સમયસાર ગાથા ૭પ ] [ ૧૧૧ સ્વયં ભગવાન જ્ઞાયક વ્યાપક-કર્તા થઈને પોતાની વ્યાપ્ય એવી નિર્મળ મોક્ષમાર્ગની- સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ધ રત્નત્રયની પર્યાયને કરે છે અને તે ધર્મ છે. આ આત્માનું વ્યાપ્ય કર્મ છે; પરંતુ અતત્સ્વરૂપ એવો જે રાગ (વ્યવહાર) તે આત્માનું વ્યાપ્ય નથી, તે આત્માનું કર્મ નથી.
અરેરે! લોકોને અત્યારે વ્યવહાર અને નિમિત્તના પ્રેમમાં અંદર જે ભિન્ન શુદ્ધ જ્ઞાયક ભગવાન પડયો છે તેનાં રુચિ અને આશ્રય આવતાં નથી. તેઓ બિચારા ચોરાસીના અવતારમાં અતિશય દુઃખી થઈને જાણે દુઃખની ઘાણીમાં પીલાઈ રહ્યા છે. ભાઈ! શુદ્ધ ચૈતન્યસ્વભાવમય વસ્તુ પ્રભુ પોતે છે એનો મહિમા દ્રષ્ટિમાં આવ્યા વિના વિકારનું માહાત્મ્ય અંતરથી છૂટતું નથી. અહીં કહે છે કે વ્યાપ્યવ્યાપકભાવ તત્સ્વભાવમાં જ હોય છે, અતત્સ્વભાવમાં ન હોય. પ્રથમ આ સિદ્ધાંત મૂકીને કહે છે કે વ્યાપ્યવ્યાપકભાવના સંભવ વિના કર્તાકર્મની સ્થિતિ કેવી? ભગવાન આત્મા કર્તા અને દયા, દાન, વ્રત, ભક્તિ આદિ વિભાવભાવ એનું કર્મ-એ કેમ હોઈ શકે? (ન હોઈ શકે). અહાહા...! આ બહારનાં (દયા, દાન આદિ) કામ તો આત્મા કરી શકે નહિ, પણ (દયા, દાન, આદિ) વિકારના પરિણામ પણ આત્માનું કામ-કાર્ય છે એમ નથી કેમકે વિભાવભાવ અતત્ભાવસ્વરૂપ છે.
ત્રિકાળી જ્ઞાયકભાવ શુદ્ધ ચૈતન્યઘન વસ્તુ છે તે તત્સ્વભાવે છે. તેનું તત્સ્વભાવે પરિણમન થયું તે એનું કાર્ય છે, કર્મ છે. ત્રિકાળી ધ્રુવ વસ્તુ પોતે વ્યાપક થઈને પોતાના નિર્મળ પરિણામમાં વ્યાપે એ તો બરાબર છે. પરંતુ તે શુભાશુભ વિકારમાં વ્યાપક થઈને એને કરે એ વાત કયાંથી લાવવી? કેમકે ત્યાં વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે. વ્યવહાર રત્નત્રયના શુભભાવ તે આત્માનું કર્તવ્ય, આત્માનું વ્યાપ્ય કર્મ એ સ્થિતિ કયાંથી લાવવી? અહાહા...! દ્રવ્યે અને ગુણે પવિત્રતાનો પિંડ પ્રભુ આત્મા છે તે પવિત્રતાના વ્યાપકપણે પવિત્રતાની વ્યાપ્ય અવસ્થાને કરે છે; પરંતુ તે વિકારની અવસ્થાને વ્યાપ્યપણે કરે-એ સ્થિતિ કયાંથી લાવવી? એમ છે જ નહિ.
કેટલાકને આકરું પડે છે, પણ શું થાય? માર્ગ તો આ જ છે, ભાઈ! આ સમજવું જ પડશે. બહારમાં તો કાંઈ નથી. આ પૈસા, બંગલા, મોટર, સંપત્તિ અને આબરૂ-એ ધૂળમાં કય ાંય સુખ નથી. અહીં કહે છે કે પરવસ્તુ વ્યાપક થઈને એની પોતાની પર્યાયને કરે તે એનું કર્મ છે. અતત્ભાવવાળી વસ્તુ પોતે પોતાથી પરિણમે છે. તેનું કાર્ય આ આત્મા કરે એમ કદી હોઈ શકે નહિ. આ જીભ હલે, વાણી બોલાય તે આત્માનું વ્યાપ્ય નથી. તથા તેમાં જે વિકલ્પ-રાગ થાય એ પણ અતત્સ્વભાવરૂપ છે. અતત્ભાવરૂપ વસ્તુનું કાર્ય તત્સ્વભાવી આત્મા કરે એમ કદીય બનતું નથી.
પ્રશ્નઃ– આ ભાષા બોલવાનું જે કાર્ય થાય તે આત્મા કરે છે કે નહિ?
ઉત્તરઃ– આ પ્રશ્ન સં. ૧૯૯પમાં શંત્રુજયમાં થયો હતો. ત્યારે કહ્યું હતું કે