૮૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪ પરિણામનો હેતુ નથી; માટે તે દુઃખરૂપ નથી, પરંતુ વર્તમાનમાં પણ એકાંત સુખરૂપ છે અને ભવિષ્યના સુખફળરૂપ છે.
હવે કહે છે-‘આમ આસ્રવોનું અને જીવનું ભેદજ્ઞાન થતાં વેંત જ જેનામાં કર્મવિપાક શિથિલ થઈ ગયો છે એવો તે આત્મા, જથ્થાબંધ વાદળાંની રચના જેમાં ખંડિત થઈ ગઈ છે એવા દિશાના વિસ્તારની જેમ અમર્યાદ જેનો વિસ્તાર છે એવો, સહજપણે વિકાસ પામતી ચિત્શક્તિ વડે જેમ જેમ વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે તેમ તેમ આસ્રવોથી નિવૃત્ત થતો જાય છે.
આસ્રવો અને આત્માનું અહીં છ પ્રકારે ભેદજ્ઞાન કરાવ્યું-
૧. આસ્રવો ઘાતક છે, પર્યાય વધ્ય છે. ૨. આસ્રવો અધ્રુવ છે, ભગવાન આત્મા જ ધ્રુવ છે. ૩. આસ્રવો અનિત્ય છે, ભગવાન આત્મા જ નિત્ય છે. ૪. આસ્રવો અશરણ છે, ભગવાન આત્મા જ શરણ છે. પ. આસ્રવો દુઃખરૂપ છે, ભગવાન આત્મા જ અદુઃખરૂપ છે. ૬. આસ્રવો પુણ્ય-પાપ બંધના હેતુ હોવાથી દુઃખફળરૂપ છે, ભગવાન આત્મા જ પુણ્ય-
આ પ્રમાણે ભેદજ્ઞાન થતાં વેંત જ, ચૈતન્યસ્વરૂપ ભગવાન જ્ઞાયકનું ભાન થતાં વેંત જ જેનામાં કર્મનો વિપાક શિથિલ-ઢીલો પડી ગયો છે તે આત્મા આસ્રવોથી-મિથ્યાત્વથી નિવૃત્ત થઈ જાય છે.
જથ્થાબંધ વાદળાંની રચના ખંડિત થઈ જતાં જેમ સૂર્યનો પ્રકાશ દિશાઓમાં સર્વત્ર વિસ્તરે છે, દિશાઓ નિર્મળ થઈ જાય છે તેમ અમર્યાદિત જેનો વિસ્તાર છે એવા આત્માની સહજ જ્ઞાનકળા ખીલી જાય છે. ઇન્દ્રિયથી, કર્મથી, રાગથી જ્ઞાનને ભિન્ન પાડતાં જ્ઞાનનો વિકાસ થઈને જ્ઞાન વિજ્ઞાનઘન થઈ ગયું, અને પુદ્ગલ કર્મ ઢીલું પડીને અભાવરૂપ થઈ ગયું. પોતાની સહજ ચિત્શક્તિ વડે પોતે જ્ઞાનમાં સ્થિર થઈ ગયો, દ્રઢ જામી ગયો. અહાહા...! વસ્તુ તો વિજ્ઞાનઘન છે. ભેદજ્ઞાનના બળે પોતે પર્યાયમાં જેમ જેમ વિજ્ઞાનઘન થતો જાય છે તેમ તેમ આસ્રવોથી નિવૃત્ત થતો જાય છે.
બહારનું જ્ઞાન ઓછું-વત્તુ હોય તેની સાથે અહીં સંબંધ નથી. અહીં તો વસ્તુ આત્મા જે મૂળ વિજ્ઞાનઘનસ્વભાવ છે તેમાં એકાગ્રતા અને સ્થિરતા કરીને પર્યાયમાં જે વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે એની વાત છે. રાગથી ભિન્ન પડતાં જ્ઞાનમાં જ્ઞાન જામ્યું અને ત્યાં કર્મબંધ શિથિલ થઈ ગયા અને આસ્રવો ગળી ગયા. અહાહા! વિજ્ઞાન-ઘનસ્વભાવ થતો જાય છે એમ કહીને અંતર્મુખ પુરુષાર્થની વાત કરી છે. જુઓ! કર્મ ઘટવા માંડે તેમ તેમ વિજ્ઞાનઘન થતો જાય છે એમ નથી કહ્યું. જ્ઞાનમાં એકાગ્ર થતાં