સમયસાર ગાથા ૭૩ ] [ ૬૯ પર્યાયમાં તન્મય છે, દ્રવ્યમાં નહિ. તન્મય એટલે પર્યાય દ્રવ્યાભિમુખ થઈ, દ્રવ્ય પ્રતિ ઢળી છે એમ અર્થ છે. વિજ્ઞાનઘન થયો એટલે શું? કે જ્ઞાનની પર્યાય જે અસ્થિર બહિર્મુખ હતી તે દ્રવ્યમાં અંતર્મુખ વળીને સ્થિર થઈ તેને વિજ્ઞાનઘન થયો કહેવામાં આવે છે.
૭૪ મી ગાથામાં આવશે કે જેમ જેમ વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે તેમ તેમ આસ્રવોથી નિવૃત્ત થતો જાય છે. આ પર્યાયની વાત છે હોં. અહાહા...! વસ્તુ ત્રિકાળી વિજ્ઞાનઘનસ્વભાવ છે. તેમાં એકાગ્ર થતાં તે પર્યાયમાં વિજ્ઞાનઘન થયો થકો આસ્રવોથી નિવૃત્ત થાય છે. આસ્રવોથી નિવર્તવાનો આ જ માર્ગ છે. કહ્યું છે ને કે-
અરે! દુનિયા કયાંય પડી છે, અને માર્ગ કયાંય રહ્યો છે! ભાઈ! વીતરાગનો માર્ગ રાગની મંદતા વડે પમાય એમ નથી. અહીં તો કહે છે કે ચૈતન્યસ્વરૂપ ધ્રુવ વસ્તુમાં એકાગ્ર થયો થકો અને તેનેઅનુભવતો થકો આ આત્મા આસ્રવોથી નિવર્તે છે.
ભાષા સાદી પણ ભાવ બહુ ઉંચા છે, ભાઈ! જન્મ-મરણના અંત લાવવાની આ વાત છે. આમાં વ્યવહારથી થાય ને આમ થાય એવા વાદવિવાદને કોઈ અવકાશ નથી. જેનાથી નિવર્તવું છે એનાથી (મુક્તિ) થાય એમ કેમ હોઈ શકે, ભાઈ?
પ્રશ્નઃ– પરંપરા કારણ (શાસ્ત્રોમાં) કહ્યું છે ને?
ઉત્તરઃ– જેને શુદ્ધતાનો અનુભવ પ્રગટ થયો છે તેને શુભરાગમાં અુશભરાગ ટળ્યો છે. તેના શુભરાગને વ્યવહારથી પરંપરા કારણ કહેવામાં આવ્યું છે. એ તો ઉપચાર કથન છે. પરંતુ નિશ્ચય વિના વ્યવહાર પરંપરા મોક્ષનું કારણ કેવું? એમ છે જ નહિ. અનાદિરૂઢ વ્યવહારમાં અજ્ઞાની મૂઢ છે. નિશ્ચય વિના જે વ્યવહારમાં લીન છે એ તો વ્યવહારમૂઢ છે. જાણનારો અંદર જ્યાં જાગ્યો, નિશ્ચયમાં આરૂઢ થયો ત્યારે તેને જે રાગની મંદતા હોય તેના ઉપર નિશ્ચયનો આરોપ આપવામાં આવે છે.
આવી ભગવાનની ફરમાવેલી વાત સંતો આડતિયા થઈને જાહેર કરે છે. અંર્તસન્મુખ થતાં જેને (સમ્યગ્દર્શનની) બીજ ઉગી તેને પૂનમ (કેવળજ્ઞાન) થયે જ છૂટકો છે. અહાહા...! શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ આત્માના અવલંબને જેને વિજ્ઞાનઘન પર્યાય પ્રગટ થઈ તેને પૂર્ણ વિજ્ઞાનઘન-કેવળજ્ઞાન થશે જ આવી આ વાત છે.
મમતારહિત છું, જ્ઞાનદર્શનથી પૂર્ણ વસ્તુ છું.’ આમ નિશ્ચય કરીને જ્યારે તે જ્ઞાની આત્મા આવા પોતાના સ્વરૂપમાં રહેતો થકો તેના જ અનુભવરૂપ થાય ત્યારે