોવાથી, હું જ્ઞાનદર્શન વડે પરિપૂર્ણ છું. -આવો હું આકાશાદિ દ્રવ્યની જેમ પારમાર્થિક વસ્તુવિશેષ છું. તેથી હવે હું સમસ્ત પરદ્રવ્યપ્રવૃત્તિથી નિવૃત્તિ વડે આ જ આત્મસ્વભાવમાં નિશ્ચળ રહેતો થકો, સમસ્ત પરદ્રવ્યના નિમિત્તથી વિશેષરૂપ ચેતનમાં થતા જે ચંચળ કલ્લોલો તેમના નિરોધ વડે આને જ (આ ચૈતન્યસ્વરૂપને જ) અનુભવતો થકો,