Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 893 of 4199

 

સમયસાર ગાથા ૭૬ ] [ ૧૨૧ પોતાના ત્રિકાળી શુદ્ધ જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવનો અનુભવ થયો છે તેથી જ્ઞાની પોતાને જે જ્ઞાતા- દ્રષ્ટાના પરિણામ થયા છે તેમાં રાગને જાણે છે બસ; અને તે જાણવાના પરિણામ એનું કાર્ય છે, પણ રાગ એનું કાર્ય નથી. આવી સૂક્ષ્મ વાત છે.

હવે કહે છે-‘આમ પુદ્ગલદ્રવ્ય વડે કરવામાં આવતા પુદ્ગલપરિણામને જ્ઞાની જાણતો હોવા છતાં, જેમ માટી પોતે ઘડામાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, ઘડાને ગ્રહે છે, ઘડારૂપે પરિણમે છે અને ઘડારૂપે ઉપજે છે તેમ, જ્ઞાની પોતે બાહ્યસ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતો નથી, તે- રૂપે પરિણમતો નથી, અને તે-રૂપે ઊપજતો નથી.’

રાગ કે જે પુદ્ગલના પરિણામસ્વરૂપ કર્મ છે તેની આદિ-મધ્ય-અંતમાં પુદ્ગલ વ્યાપ્યું છે. પુદ્ગલથી જે ઉત્પન્ન થયું, તેનાથી જે બદલ્યું અને તેનાથી ઊપજ્યું એવા પુદ્ગલપરિણામસ્વરૂપ કર્મને જ્ઞાની જાણતો હોવા છતાં તેને ગ્રહતો નથી, તે-રૂપે પરિણમતો નથી અને તે-રૂપે ઊપજતો નથી. સ્વસ્વરૂપને જાણતાં, જે પ્રકારનો રાગ થાય તેને જાણવાના જ પરિણામ જ્ઞાનીને થાય છે.

જેમ માટી પોતે ઘડામાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને ઘડારૂપે થાય છે; અર્થાત્ ઘડારૂપ પ્રાપ્યને માટી ગ્રહે છે, ઘડારૂપે માટી પરિણમે છે, અને માટી ઘડારૂપે ઊપજે છે તેમ જ્ઞાની પોતે બાહ્ય સ્થિત પુણ્યના ભાવ, શુભભાવ જે પરદ્રવ્યના પરિણામ છે તેને જાણતો હોવા છતાં તેને ગ્રહતો નથી, તે-રૂપે પરિણમતો નથી, તે-રૂપે ઊપજતો નથી. જ્ઞાનસ્વભાવી વસ્તુ આત્મા છે. તે રાગાદિ પરદ્રવ્યને જાણવાનું કામ કરે, પણ તેને ગ્રહતો નથી જુઓ, વ્યવહારરત્નત્રયનો જે શુભરાગ છે તેને અહીં બાહ્યસ્થિત કહ્યો છે. તેને જે પોતાનો માને છે તે બહિરાત્મા છે. અહીં કહે છે-જેમ માટી ઘડામાં વ્યાપીને ઊપજે છે તેમ ધર્મી રાગમાં વ્યાપીને ઊપજતો નથી, રાગને ગ્રહતો નથી અને રાગને નીપજાવતો નથી.

રાગ છે તે પરદ્રવ્યના એટલે પુદ્ગલના પરિણામ છે. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ, શાસ્ત્ર ભણવાના વલણનો વિકલ્પ, પંચમહાવ્રતના પાલનનો વિકલ્પ-એ શુભરાગ છે. તેને પુદ્ગલ ગ્રહે છે, પુદ્ગલ ઊપજાવે છે. ચૈતન્યસ્વરૂપી ભગવાન આત્મા એ રાગને જાણે પણ તેને ગ્રહતો નથી, ઊપજાવતો નથી. તેનો તે કર્તા નથી. જુઓ, ધર્મી જીવને ધર્મ કેમ થાય એની આ વાત છે. ભગવાન આત્મા પૂર્ણાનંદસ્વરૂપ છે એવી દ્રષ્ટિ થઈને જ્યાં પ્રત્યક્ષ અનુભવ થયો ત્યાં ધર્મી, રાગ જે પુદ્ગલના પરિણામ છે તેમાં વ્યાપીને તેને ગ્રહતો નથી, તે-રૂપે પરિણમતો નથી, તે-રૂપે ઊપજતો નથી.

જુઓ! જે વખતે જે રાગ થવાનો છે તે થયો છે તે પ્રાપ્ય, વળી તે જ રાગ પલટીને થયો છે માટે તે વિકાર્ય અને તે જ રાગ નવો ઊપજ્યો માટે તેને નિર્વર્ત્ય