સમયસાર ગાથા ૭પ ] [ ૯૭ કાળે થવાની હોય તે થાય એને અન્ય કોણ કરે? અહીં તો રાગનો હું કર્તા અને રાગ મારું કર્મ એવી કર્તાકર્મની મિથ્યાબુદ્ધિ છોડીને જ્ઞાતાપણું પ્રગટ કરે એની વાત ચાલે છે.
ભાઈ! ઉપાદાન અને નિમિત્ત બંને સાથે હોય છે એટલું બરાબર છે. પણ નિમિત્તે કાર્ય કર્યું એ વાત બીલકુલ (બરાબર) નથી. સમયસાર ગાથા ૩૭૨ની ટીકામાં કહ્યું છે કે-‘વળી જીવને પરદ્રવ્ય રાગાદિક ઉપજાવે છે એમ શંકા ન કરવી; કારણ કે અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યના ગુણનો ઉત્પાદ કરાવાની અયોગ્યતા છે; કેમકે સર્વ દ્રવ્યોનો સ્વભાવથી જ ઉત્પાદ થાય છે.’ ત્યાં આગળ કહ્યું છે કે-‘માટી પોતાના સ્વભાવને નહિ ઉલ્લંઘતી હોવાને લીધે, કુંભાર ઘડાનો ઉત્પાદક છે જ નહિ; માટી જ કુંભારના સ્વભાવને નહિ સ્પર્શતી થકી, પોતાના સ્વભાવથી કુંભભાવે ઉપજે છે.’
માટી ઘડાની કર્તા છે, કુંભારે ઘડો કર્યો નથી. કુંભાર નિમિત્ત ભલે હોય, પણ કાર્ય (ઘડો) નિમિત્તથી-કુંભારથી થતું નથી. રોટલી પોતે પોતાથી ઉત્પન્ન થાય છે, તે અગ્નિથી, તાવડીથી કે સ્ત્રીથી ઉત્પન્ન થતી નથી. આમ દરેક કાર્યમાં સમજવું. અહીં એમ કહે છે કે અંદરમાં ઉત્પન્ન થતા દયા, દાન, ભક્તિ આદિના પરિણામ તે કર્મના પરિણામ છે. ભાવકર્મ છે એ બધુંય પુદ્ગલપરિણામ છે, જીવસ્વરૂપ નથી.
હવે કહે છે-‘પરમાર્થે જેમ ઘડાને અને માટીને જ વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે તેમ પુદ્ગલપરિણામને અને પુદ્ગલને જ વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે.’ જુઓ, માટી વ્યાપક છે, ઘડો તેનું વ્યાપ્ય છે. માટી કર્તા છે, ઘડો તેનું કર્મ છે. ઘડો કુંભારનું કર્મ નથી. ઘડો એના થવા કાળે માટીથી થાય છે. તે માટીના (સ્વ) ભાવથી થાય છે, કુંભારના અભાવથી થાય છે. આકરી વાત, ભાઈ! આ પુસ્તકનું પાનું ફરે છે ને! તે આંગળીથી-આંગળીને લઈને નહિ. રોટલીના બટકા થવાનું કાર્ય છે એ પરમાણુથી થાય છે, દાઢથી નહિ; આ પાણી ઉનું થાય છે તે પોતાથી થાય છે, અગ્નિથી નહિ; જે ચોખા ચઢે છે તે સ્વકાળે પોતાથી જ ચઢે છે, પાણીથી કે અગ્નિથી નહિ. અહાહા...! વીતરાગભાવ થાય છે તે કર્મ ખરે છે એનાથી નહિ. નિમિત્ત હો ભલે, પણ એને લઈને (ઉપાદાનમાં) કાર્ય નીપજે છે એમ છે જ નહિ. જૈનદર્શન ઘણું ઝીણું છે. મોટા મોટા પંડિતો ગોથાં ખાઈ જાય એમ છે. ઘડાને અને માટીને વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી ઘડો તે કર્મ અને માટી તેનો કર્તા છે. ઘડાનો કર્તા કુંભાર નથી. અહાહા...! દુનિયાથી તદ્ન ઉલટી વાત છે.
પ્રશ્નઃ– તો શું આ માનવું પડશે?
ઉત્તરઃ– ભાઈ! જેમ છે એમ નક્કી કરીને માનવું પડશે. થાય શું? વસ્તુસ્થિતિ જ આ છે. જેમ માટી અને ઘડાને વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે તેમ