૧૪૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪ છે તેને પણ જાણે છે કે મારામાં મને આ દુઃખની પરિણતિ છે; તેને ભોગવે પણ છે. આ સ્યાદ્વાદ વચન છે. રાગને ભોગવે છે એવો ભોક્તા નય છે અને રાગને કરે છે એ કર્તાનય છે. રંગરેજ જેમ રંગને કરે છે તેમ ભગવાન આત્મા જેટલો રાગરૂપે પરિણમે છે તેટલો એ રાગનો કર્તા છે. રાગ કરવા લાયક છે એમ નહિ, પણ પરિણમે છે માટે કર્તા કહેવામાં આવે છે. જુઓ તો ખરા સંતોની આત્મલીલા! જાણે અને વેદે-જ્ઞાનપ્રધાન કથનમાં એમ વાત આવે, અને દ્રષ્ટિ અને દ્રષ્ટિના વિષયની પ્રધાનતાથી એમ કહે કે રાગનું પરિણામ તે પુદ્ગલનું કાર્ય છે, જીવનું નહિ; કેમકે દ્રષ્ટિ છે તે પૂર્ણાનંદનો નાથ પ્રભુ શુદ્ધ ચૈતન્યઘન જે આત્મા છે તેને પકડે છે. એટલે એની પરિણતિ નિર્મળ જ થાય.
જ્ઞાની, જે અશુદ્ધ પરિણામ થયા તેને પોતામાં રહીને જાણે પણ તેને પકડે નહિ, ગ્રહે નહિ, વેદે નહિ. ગજબ વાત કરી છે ને! અહાહા...! દ્રષ્ટિ પૂર્ણાનંદના નાથને પકડે એટલે એના પરિણમનમાં વિકાર અને સુખદુઃખ હોઈ શકે નહિ. આ અપેક્ષાએ વિકારી પરિણામનું કર્મ અને હરખશોકનું કાર્ય પુદ્ગલમાં નાખી એને જાણનાર રાખ્યો છે. પણ તેથી સર્વથા એમ ન માની લેવું કે જ્ઞાનીને સુખદુઃખ છે જ નહિ. જુઓ, ટીકાકાર આચાર્ય અમૃતચંદ્રસ્વામી સ્વયં ત્રીજા કળશમાં કહે છે કે મારી પરિણતિ હજુ (સંજ્વલન) રાગાદિની વ્યાપ્તિ વડે કલુષિત છે. હજુ પર્યાયમાં કલુષિત ભાવ છે પણ આ ટીકાના કાળમાં મારી દ્રષ્ટિનું જોર નિર્મળ ચૈતન્યસ્વભાવ પર છે તેથી મને અવશ્ય પરમ વિશુદ્ધિ થશે. અહો! આચાર્યની કોઈ ગજબ ગંભીર શૈલી છે!
પંચાસ્તિકાયમાં તો આચાર્યદેવે એમ સિદ્ધ કર્યું છે કે એની પરિણતિમાં જે વિકાર છે એનું જ (પર્યાયનું) કર્તવ્ય છે, પર્યાયનું સ્વતંત્ર કાર્ય છે. જેટલે દરજ્જે રાગ થાય છે તેટલે દરજ્જે રાગ એનો કર્તા, રાગ એનું કર્મ, રાગનું સાધન પણ રાગ પોતે, રાગનો આધાર પણ રાગ ઇત્યાદિ. દ્રવ્ય-ગુણ એનું કારણ નથી. ત્યાં પર્યાયનું અસ્તિત્વ સિદ્ધ કરવું છે ને. તેથી કહે છે કે સુખદુઃખના પરિણામ સ્વયં ષટ્કારકરૂપે પરિણમીને પોતાથી સ્વતંત્ર થાય છે. પરંતુ અહીં દ્રવ્યદ્રષ્ટિની મુખ્યતાથી વાત છે. પર્યાયદ્રષ્ટિ ગઈ અને દ્રવ્યદ્રષ્ટિ થઈ ત્યારે ત્યારે સુખ-દુઃખના પરિણમનનું વેદન જ્ઞાનીને નથી. વળી એ જ વખતે સાથે રહેલું જ્ઞાન એમ જાણે છે કે જેટલું સુખદુઃખનું પરિણમન છે એટલું મારું કર્તૃત્વ અને ભોક્તૃત્વ છે. અહા! આવી જ્ઞાનીની અજબ લીલા છે!
અરે પ્રભુ! તું કયાં છો? તો કહે છે કે હું તો મારા જાણવાના પરિણમનમાં છું. જેટલું રાગનું પરિણમન થાય તે પુદ્ગલનું છે. હું તો એનો જાણનાર છું. તથા પર્યાયને જોઉં છું તો રાગ અને સુખદુઃખનું જેટલું કર્તૃત્વ અને વેદન છે તે મારામાં છે એમ જાણું છું. આમ બંને અપેક્ષાનું જ્ઞાન યથાર્થ હોય છે.
દ્રષ્ટિ અને દ્રષ્ટિના વિષયમાં તો વિકારી પરિણમનનું કર્તવ્ય અને વેદન છે જ નહિ. ભગવાન આત્મા અનંતગુણનો પિંડ છે. એમાં વિકારને કરે એવો કયો ગુણ છે? એકેય