૧૨૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪ કહે છે. પર્યાય તો એક જ છે, તેનું કથન ત્રણ પ્રકારે છે. તે રાગની આદિ-મધ્ય-અંતમાં પુદ્ગલ વ્યાપીને તે રાગને કરે છે; પણ તેને પોતામાં રહીને જાણતો ધર્મી તેમાં (રાગમાં) વ્યાપીને તેને કરે છે એમ નથી. ‘નિશ્ચય-વ્યવહારના લોકો વાંધા ઉઠાવે છે કે-અભ્યંતર અને બાહ્ય સામગ્રી-બંને હોય તો કાર્ય થાય. પરંતુ એમ નથી, ભાઈ! રાગની સામગ્રી અને આનંદની નિર્મળ સામગ્રી-એ બંને થઈને શું આત્માનું-ધર્મનું કાર્ય કરે? એમ કદીય નથી. આત્માનું કાર્ય જે સમ્યગ્દર્શન-જ્ઞાન- ચારિત્રરૂપ શુદ્ધ રત્નત્રયના પરિણામ તેમાં એકલો આત્મા પોતે અંતર્વ્યાપક થઈને, તેના આદિ- મધ્ય-અંતમાં આત્મા પોતે વ્યાપીને, તે પરિણામને કરે છે. માટી જેમ ઘડાને ગ્રહે છે તેમ ધર્મી રાગને ગ્રહતો નથી, રાગને બદલાવતો નથી, રાગપણે ઊપજતો નથી. તે તે રાગને તે તે કાળે ધર્મી પોતામાં રહીને જાણે છે બસ. આવો વીતરાગનો માર્ગ છે. આત્મા વીતરાગસ્વરૂપ જ છે અને તેનો આવો માર્ગ છે. વીતરાગી પરિણામમાં, તેના આદિ-મધ્ય-અંતમાં આત્મા પોતે વ્યાપીને તે વીતરાગી દશાને ગ્રહે છે, પોતે વીતરાગદશારૂપે પરિણમે છે અને પોતે તે-રૂપે ઊપજે છે. પરંતુ રાગને આત્મા ગ્રહતો નથી, રાગરૂપે તે પરિણમતો નથી, રાગરૂપે પોતે ઊપજતો નથી. વ્યવહારરત્નત્રયના પરિણામને ધર્મી પકડતો નથી. તેનું જે જ્ઞાન થાય તેમાં જ્ઞાની વ્યાપે છે. જ્ઞાનીનું પ્રાપ્ય, વિકાર્ય, નિર્વર્ત્ય કર્મ જ્ઞાન છે, રાગ નહિ. પ્રશ્નઃ– આ તો આપે નિશ્ચયથી કહ્યું, પણ વ્યવહાર બતાવો ને? ઉત્તરઃ– ભાઈ! વ્યવહારથી કાંઈ આનાથી વિરુદ્ધ વાત છે એમ નથી. રાગ જે વ્યવહાર છે તે નિમિત્ત છે એમ એનું જ્ઞાન કરાવ્યું છે. પ્રમાણના વિષયમાં વ્યવહારનું પણ જ્ઞાન કરાવ્યું છે. ત્યાં નિશ્ચયની વાત રાખીને વ્યવહારનું જ્ઞાન કરાવ્યું છે. આત્મા રાગના પરિણામને કરતો નથી, તેમાં તે વ્યાપતો નથી, તેને ઊપજાવતો નથી. તે રાગને જાણવાના પોતાના જ્ઞાનપરિણામને કરતો, ગ્રહતો, ઊપજાવતો તેમાં (જ્ઞાનમાં) વ્યાપે છે. ભાઈ! પ્રમાણમાં આ નિશ્ચયની વાત રાખીને પછી જે રાગ છે તેનાથી કાર્ય થાય એમ આરોપ કરીને ઉપચારથી કથન કર્યું છે. આ તો વીતરાગ સર્વજ્ઞથી સિદ્ધ થયેલો માર્ગ છે. ભગવાન આત્મા પોતે જ સર્વજ્ઞસ્વરૂપ છે. અહાહા...! સર્વજ્ઞ એટલે જ્ઞ-સ્વભાવ, જ્ઞ-શક્તિ, ‘જ્ઞ’ જેનો ભાવ, ‘જ્ઞ’ જેનું સ્વરૂપ છે એવો ભગવાન આત્મા જેની દ્રષ્ટિમાં આવ્યો તે ધર્મી, જ્ઞ-સ્વભાવમાંથી ઉત્પન્ન થતા, તે કાળે રાગને જાણવાના જ્ઞાનપરિણામમાં પોતે આદિ-મધ્ય-અંતમાં વ્યાપે છે. એટલે કે એ રાગ છે માટે અહીં રાગને જાણવાના પરિણામ થયા છે એમ નથી. રાગને જાણવાના પરિણામની આદિમાં પોતે જ છે. એની આદિમાં રાગ હતો અને તેથી જાણવાના પરિણામ થયા એમ નથી. રાગને જાણે એવા જ્ઞાનના પરિણામની આદિ-મધ્ય-અંતમાં પ્રભુ આત્મા જ છે. ‘માટે, જો કે જ્ઞાની પુદ્ગલકર્મને જાણે છે તોપણ, પ્રાપ્ય, વિકાર્ય અને