સમયસાર ગાથા ૭પ ] [ ૧૦૧ સમ્યક્ છે. તેથી ચારિત્રમોહના જે પરિણામ થાય છે તે બધા પુદ્ગલના પરિણામ છે એમ તે જાણે છે. પુદ્ગલ સ્વતંત્રપણે તેમાં વ્યાપીને તેનો કર્તા છે, જીવ તેનો કર્તા નથી. જુદી ચીજનો કર્તા જુદી ચીજ છે. વિકાર આત્માથી જુદી ચીજ છે તો તેનો કર્તા પણ જ્ઞાયકથી ભિન્ન પુદ્ગલ છે. આવી વાત છે.
હવે કહે છે-‘તેથી પુદ્ગલદ્રવ્ય વડે કર્તા થઈને કર્મપણે કરવામાં આવતું જે સમસ્ત કર્મનોકર્મરૂપ પુદ્ગલપરિણામ તેને જે આત્મા, પુદ્ગલપરિણામને અને આત્માને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી, પરમાર્થે કરતો નથી. પરંતુ (માત્ર) પુદ્ગલપરિણામના જ્ઞાનને (આત્માના) કર્મપણે કરતા એવા પોતાના આત્માને જાણે છે, તે આત્મા (કર્મનોકર્મથી) અત્યંત ભિન્ન જ્ઞાનસ્વરૂપ થયો થકો જ્ઞાની છે.’
જુઓ! ઘડો અને કુંભાર એ બેને વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવાથી કર્તાકર્મપણું નથી. તેમ આત્માને અને વિકારી પરિણામને વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે માટે કર્તા- કર્મપણું નથી. દયા, દાન, વ્રત, ભક્તિ આદિ પરિણામનો આત્મા કર્તા નથી. પરની દયા પાળવી એમ પરના કાર્યનો તો આત્મા કર્તા નથી પણ પરની દયા પાળવાનો જે વિકલ્પ ઊઠયો તેનોય એ કર્તા નથી.
પ્રશ્નઃ– ‘दयावरं धम्मं’ ધર્મ તો દયા પ્રધાન છે એમ શાસ્ત્રોમાં આવે છે ને?
ઉત્તરઃ– હા, પણ દયા કોને કહેવી એની લોકોને ખબર નથી. રાગની ઉત્પત્તિનો અભાવ તેનું નામ દયા છે, તેનું નામ અહિંસા છે. આત્મા શુદ્ધ ચૈતન્યઘન વસ્તુ છે. તેના આશ્રયે, તેમાં સ્થિર થતાં વીતરાગી પર્યાયની ઉત્પત્તિ થવી તેને દયાધર્મ કહે છે.
અહીં કહે છે કે-જેમ કુંભાર અને ઘટને કર્તાકર્મની અસિદ્ધિ છે તેમ આત્મા અને પુદ્ગલપરિણામ જે વિકારી કર્મ એ બેને કર્તાકર્મપણું નથી. જેમ ઘટનો કર્તા કુંભાર નથી તેમ વિકારી પરિણામનો કર્તા આત્મા નથી. અહાહા...! ભગવાન આત્મા જ્ઞાનસ્વભાવી અખંડ એકરૂપ વસ્તુ છે એવી જ્યાં દ્રષ્ટિ થઈ અને એમાં અંતર્લીન થયો ત્યાં વિકારી પરિણામનો આત્મા કર્તા થતો નથી. કેમકે વસ્તુ સ્વભાવે નિર્વિકાર, નિર્મળ છે અને પર્યાયમાં જે વિકાર છે તેને પુદ્ગલમાં નાખી દીધો. દ્રવ્યના સ્વભાવની દ્રષ્ટિ કરી રાગ સાથે કર્તાકર્મપણું સમાપ્ત કરી દીધું.
હવે માત્ર પુદ્ગલપરિણામના જ્ઞાનને આત્માના કર્મપણે કરતા એવા પોતાના આત્માને જાણે છે. રાગ થાય તેનું જે જ્ઞાન થાય તે જ્ઞાન તો પોતાનું છે, સ્વનું છે. રાગ સંબંધીનું જ્ઞાન તે આત્માનો સ્વપરપ્રકાશક સ્વભાવ હોવાથી આત્માનું કર્મ છે અને તે જ્ઞાનપરિણામનો આત્મા કર્તા છે. અહાહા...! રાગ સંબંધીનું જે જ્ઞાન તે જ્ઞાનને પોતાના કર્મપણે કરતો તે આત્માને જાણે છે, રાગને જાણે છે એમ નહિ. આ અલૌકિક વાત છે, ભાઈ! અત્યારે તો