સમયસાર ગાથા ૭૭ ] [ ૧૩૩ પ્રશ્નઃ– સવિકલ્પદ્વારથી નિર્વિકલ્પતાની વાત પંડિતપ્રવર શ્રી ટોડરમલજીએ રહસ્યપૂર્ણ ચિટ્ઠીમાં કરી છે ને? ઉત્તરઃ– ભાઈ! એનો અર્થ એવો છે કે આવો વિકલ્પ હતો તેને છોડીને નિર્વિકલ્પતા થાય છે, -આવું ત્યાં જ્ઞાન કરાવ્યું છે. પરંતુ આવા વિકલ્પ આવે માટે એનાથી નિર્વિકલ્પદશા થાય એમ અર્થ નથી. એ તરફનું લક્ષ છોડે ત્યારે નિર્વિકલ્પતા થાય છે. લોકોને શુભભાવ છોડવાનું આકરું પડે છે; પણ શું થાય? શુભભાવ તો જે નિગોદમાં જીવો પડયા છે તેમને પણ નિરંતર થાય છે. ક્ષણે શુભ, ક્ષણે અશુભ-એમ શુભાશુભની નિરંતર ધારા વહે છે. એક શરીરમાં નિગોદના જે અનંત જીવ છે તેમને ક્ષણેક્ષણે શુભાશુભ થયા જ કરે છે. એ કાંઈ નવીન નથી.
ઉત્તરઃ– એ તો ધર્મપરિણત મુનિની વાત કરી છે. શુદ્ધોપયોગી નિરાસ્રવ છે અને શુભોપયોગ હોય ત્યાં સુધી સાસ્રવ છે. ધર્મપરિણત મુનિ ત્રણ કષાયના અભાવવાળો છે ત્યારે તો તેને મુનિ કહ્યો છે. તેને શુભોપયોગ હોય છતાં શ્રમણ કહેવામાં આવ્યો છે. પણ એકલા શુભભાવવાળા મુનિની ત્યાં વાત નથી. એવા શુભભાવ તો અજ્ઞાનીએ અનંતવાર કર્યા છે. શુભભાવ હો, પણ એ કાંઈ ધર્મ છે કે ધર્મનું કારણ છે એમ નથી. હોય છે એ જાણવા માટે છે. બાપુ! આવું વીતરાગનું કહેલું શુદ્ધ તત્ત્વ પકડે નહિ એને ધર્મ કેમ થાય?
હવે કહે છે-‘માટે, જો કે જ્ઞાની પોતાના પરિણામને જાણે છે તોપણ, પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પરદ્રવ્યપરિણામસ્વરૂપ કર્મ, તેને નહિ કરતા એવા જ્ઞાનીને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ નથી.’ જ્ઞાની પોતાના પરિણામને જાણે છે, જાણવાનું કામ કરે છે. કરે છે માટે ભેગું રાગનું કાર્ય પણ તે કરે છે એમ નથી એમ કહે છે. જ્ઞાની પોતાના પરિણામ એટલે સમ્યગ્દર્શન- જ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ધ રત્નત્રયના મોક્ષમાર્ગના પરિણામને કરે છે તોપણ પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પર દ્રવ્ય પરિણામસ્વરૂપ કર્મ તેને તે કરતો નથી. તેથી તેને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ નથી. જુઓ, બે જ ભાગ પાડયા છે. એકકોર સ્વભાવ, બીજી કોર વિભાવ. ભાઈ! ભેદજ્ઞાન કરવાની આ વાત છે. વિભાવની સાથે જીવને એકતાબુદ્ધિ છે એ જ મહા મિથ્યાત્વની ગાંઠ છે. વિભાવમાં તાદાત્મ્યનો અભ્યાસ છે એ જ મિથ્યાત્વ છે. એ વિભાવ અને શુદ્ધ ચૈતન્યસ્વભાવની ભિન્નતા કરવી એ વસ્તુના સ્વભાવરૂપ સમ્યગ્દર્શન છે.
ભાઈ! નવમી ગ્રૈવેયક જાય એવા શુભભાવ અનંતવાર કર્યા, છતાં એને ધર્મ થયો નહિ. અને એનાથી કોઈને ધર્મ થયો પણ નથી. વસ્ત્ર છોડયાં માટે મુનિપણું આવી ગયું એમ નથી. સ્વમાં ઉગ્ર આશ્રય થાય ત્યારે ચારિત્ર પ્રગટે છે. પરંતુ વ્યવહારની ક્રિયા પાળે છે માટે