Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 868 of 4199

 

૯૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪ પુદ્ગલને અને આત્માને કર્તાકર્મભાવ નથી એમ જાણે છે. આમ જાણતાં તે જ્ઞાની થાય છે, કર્તાકર્મભાવથી રહિત થાય છે અને જ્ઞાતાદ્રષ્ટા- જગતનો સાક્ષીભૂત-થાય છે. ૪૯.

* સમયસાર ગાથા ૭પઃ મથાળુ *

હવે પૂછે છે કે આત્મા જ્ઞાનસ્વરૂપ અર્થાત્ જ્ઞાની થયો એમ કઈ રીતે ઓળખાય? તેનું ચિહ્ન શું? લક્ષણ શું? તેના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ-

* ગાથા ૭પઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘નિશ્ચયથી મોહ, રાગ, દ્વેષ, સુખ, દુઃખ આદિરૂપે અંતરંગમાં ઉત્પન્ન થતું જે કર્મનું પરિણામ અને સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ, બંધ, સંસ્થાન, સ્થૂલતા, સૂક્ષ્મતા આદિરૂપે બહાર ઉત્પન્ન થતું જે નોકર્મનું પરિણામ, તે બધુંય પુદ્ગલપરિણામ છે.’

જુઓ! મોહ, રાગ, દ્વેષ, સુખ, દુઃખ ઇત્યાદિ અંતરંગમાં ઉત્પન્ન થતું કર્મનું પરિણામ એમ કહ્યું એમાં કર્મનું પરિણામ એટલે જીવના વિકારી ભાવકર્મની વાત છે. રાગ, દ્વેષ અને સુખ-દુઃખની કલ્પના ઇત્યાદિ કર્મના સંગે-નિમિત્તે અંતરંગમાં ઉત્પન્ન થતું જીવનું ભાવકર્મ છે, વિકારી પર્યાય છે. અને સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ, બંધ, સંસ્થાન, સ્થૂલતા, સૂક્ષ્મતા ઇત્યાદિ બહાર ઉત્પન્ન થતું નોકર્મનું પરિણામ છે. આ બધુંય પુદ્ગલપરિણામ છે એમ અહીં કહ્યું છે.

આ પુણ્ય-પાપના અને હરખ-શોકના જે ભાવ અંદર થાય એ પુદ્ગલપરિણામ છે. કર્મ જડ છે અને એના સંગે થયેલો ભાવ પણ કર્મનું જ પરિણામ છે. વિકારી ભાવ તે પુદ્ગલપરિણામ છે, જીવ નહિ. આ શરીર, મન, વાણી, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ ઇત્યાદિ જે નોકર્મના પરિણામ છે તે બધાય પુદ્ગલપરિણામ છે. ગજબ વાત છે! ભગવાનની ભક્તિના પરિણામ, દયા, દાન, વ્રતાદિના વિકલ્પ કે પાંચમહાવ્રતના વિકલ્પ જે અંતરંગમાં ઊઠે તે પુદ્ગલના પરિણામ છે એમ જાણીને જ્ઞાની એનાથી ભિન્ન પડે છે, એનો સાક્ષી થઈ જાય છે.

બાપુ! આ તો ધીરાની વાતો છે. આ મંદિરો બંધાવે અને મોટા વરઘોડા કાઢે ઇત્યાદિ હો-હા કરે તો ધર્મ થાય છે એમ નથી. અહીં અંદરના શુભભાવથી જ્યાં નિવર્તવું છે ત્યાં બહારની પ્રવૃત્તિ એની છે એ વાત કયાં રહી? બહારનાં કાર્યો પોતપોતાના કારણે પોતપોતાના કાળે થાય એને (બીજો) કોણ કરે? (અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યનાં કાર્ય કરે એ વસ્તુસ્થિતિ જ નથી).

પ્રશ્નઃ– તો નિમિત્ત વિના શું એ બધું થાય છે?

ઉત્તરઃ– હા, નિમિત્ત વિના એ કાર્યો પોતાથી થાય છે. નિમિત્ત તો એને અડતું ય નથી માટે નિમિત્ત વિના જ થાય છે. પરનાં કાર્યોને કરે કોણ? સંયોગથી ક્રિયા જે