Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 872 of 4199

 

૧૦૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪ તેથી ચૈતન્યસ્વભાવથી બાહ્ય ગણીને બંનેનો કર્તા પુદ્ગલ અને બંને પુદ્ગલનાં કર્મ છે એમ અહીં સિદ્ધ કર્યું છે.

અસ્તિકાયની અપેક્ષાએ વિકારની પર્યાય પણ પોતાથી પોતામાં પોતાને કારણે થાય છે, પરથી નહિ. એ તો દ્રવ્ય-ગુણ-પર્યાય એમ ત્રણે થઈને અસ્તિકાય સિદ્ધ કરવાની વાત છે. હવે અહીં દ્રવ્યદ્રષ્ટિ પ્રગટ કરીને પર્યાયદ્રષ્ટિ છોડવાની વાત છે. પંચાસ્તિકાયમાં દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણે પોતાથી છે એમ કહ્યું છે. વિકારી પર્યાય પણ પોતાથી અને નિર્મળ પર્યાય પણ પોતાથી થાય છે. પરથી નહિ એમ પર્યાયને ત્યાં સ્વતંત્ર સિદ્ધ કરી છે. હવે અહીં જ્યાં ત્રિકાળી શુદ્ધ એક દ્રવ્યસ્વભાવ ઉપર દ્રષ્ટિ કરવી છે ત્યાં વિકારી પરિણામનો કર્તા પુદ્ગલ છે, જીવ તેનો કર્તા નથી એમ કહ્યું છે અહો! જન્મ- મરણને મટાડનારો વીતરાગ પરમેશ્વરનો માર્ગ અદ્ભુત અલૌકિક છે. ભાઈ! ખૂબ શાન્તિથી એકવાર તું સાંભળ.

કહે છે કે-ઘડાને અને માટીને વ્યાપ્યવ્યાપકભાવ હોવાથી જેમ કર્તાકર્મપણું છે તેમ વિકારી પરિણામને અને પુદ્ગલને વ્યાપ્યવ્યાપકભાવ હોવાથી કર્તાકર્મપણું છે. અહાહા...! શરીરાદિ અવસ્થા અને અંદર થતા પુણ્ય-પાપના ભાવની અવસ્થા તે બધાંને અહીં પુદ્ગલનાં કાર્ય કહ્યા છે. કેમકે નિજ ચૈતન્યસ્વભાવને જ્યાં રાગથી ભિન્ન જાણ્યો-અનુભવ્યો ત્યાં નિર્મળ પરિણામ જે થયું તે જીવનું વ્યાપ્ય અને જીવ તેમા સ્વતંત્ર વ્યાપક છે. તે કાળે વિકારના જે પરિણામ થાય તે તો જીવથી ભિન્ન છે. તેનો વ્યાપક પુદ્ગલ છે અને તે વિકારી પરિણામ પુદ્ગલનું વ્યાપ્ય કર્મ છે. વસ્તુ આત્મા વિકારમાં વ્યાપે એવો એનો સ્વભાવ (શક્તિ) જ કયાં છે? આ વાત સાંભળવા મળી ન હોય એટલે બિચારા કકળાટ કરે કે એકાન્ત છે, એકાન્ત છે, પણ ભાઈ! આ સમ્યક્ એકાન્ત છે. આ ગાથા ૭પ, ૭૬, ૭૭ બહુ ઊંચી છે.

અરે પ્રભુ! આ તો તારો અંતરનો માર્ગ છે. સમજાય છે કાંઈ? પુદ્ગલદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી પુદ્ગલપરિણામનો કર્તા છે, અને પુદ્ગલપરિણામ તે વ્યાપક વડે સ્વયં વ્યપાતું હોવાથી કર્મ છે. જે શુભાશુભ વિકારના પરિણામ છે એનો પુદ્ગલ સ્વતંત્ર વ્યાપક હોવાથી કર્તા છે. સ્વતંત્રપણે કરે તે કર્તા અને કર્તાનું ઇષ્ટ તે કર્મ. આ શરીર, મન, વાણી આદિ અવસ્થા તથા પુણ્યપાપના ભાવની અવસ્થા છે તેનો કર્તા પુદ્ગલ છે, આત્મા નહિ. શરીર આદિની અવસ્થા થાય તેમાં રાગ પણ વ્યાપક નથી. જે રાગાદિ ભાવ થાય તેમાં જડ પુદ્ગલ સ્વતંત્ર કર્તા થઈને પરની અપેક્ષા વિના પુદ્ગલપરિણામને કરે છે.

ભાઈ! અનંત જન્મ-મરણનાં દુઃખનો અંત લાવવાની આ વાત છે. સુંદર રૂપાળું શરીર હોય, પાંચ-પચાસ લાખની સંપત્તિ હોય એટલે રાજી-રાજી થાય. પણ ભાઈ! એમાં ધૂળે ય રાજી થવા જેવું નથી. દુનિયાને બહારની મીઠાશ છે એટલે કે શરીર, ઇન્દ્રિયો અને વિષયોમાં સુખબુદ્ધિ છે, આત્મબુદ્ધિ છે; પણ એને મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વમાં અજ્ઞાની તણાઈ ગયો છે. અહીં જ્ઞાનીને મિથ્યાત્વના પરિણામ નથી, સાથે જ્ઞાન પણ