अत एवैतदुपदर्श्यते–
यदि दर्शयेयं प्रमाणं स्खलेयं छलं न गृहीतव्यम्।। ५।।
હવે આચાર્ય કહે છે કે, તેથી જ જીવોને તે ભિન્ન આત્માનું એકત્વ અમે દર્શાવીએ છીએઃ-
દર્શાવું તો કરજો પ્રમાણ, ન દોષ ગ્રહ સ્ખલના યદિ. પ.
ગાથાર્થઃ– [तम्] તે [एकत्वविभक्तं] એકત્વવિભક્ત આત્માને [अहं] હું [आत्मनः] આત્માના [स्वविभवेन] નિજ વૈભવ વડે [दर्शये] દેખાડું છું; [यदि] જો હું [दर्शयेयं] દેખાડું તો [प्रमाणं] પ્રમાણ (સ્વીકાર) કરવું અને [स्खलेयं] જો કોઈ ઠેકાણે ચૂકી જાઉં તો [छलं] છળ [न] ન [गृहीतव्यम्] ગ્રહણ કરવું.
ટીકાઃ– આચાર્ય કહે છે કે જે કાંઈ મારા આત્માનો નિજવૈભવ છે તે સર્વથી હું આ એકત્વ-વિભક્ત આત્માને દર્શાવીશ એવો મેં વ્યવસાય (ઉદ્યમ, નિર્ણય) કર્યો છે. કેવો છે મારા આત્માનો નિજવિભવ? આ લોકમાં પ્રગટ સમસ્ત વસ્તુઓનો પ્રકાશ કરનાર અને ‘स्यात्’ પદની મુદ્રાવાળો જે શબ્દબ્રહ્મ-અર્હંતના પરમાગમ-તેની ઉપાસનાથી જેનો જન્મ છે. (‘स्यात्’ નો અર્થ ‘કથંચિત્’ છે એટલે કે ‘કોઈ પ્રકારથી કહેવું’. પરમાગમને શબ્દબ્રહ્મ કહ્યાં તેનું કારણઃ અર્હંતના પરમાગમમાં સામાન્ય ધર્મો- વચનગોચર સર્વ ધર્મો-નાં નામ આવે છે; અને વચનથી અગોચર જે કોઈ વિશેષ ધર્મો છે તેમનું