Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 855 of 4199

 

સમયસાર ગાથા ૭૪ ] [ ૮૩ પોતાથી જ થયો છે તેમ નિર્મળ અવસ્થા પોતાથી જ થઈ છે, રાગની મંદતા છે માટે થઈ છે એમ નથી. ભાઈ! વસ્તુનું સ્વરૂપ જ આવું છે ત્યાં શું થાય?

કહે છે કે ભગવાન આત્મા સદા નિરાકુળ સ્વભાવવાળો હોવાથી સુખરૂપ છે. અહાહા...! ચૈતન્યઘન વસ્તુ સદા સુખરૂપ છે. અરે! સુખ માટે ઝાવાં નાખનારને સુખ કયાં છે એની ખબર નથી! બિચારો પૈસામાં, આબરૂમાં, મકાનમાં, ભોગમાં, પુણ્યમાં ઇત્યાદિમાં સુખ શોધ્યા કરે પણ કયાંથી મળે? જ્યાં છે નહિ ત્યાં કયાંથી મળે? પુણ્ય અને પાપના ભાવ તો દુઃખરૂપ છે. અને એના ફળમાં પ્રાપ્ત બાહ્ય સામગ્રી પણ દુઃખમાં નિમિત્ત છે. આ પુણ્યના ફળમાં ચક્રવર્તી આદિ પદ મળે તોપણ એ તો એક બાહ્ય ચીજ છે, તેના તરફનો જે રાગ છે તે દુઃખરૂપ છે. ભગવાન આત્મા એક જ સુખસ્વરૂપ છે. તેથી જેને સુખ જોઈતું હોય તેણે નિજ ચૈતન્યસ્વભાવી આત્મામાં જ શોધવું પડશે. ત્યાંથી સુખ મળશે. પરંતુ પુણ્ય-પાપના ભાવમાંથી કે સંયોગી પદાર્થોમાંથી કદીય સુખ નહિ મળે.

ભગવાન આત્મા સદાય નિરાકુળ આનંદસ્વરૂપ છે. તે સ્વરૂપના આશ્રયે સમ્યગ્દર્શન- જ્ઞાન-ચારિત્રરૂપ જે ધર્મ પ્રગટે તે સુખરૂપ દશા છે. પરંતુ બાહ્ય વ્યવહાર જે દુઃખરૂપ છે તેના આશ્રયે સુખ પ્રગટ ન થાય. ભાઈ! આ વીતરાગનો માર્ગ લોકો માને છે એનાથી બહુ જુદો છે. ચૈતન્ય સ્વભાવના આશ્રયે જે નિર્મળ પર્યાય પ્રગટ થાય તે આત્મવ્યવહાર છે. જે રાગભાવ છે તે આત્મવ્યવહાર નથી, એ તો મનુષ્યવ્યવહાર છે, સંસારીનો વ્યવહાર છે. પ્રવચનસાર ગાથા ૯૪ ની ટીકામાં કહ્યું છે કે-અવિચલિત-ચેતનાવિલાસમાત્ર આત્મ-વ્યવહાર છે અને જેમાં સમસ્ત ક્રિયાકલાપને ભેટવામાં આવે છે તે મનુષ્યવ્યવહાર છે. અહાહા! શુદ્ધ આત્મદ્રવ્યના આશ્રયે ઉત્પન્ન નિર્મળ વિશુદ્ધિ તે આત્મવ્યવહાર છે અને તે સુખદશા છે. બાહ્ય વ્યવહાર જે દુઃખરૂપ છે તે કારણ અને આનંદ પ્રગટે તે કાર્ય એમ કદીય હોઈ શકે નહિ. આનંદમૂર્તિ જે ત્રિકાળી ભગવાન અંદર પડયો છે તેને કારણપણે ગ્રહતાં (તેનો આશ્રય કરતાં) આનંદ પ્રગટે છે.

ભાઈ! જન્મ-મરણના અંત લાવવા હોય એને તો આ સમજવું પડશે. મુંબઈના દરિયાના પાણી ઉપર બગલા ઉડતા ઉડતા ઘણે દૂર સુધી જાય છે. કોઈને પૂછયું કે આ કેટલે દૂર જતાં હશે? તો કહે કે વીસ વીસ માઈલ સુધી માછલા પકડવા ચાલ્યા જાય છે. જુઓ! આ પરિણામ! એના ફળમાં અહીંથી છૂટી નરકમાં ચાલ્યા જશે. દુઃખના સ્થાનમાં અવતાર થશે. માટે ભાઈ! હમણાં જ ચેત. પરિભ્રમણ જ ન રહે એવા ભાવને પ્રગટ કર. અહાહા...! જેમાં પરિભ્રમણ નહિ અને પરિભ્રમણનો ભાવ પણ નહિ એવા નિત્યાનંદસ્વરૂપની સમીપ જા; તને પરિભ્રમણ મટશે. પર્યાયમાં આ જે રાગ છે તે દુઃખરૂપ છે. એનાથી ખસી અનાકુળસ્વભાવી ત્રિકાળી આનંદના નાથ પાસે જા; તને આનંદ થશે, સુખ થશે, શાન્તિની ધારા પ્રગટશે, તૃપ્તિ થશે. જો ને! પાંચમી ગાથામાં આચાર્ય ભગવાન સ્વયં