સમયસાર ગાથા ૭પ ] [ ૧૦પ સ્થૂળબુદ્ધિને લીધે અંતરનું કામ કેમ કરવું એની ખબર ન હોય એટલે આ તો નિશ્ચયનો માર્ગ, નિશ્ચયનો માર્ગ!-એમ પોકારે. પણ નિશ્ચય એટલે સત્ય, નિશ્ચય એટલે યથાર્થ, અનુપચાર વાસ્તવિક. ભાઈ! દુનિયા માને ન માને તેની સાથે સત્યને સંબંધ નથી. સત્યને સંખ્યા સાથે શું સંબંધ છે?
ભગવાન આત્મા સ્વપરપ્રકાશક જ્ઞાનશક્તિનો પિંડ છે. તે પોતે કર્તા થઈને સ્વપરને પ્રકાશે છે. પરને પ્રકાશવામાં એને પરની અપેક્ષા નથી. રાગ પરિણામ, વ્યવહારના પરિણામ થયા માટે એનું જ્ઞાન થયું એટલી અપેક્ષા જ્ઞાનના પરિણામને નથી. અહાહા...! આત્મા સ્વતંત્રપણે કર્તા થઈને જ્ઞાનપરિણામરૂપ કાર્યને કરે છે. બહુ સૂક્ષ્મ વાત, ભાઈ! વ્યવહાર છે માટે નિશ્ચય છે એમ નહિ તથા વ્યવહાર છે માટે એને લઈને એનું જ્ઞાન થાય છે એમ પણ નહિ.
લોકોએ બીજી રીતે માન્યું છે. વ્યવહારના આશ્રય વડે, નિમિત્તના આશ્રય વડે કલ્યાણ થશે એમ લોકોએ માન્યું છે. પણ તે યથાર્થ નથી. વ્યવહારનું અને નિમિત્તનું પોતે સ્વતંત્રપણે કર્તા થઈને જ્ઞાન કરે છે અને તે જ્ઞાન એનું કર્મ છે. ભાઈ! સ્વતંત્રપણે કરે તેને કર્તા કહીએ. શું લોકાલોક છે માટે લોકાલોકનું જ્ઞાન થાય છે? ભાઈ! એમ નથી. લોકાલોકને જાણવાનું જ્ઞાન સ્વતંત્ર પોતાથી થાય છે. લોકાલોક છે માટે તેને જાણવાનું કાર્ય જ્ઞાનમાં થાય છે એમ છે જ નહિ. ભગવાન આત્મા સહજ જ્ઞાનસ્વભાવ છે. માટે જ્ઞાતાના પરિણામનું કાર્ય પોતાથી થાય છે. પુદ્ગલપરિણામનું જ્ઞાન વ્યાપક આત્મા વડે સ્વયં વ્યાપ્યરૂપ થતું હોવાથી આત્માનું સ્વતંત્ર કર્મ છે. આવી વાત છે.
આ પરની દયા પાળવી એ તો આત્માનું કાર્ય નહિ અને પરની દયા પાળવાનો વ્યવહારનો જે રાગ થાય તે પણ આત્માનું કાર્ય નહિ. ખરેખર તો વ્યવહારનો જે રાગ છે તે જ કાળે જ્ઞાનની પર્યાય પોતાને જાણતી પોતાથી પરિણમે છે. રાગ હો, દેહની સ્થિતિ હો; પણ એ બધું પરમાં જાય છે. જે કાળે જે પ્રકારનો રાગ થયો, જે પ્રકારે દેહની સ્થિતિ થઈ તે કાળે તે જ પ્રકારે જાણવાની જ્ઞાનની પર્યાય સ્વતંત્ર પોતાથી થાય છે. અહો! આચાર્ય અમૃતચંદ્રદેવે ગજબ ટીકા કરી છે!
બારમી ગાથામાં કહ્યું છે ને કે વ્યવહારનય તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. અહાહા...! જેને અખંડ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માનું ભાન થયું છે, ત્રિકાળી ધ્રુવનો આશ્રય થયો છે તેને પર્યાયમાં કંઈક અપૂર્ણતા છે, અશુદ્ધતા છે. આ અપૂર્ણતા અને અશુદ્ધતા તે કાળે જાણેલાં પ્રયોજનવાન છે. તે કાળે જે વ્યવહારનો રાગ છે તે જાણેલો પ્રયોજનવાન છે. અહીં પણ સ્પષ્ટ કહે છે કે વ્યવહારનો જે રાગ છે તેને તે કાળે પોતે પોતાથી સ્વતંત્રપણે જાણે છે. રાગનું, વ્યવહારનું અને દેહનું જે જ્ઞાન થયું તે જ્ઞાન