સમયસાર ગાથા ૭૮ ] [ ૧૩૭ પરિણામ જીવની પર્યાયમાં પોતાથી થયા છે. આમ જ્યાં જે અપેક્ષાથી કથન હોય ત્યાં તે પ્રમાણે સમજવું જોઈએ.
પ્રાપ્ય એટલે ધ્રુવ-એટલે કે હરખ-શોકના પરિણામ તે સમયે જે થવાના છે તે જ થયા છે-તે પ્રાપ્ય, વિકાર્ય એટલે પરિણમતું અને નિર્વર્ત્ય એટલે ઊપજતું, એવું વ્યાપ્યલક્ષણવાળું સુખ-દુઃખ, હરખ-શોક, રતિ-અરતિ આદિ જે પરિણામ છે તે પુદ્ગલકર્મફળસ્વરૂપ છે એમ કહે છે. ભગવાન આત્માનો પાક તો આનંદસ્વરૂપ છે. એનું ફળ તો આનંદ છે. નિત્યાનંદસ્વરૂપ પ્રભુ આત્મા-એનું શુદ્ધોપયોગરૂપ જે કર્મ તેનું ફળ આનંદ છે. પર્યાયમાં અતીન્દ્રિય આનંદનું ફળ આવે તે આત્માના પરિણામ છે. અને સુખદુઃખના જે વિભાવ પરિણામ છે તે આત્માના પરિણામ નહિ, એ તો પુદ્ગલના પરિણામ છે. હરખ-શોક આદિના પરિણામ પુદ્ગલકર્મફળસ્વરૂપ છે.
પ્રશ્નઃ– આપ વિકારી પરિણામને પુદ્ગલના પરિણામ કેમ કહો છો?
ઉત્તરઃ– ભાઈ! વિકાર છે તે વસ્તુના સ્વરૂપમાં નથી. વસ્તુમાં એટલે આત્મામાં એવો કોઈ ગુણ કે શક્તિ નથી જે વિકારને કરે. તેથી તેને પર ગણીને પુદ્ગલના પરિણામ કહીને ભિન્ન પાડી નાખ્યા, અને ચૈતન્યસ્વરૂપ આત્માને તેનાથી ભિન્ન કરી નાખ્યો છે. ચૈતન્યસ્વરૂપને દ્રવ્ય-ગુણ-પર્યાયથી ભિન્ન પાડી વિકારથી ભેદજ્ઞાન કરાવ્યું છે. ચૈતન્યના દ્રવ્ય-ગુણથી તો વિકાર ભિન્ન છે જ, પરંતુ પર્યાયથી પણ વિકારને ભિન્ન પાડવા તેને પુદ્ગલના પરિણામ કહ્યા છે. એકાંત છોડીને જે અપેક્ષા હોય તે અપેક્ષાથી યથાર્થ સમજવું જોઈએ.
પુદ્ગલકર્મફળ જે કર્તાનું કાર્ય થયું તેનામાં પુદ્ગલદ્રવ્ય અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય- અંતમાં વ્યાપીને તે હરખ-શોકરૂપ પુદ્ગલકર્મફળને કરે છે. હરખ-શોકના ભાવ કરે એવી આત્મામાં કોઈ શક્તિ નથી. આનંદનો નાથ એવો ભગવાન આત્મા હરખ-શોક આદિરૂપે કેમ પરિણમે? એ તો આનંદરૂપે પરિણમે એવો તેનો સ્વભાવ છે. ધર્મ પણ આનંદરૂપ જ છે. એ આનંદના પરિણામ તે જીવનું પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્યરૂપ કર્મ છે અને હરખ-શોક આદિ વિકારના પરિણામ પુદ્ગલનું કર્મ છે. કહે છે કે હરખ-શોક આદિ ભાવમાં પુદ્ગલદ્રવ્ય અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને તેને કરે છે. હરખ-શોકની પર્યાયમાં, જીવની નબળાઈ હતી માટે એ ભાવ થયો એમ નહીં. જીવની નબળાઈથી વિપરીતપણે પરિણમ્યો માટે હરખશોક થવામાં જીવનો કાંઈક અંશ છે એ વાત અહીં નથી. સ્વભાવમાં વિભાવ છે જ નહિ પછી એનો અંશ કય ાંથી આવ્યો? મધ્યસ્થ થઈને પોતાનો પક્ષ છોડીને સમજે તો આ સમજાય એવું છે.
અહો! આચાર્ય ભગવંતોએ કમાલ કામ કર્યાં છે. દિગંબર આચાર્યો ધર્મના સ્થંભ હતા. તેઓએ ધર્મની સ્થિતિ યથાવત્ ઊભી રાખી છે. અહીં કહે છે કે પુણ્ય-