Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 854 of 4199

 

૮૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪

પરદ્રવ્યની રમણતા ત્વરાથી તજો.
પરદ્રવ્યની ગ્રાહક્તા ત્વરાથી તજો.
પરભાવથી વિરક્ત થા.

અહીં કહે છે કે આનંદનો નાથ પૂર્ણાનંદ પ્રભુ આપોઆપ જ રક્ષિત છે. તેની દ્રષ્ટિ થાય ત્યારે તે રક્ષિત છે એમ જણાય છે. અહાહા...! નિત્યાનંદ પ્રભુ પોતે અનાદિ-અનંત સ્વયં રક્ષાયેલો છે તેની દ્રષ્ટિ કરે ત્યારે પર્યાયમાં પોતે રક્ષિત છે એનું ભાન થાય છે અને ત્યારે આત્મા શરણરૂપ થતાં અશરણ એવા આસ્રવોથી પોતે નિવર્તે છે. ભાઈ! આવા શુદ્ધ જ્ઞાયકદ્રવ્યની દ્રષ્ટિ થયા વિના એકલું બાહ્ય આચરણ-વ્રત, નિયમ, સંયમ ઇત્યાદિ થોથે થોથાં છે.

માણસોને લાગે કે-અરે! બાયડી છોડી, ઘર છોડયું, દુકાન છોડી, બધું છોડયું. તો ય કાંઈ નહિ? હા ભાઈ! કાંઈ નહિ. એ તો બધી બાહ્ય ચીજો છે, અને અંદરમાં તે વખતે જે રાગ છે તે શુભભાવ છે. તે કાંઈ ધર્મ નથી. ભાઈ! દયા, દાન, વ્રત ઇત્યાદિ પરિણામ તે પરદ્રવ્યના પરિણામ છે, રાગ છે. તે અધ્રુવ, અનિત્ય અને અશરણ છે એમ અહીં કહ્યું છે. પુરુષાર્થસિદ્ધયુપાયમાં રાગની ઉત્પત્તિને હિંસા કહી છે અને રાગની અનુત્પત્તિ તે અહિંસા છે એમ કહ્યું છે. અહાહા...! ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘન પૂર્ણાનંદનો નાથ જે પ્રભુ છે તેનો આશ્રય લેતાં જે નિર્મળ વીતરાગી પર્યાય ઉત્પન્ન થાય તે અહિંસા છે, તે શરણ છે, ધર્મ છે. ચાર બોલ થયા.

હવે પાંચમો બોલઃ- ‘આસ્રવો સદાય આકુળ સ્વભાવવાળા હોવાથી દુઃખરૂપ છે; સદાય નિરાકુળ સ્વભાવવાળો જીવ જ અદુઃખરૂપ અર્થાત્ સુખરૂપ છે.’

ગાથા ૪પની ટીકામાં કહ્યું છે કે-‘અધ્યવસાન આદિ સમસ્ત ભાવોને ઉત્પન્ન કરનારું જે આઠે પ્રકારનું જ્ઞાનાવરણાદિ કર્મ છે તે બધુંય પુદ્ગલમય છે એવું સર્વજ્ઞનું વચન છે. વિપાકની હદે પહોંચેલા તે કર્મના ફળપણે જે કહેવામાં આવે છે તે, અનાકુળતાલક્ષણ જે સુખ નામનો આત્મસ્વભાવ તેનાથી વિલક્ષણ હોવાથી, દુઃખ છે. તે દુઃખમાં જ આકુળતા-લક્ષણ અધ્યવસાન આદિ ભાવો સમાવેશ પામે છે; તેથી, જોકે તેઓ ચૈતન્ય સાથે સંબંધ હોવાનો ભ્રમ ઉપજાવે છે તોપણ, તેઓ આત્માના સ્વભાવો નથી પણ પુદ્ગલસ્વભાવો છે.’

આમ આસ્રવો સદાય આકુળ સ્વભાવવાળા હોવાથી દુઃખરૂપ છે. દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ ભાવો દુઃખરૂપ છે. અહા! જે દુઃખરૂપ છે તે સુખનું સાધન કેમ થઈ શકે? શુભરાગને સાધન કહેવું એ તો નિમિત્તનું જ્ઞાન કરાવનારું ઉપચાર કથન છે; ખરેખર તે સાધન છે એમ નથી. જેમ ઉપાદાનની પર્યાય પોતાથી થાય છે, નિમિત્તથી નહિ-જેમ ઘડાની પર્યાયનો કર્તા કુંભાર નથી-તેમ વિકારી પર્યાયનો કર્તા પર નથી. અને જે નિર્વિકારી પર્યાય થઈ તેનું સાધન (શુભરાગ) વિકારી પર્યાય નથી. જેમ ઘડો