સમયસાર ગાથા ૭૩ ] [ ૬૧ સમ્યગ્દર્શન-સમ્યગ્જ્ઞાન પ્રગટે છે અને ત્યારે આત્મા આસ્રવથી નિવૃત્ત થાય છે. અહાહા...! વિકારના ષટ્કારકની પરિણમનરૂપ ક્રિયા તો દૂર રહી, અહીં તો જ્ઞાનનો જે પ્રગટ અંશ એના ષટ્કારકની પ્રક્રિયા-પરિણમનથી ત્રિકાળી અનુભૂતિસ્વરૂપ ભગવાન ભિન્ન છે અને એને અહીં શુદ્ધ કહેલ છે. એવા ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્યની દ્રષ્ટિ થતાં મિથ્યાત્વનો આસ્રવ ટળી જાય છે. આ વિધિથી જીવ આસ્રવોથી નિવર્તે છે.
જેમ શીરો બનાવવો હોય તો એની વિધિ એ છે કે-પ્રથમ આટો ઘીમાં શેકે અને પછી એમાં ગોળનું પાણી નાખે તો શીરો તૈયાર થાય. તેમ આત્મામાં ધર્મ કેમ થાય તે સમજાવે છે. એક સમયમાં કારકના ભેદોથી પાર અભેદ શુદ્ધ ચૈતન્યમય ત્રિકાળ વસ્તુ છે. તેના ઉપર દ્રષ્ટિ આપતાં સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ થાય છે, અને મિથ્યાત્વનો આસ્રવ છૂટી જાય છે. આગળ આવશે કે જેમ જેમ દ્રવ્યનો આશ્રય વધશે તેમ તેમ આસ્રવ મટી જશે. આ એની રીત અને પદ્ધતિ છે. બીજી રીતે કરવા જઈશ તો મરી જઈશ તોપણ વસ્તુ પ્રાપ્ત નહિ થાય. પૂર્ણાનંદનો નાથ અભેદ એક ચૈતન્યમય ભગવાન છે. એનું ત્રિકાળ ટક્તું જીવન તે એનું સત્ત્વ - તત્ત્વ છે. એનો સ્વીકાર છોડીને નિમિત્ત, રાગ અને ભેદમાં અટકીશ તો મિથ્યાત્વાદિ આસ્રવ થશે, પરંતુ વીતરાગતારૂપ ધર્મ નહિ થાય. આવો વીતરાગનો માર્ગ જેમ છે તેમ સમજવો જોઈએ.
એક સ્તુતિકારે કહ્યું છે કે-
નિજ સત્તાએ શુદ્ધ, સહુને પેખતા હો લાલ.”
હે નાથ! આપ જ્ઞાનમાં ત્રણકાળ ત્રણલોક જુઓ છો. તેમાં આપ બધા આત્માઓ નિજ સત્તાએ પરિપૂર્ણ શુદ્ધ ભગવાન છે એમ જોઈ રહ્યા છો. આ વાત અહીં લીધી છે. પર્યાયના ષટ્કારકની પરિણતિથી ભિન્ન આખું ચૈતન્યનું દળ ભગવાન આત્મા શુદ્ધ છે. એને વિષય કરનારી દ્રષ્ટિ પણ એમાં સમાતી નથી એવો એ ત્રિકાળી એક શુદ્ધ છે એમ ભગવાને જોયો છે. જ્યારે એક સમયની પર્યાયનું લક્ષ છોડી ત્રિકાળી એક શુદ્ધ અનુભૂતિસ્વરૂપ ચૈતન્ય ભગવાનના લક્ષે પરિણમન કરે છે ત્યારે મિથ્યાત્વનો નાશ થઈ સમ્યગ્દર્શનની વીતરાગી પરિણતિનો ઉત્પાદ થાય છે. આવી અંતરની ક્રિયા સમજાય નહિ એટલે કોઈ દયા પાળો, વ્રત કરો, પૂજા-પ્રભાવના કરો- એમ બહારની ક્રિયાઓમાં ધર્મ બતાવે એટલે રાજી-રાજી થઇ જાય. પરંતુ ભાઇ! એ તો બધી રાગની ક્રિયાઓ છે. રાગ છે એ તો અચેતન આંધળો છે, એમાં જ્ઞાનનું-ચૈતન્યનું કિરણ નથી. જેમ સૂરજનું કિરણ સફેદ ઉજ્જ્વળ હોય પણ કોલસા જેવું કાળું ન હોય, તેમ ચૈતન્યસૂર્યનું પર્યાયરૂપ કિરણ ચૈતન્યમય, આનંદમય હોય પણ આંધળું રાગમય ન હોય.
આત્મા છ કારકોના સમૂહની પ્રક્રિયાથી પાર જે નિર્મળ અનુભૂતિસ્વરૂપ ત્રિકાળી