૧૩૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪ પાપના ભાવનું ફળ જે હરખશોકના પરિણામ એ પુદ્ગલનું કાર્ય છે, જીવનું નહિ; સ્વદ્રવ્યસ્વરૂપ ભગવાન આત્માનું એ કાર્ય નહિ. પુદ્ગલ તેમાં આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને તેને ગ્રહે છે, પહોંચે છે. તે કાળનું તે પુદ્ગલનું વ્યાપ્ય છે, આત્માનું નહિ. પુદ્ગલકર્મ તે-રૂપે પરિણમતું, તે-રૂપે ઊપજતું થકું તે સુખદુઃખાદિ પુદ્ગલકર્મફળને કરે છે.
હવે કહે છે-‘આમ પુદ્ગલદ્રવ્ય વડે કરવામાં આવતું જે સુખદુઃખાદિરૂપ પુદ્ગલકર્મફળ તેને જ્ઞાની જાણતો હોવા છતાં, જેમ માટી પોતે ઘડામાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, ઘડાને ગ્રહે છે, ઘડારૂપે પરિણમે છે અને ઘડારૂપે ઊપજે છે તેમ, જ્ઞાની પોતે બાહ્યસ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતો નથી, તે-રૂપે પરિણમતો નથી અને તે-રૂપે ઊપજતો નથી.’
જુઓ, પુદ્ગલકર્મફળને જ્ઞાની જાણે છે એ વ્યવહાર કહ્યો. તે સંબંધીનું જ્ઞાન થાય છે તેથી કર્મફળને જાણે છે એમ કહ્યું. ખરેખર તો જ્ઞાની પોતાને જાણે છે. જેવી સુખદુઃખની કલ્પના થઈ એવું જ જ્ઞાન અહીં જાણે છે તેથી એનું જ્ઞાન છે એમ કહ્યું પણ જ્ઞાન તો આત્માનું છે. જેવો હરખશોકનો ભાવ થાય તેવું તે પ્રકારનું અહીં જ્ઞાન થાય છે. તેથી કહ્યું કે જ્ઞાની પુદ્ગલકર્મફળને જાણતો, જેમ માટી ઘડામાં અંતર્વ્યાપક થઈને ઘડાને ગ્રહે છે તેમ, જ્ઞાની પોતે બાહ્યસ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર્વ્યાપક થઈને તેને ગ્રહતો નથી. હરખશોકના પરિણામને ધર્મી જીવ ગ્રહતો નથી, તે-રૂપે પરિણમતો નથી, તે-રૂપે ઊપજતો નથી. પુદ્ગલકર્મના ઉદયમાં લક્ષ જતાં જે સુખદુઃખના પરિણામ થાય એ પુદ્ગલના પરિણામ છે; ભગવાન આત્માના એ ભાવ છે જ નહિ. અહીં તો જ્ઞાનીની વ્યાખ્યા છે ને? ધર્મી જીવની દ્રષ્ટિ ત્રિકાળી સ્વભાવ ઉપર હોવાથી, નિર્વિકારી દશા એનું પ્રાપ્ય, વિકાર્ય, નિર્વર્ત્ય કર્મ છે, પણ વિકાર એનું કર્મ નથી. જ્ઞાની વિકારનો કર્તા નથી.
અહાહા...! માટી ઘડામાં વ્યાપીને ઘડાને ગ્રહે છે, કુંભાર નહિ. ઘડાની આદિમાં માટી છે, કુંભાર તેની આદિમાં નથી. માટી ઘડામાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં પ્રસરીને ઘડાને ગ્રહે છે, પણ કુંભાર ઘડામાં પ્રસરે છે એમ નથી. ઘડાની પર્યાય તે માટીનું પ્રાપ્ય છે, ધ્રુવ છે. તે કાળે ઘડાની પર્યાય ધ્રુવ છે એટલે ચોક્કસ છે અને માટી તેને ગ્રહે છે. પૂર્વની પર્યાય જે પિંડરૂપ હતી તેનો વ્યય થઈને ઘડાની પર્યાય થઈ તે માટીનું વિકાર્ય છે, કુંભારનું નહિ. કુંભારની પર્યાયમાં કુંભાર હોય. કુંભાર પોતાની પર્યાયમાં વ્યાપીને પોતાની પર્યાયનો કર્તા થાય, પણ ઘડાનો નહિ. પરની પર્યાયમાં કુંભારનું વ્યાપ્યવ્યાપકપણું કયાં છે? (નથી જ)
તેમ જ્ઞાની પોતે બાહ્યસ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર્વ્યાપક થઈને, આદિ- મધ્ય-અંતમાં વ્યાપીને તેને ગ્રહતો નથી. નિર્મળ જ્ઞાન અને આનંદ એ