૯૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪ પુદ્ગલપરિણામને અને પુદ્ગલને જ વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે. આ વિકારી પરિણામ જે શુભાશુભ ભાવ છે તે પુદ્ગલના પરિણામ છે. પુદ્ગલ પ્રસરીને વિકારભાવ થયો છે. પુદ્ગલપરિણામ એટલે આ જે રાગાદિ ભાવ છે તે પુદ્ગલથી થયા છે, જીવથી નહિ. તે પુદ્ગલના આશ્રયથી થયા છે.
આત્મા અને જડકર્મનો અનાદિથી સંબંધ છે. કર્મની પર્યાય અનાદિથી કર્મપણે થયેલી છે, તે જીવે કરી નથી; જીવના પરિણામ કર્મે કર્યા નથી. અનાદિથી એક ક્ષેત્રે રહ્યા છતાં એકબીજાને કર્તાકર્મપણું નથી. જીવ જીવની પર્યાય કરે, કર્મ કર્મની પર્યાયને કરે. જીવ કર્મની અવસ્થાને કરે અને કર્મનો ઉદય જીવની અવસ્થાને-રાગને કરે એમ નથી. આમ પ્રથમ બે દ્રવ્યની પર્યાયનું સ્વતંત્રપણું સિદ્ધ કરીને પછી દ્રવ્યદ્રષ્ટિ કરાવવા રાગના પરિણામનો કર્તા જીવ નહિ એમ અહીં કહે છે. પુદ્ગલ-પરિણામ એટલે રાગ અને પુદ્ગલને વ્યાપ્ય-વ્યાપકભાવ હોવાથી કર્તાકર્મનો સદ્ભાવ છે. પુદ્ગલ કર્તા અને વિકારી ભાવ પુદ્ગલનું કર્મ છે. જીવ તેનો કર્તા નથી.
અહીં તો જીવનું કાર્ય જ્ઞાતાદ્રષ્ટાપણું છે એમ સિદ્ધ કરવું છે. વસ્તુદ્રષ્ટિ કરાવવી છે ને! આત્મા જે ચૈતન્યમય વિજ્ઞાનઘનસ્વભાવ વસ્તુ છે તે એના નિર્મળ ચૈતન્યપરિણામને કરે પણ વિકારી પરિણામ થાય તે એનું કર્તવ્ય નથી. તેથી જે રાગપરિણામ થાય તે પુદ્ગલનું કાર્ય છે પુદ્ગલ તેનો કર્તા છે એમ અહીં કહ્યું છે. જ્ઞાતાદ્રષ્ટાના પરિણમનમાં જે રાગ થાય તે પુદ્ગલનું કાર્ય છે, જીવ તેનો જાણનહાર છે, કર્તા નથી.
‘પુદ્ગલદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી પુદ્ગલપરિણામનો કર્તા છે અને પુદ્ગલપરિણામ તે વ્યાપક વડે સ્વયં વ્યપાતુ હોવાથી (વ્યાપ્યરૂપ થતુ હોવાથી) કર્મ છે.’ આ દયા, દાન આદિ પુણ્યના પરિણામ વ્યાપ્ય છે અને પુદ્ગલ સ્વતંત્ર વ્યાપક છે. પુદ્ગલ પ્રસરીને રાગાદિ પરિણામ કરે છે. વસ્તુ તો ચૈતન્યસ્વભાવી છે. જીવમાં એક વૈભાવિક શક્તિ છે. પણ તેનાથી વિભાવ થાય છે. એમ નથી. પોતે નિમિત્તાધીન થાય તો વિભાવ થાય છે. એ વિભાવ પુદ્ગલનું કાર્ય છે, પુદ્ગલ સ્વતંત્ર વ્યાપક થઈને વિભાવને કરે છે.
જ્ઞાનાવરણીય કર્મથી જ્ઞાન રોકાય છે એમ જે ગોમ્મટસારમાં આવે છે એ તો નિમિત્તનું જ્ઞાન કરાવનારું કથન છે. બાકી જ્ઞાનમાં જે ઓછાવત્તાપણું થાય છે તે પોતાથી થાય છે. કર્મથી નહિ. આમ દરેક દ્રવ્યની પર્યાયની સ્વતંત્રતા છે. અહીં ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિમાં જે નિર્મળ જ્ઞાનપરિણમન થાય તે જ્ઞાતાનું કાર્ય છે, પણ જે રાગાદિ ભાવ થાય તે જ્ઞાતાનું કાર્ય નથી. તેથી તે રાગનો કર્તા પુદ્ગલ છે અને રાગ તે પુદ્ગલનું કર્મ છે એમ અહીં સિદ્ધ કર્યું છે.
પરમાર્થે ઘડાને અને માટીને વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે. માટી વ્યાપક તે કર્તા અને ઘડો વ્યાપ્ય તે એનું કર્મ છે. અહીં બે કારણથી કાર્ય થાય