૮૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪
ઉત્તરઃ– તીર્થંકરનામકર્મનો જે બંધ છે તે જીવ જ્યારે શુભાશુભ ભાવનો સંપૂર્ણ નાશ કરી પૂર્ણ વીતરાગતા અને કેવળજ્ઞાન ઉપજાવશે ત્યારે ઉદયમાં આવે છે. (માટે ત્યાં એ પ્રશ્ન જ નથી.) પ્રશ્નઃ– પુણ્યાનુબંધી પુણ્ય બંધાય એવા પરિણામ સુખરૂપ છે કે નહિ? ઉત્તરઃ– ગમે તે પુણ્યના પરિણામ હો, વર્તમાનમાં તે દુઃખરૂપ છે અને ભવિષ્યમાં પણ દુઃખના કારણરૂપ છે. પુણ્યાનુબંધી પુણ્ય પણ ભાવિમાં આકુળતા થવામાં નિમિત્ત છે, પરંતુ આત્માની શાંતિ-સમાધિનું નિમિત્ત નથી. પ્રશ્નઃ- પુણ્યના ફળમાં લક્ષ્મી-સંપત્તિ આદિ મળે તો તે ધર્મ કરવામાં સાધન થાય. કેમ એ બરાબર છે ને?
તેના નિમિત્તે ભવિષ્યમાં આબરૂ, સંપત્તિ આદિ સાનુકૂળ સંયોગો મળે અને તે સંયોગોના લક્ષે રાગ જ થાય, દુઃખ જ થાય. તે સંયોગો કાંઈ આત્માની શાન્તિ-સમાધિનાં નિમિત્ત નથી. પરવસ્તુ કાંઈ ધર્મનું સાધન નથી. સંયોગો પ્રત્યેનો રાગ મટાડી, તેનાથી નિવૃત્ત થઈ અંદર આત્મામાં-શુદ્ધ ચિદાનંદઘન વસ્તુમાં પ્રવૃત્ત થાય ત્યારે ધર્મ થાય છે. ભાઈ! વીતરાગનો માર્ગ લોકો માને છે તેનાથી જુદો છે. અહો! દિગંબર સંતોની શૈલિ ગજબ છે! સત્યને સિદ્ધ કરવાની શું અલૌકિક શૈલી છે! વ્યવહાર છે, પણ તે શુભરાગ કાંઈ ધર્મનું સાધન નથી. પરમાત્મપ્રકાશમાં આવે છે કે નિશ્ચયનું નામ વીતરાગ છે, વ્યવહારનું નામ સરાગ છે. સરાગને નિશ્ચયનું-વીતરાગનું સાધન કહેવું એ ઉપચાર છે, આરોપિત કથન છે. અહીં તો સ્પષ્ટ કહે છે કે વર્તમાન સરાગતા છે તે ભવિષ્યમાં દુઃખનું કારણ એવા પુદ્ગલપરિણામનો હેતુ છે. વ્યવહારરત્નત્રયના પરિણામને સાધક કહ્યો છે એ તો ઉપચારથી કથન કર્યું છે. નિમિત્તનું જ્ઞાન કરાવવા તેને સાધક કહ્યો છે, પણ સાધક બે પ્રકારના છે એમ નથી. સાધકનું નિરૂપણ બે પ્રકારે છે. જેમ મોક્ષમાર્ગ બે પ્રકારનો નથી, તેનું નિરૂપણ બે પ્રકારથી છે તેમ સાધક બે પ્રકારના નથી પણ તેનું નિરૂપણ બે પ્રકારથી છે. શુભરાગને વ્યવહારથી સાધકનો આરોપ આપ્યો છે, ખરેખર તે સાધક છે નહિ. જેમ સમકિતીને નિશ્ચય સમ્યગ્દર્શન છે તેની સાથે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો જે રાગ છે તેને વ્યવહાર સમકિત કહ્યું. પણ એ વ્યવહાર સમકિત કાંઈ સમકિતની- શ્રદ્ધાનની પર્યાય નથી. એ તો રાગની પર્યાય છે. પણ નિશ્ચયનો સહચર દેખી, નિમિત્ત ગણીને, ઉપચાર કરીને તેને સમકિત કહેવામાં આવેલ છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં લખ્યું છે કે સર્વત્ર નિશ્ચય-વ્યવહારનું લક્ષણ આ રીતે જાણવું. વ્યવહાર કરતાં કરતાં મોક્ષ થશે એવા એકલા (મિથ્યા)