जीवपरिणामं स्वपरिणामं स्वपरिणामफलं चाजानतः पुद्गलद्रव्यस्य सह जीवेन कर्तृकर्मभावः किं भवति किं न भवतीति चेत्–
पोग्गलदव्वं पि तहा परिणमदि सएहिं भावेहिं।। ७९।।
पुद्गलद्रव्यमपि तथा परिणमति स्वकैर्भावैः।। ७९।।
હવે પૂછે છે કે જીવના પરિણામને, પોતાના પરિણામને અને પોતાના પરિણામના ફળને નહિ જાણતા એવા પુદ્ગલદ્રવ્યને જીવ સાથે કર્તાકર્મભાવ (કર્તાકર્મપણું) છે કે નથી? તેનો ઉત્તર કહે છેઃ-
પરદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૯.
ગાથાર્થઃ– [तथा] એવી રીતે [पुद्गलद्रव्यम् अपि] પુદ્ગલદ્રવ્ય પણ [परद्रव्यपर्याये] પરદ્રવ્યના પર્યાયરૂપ [न अपि परिणमति] પરિણમતું નથી, [न गृह्णाति] તેને ગ્રહણ કરતું નથી અને [न उत्पद्यते] તે-રૂપે ઊપજતું નથી; કારણ કે તે [स्वकैः भावैः] પોતાના જ ભાવોથી (-ભાવોરૂપ) [परिणमति] પરિણમે છે.
ટીકાઃ– જેમ માટી પોતે ઘડામાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને ઘડાને ગ્રહે છે, ઘડારૂપે પરિણમે છે અને ઘડારૂપે ઊપજે છે તેમ જીવના પરિણામને, પોતાના પરિણામને અને પોતાના પરિણામના ફળને નહિ જાણતું એવું પુદ્ગલદ્રવ્ય પોતે પરદ્રવ્યના પરિણામમાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતું નથી, તે-રૂપે પરિણમતું નથી અને તે-રૂપે ઊપજતું નથી; પરંતુ પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પોતાના સ્વભાવરૂપ કર્મ (કર્તાનું કાર્ય), તેનામાં (તે પુદ્ગલદ્રવ્ય) પોતે અંતર્વ્યાપક થઈને આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને જ ગ્રહે છે, તે-રૂપે જ પરિણમે છે અને તે-રૂપે જ ઊપજે છે; માટે જીવના પરિણામને, પોતાના પરિણામને અને પોતાના પરિણામના ફળને નહિ જાણતું એવું પુદ્ગલદ્રવ્ય પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પરદ્રવ્યપરિણામસ્વરૂપ કર્મ, તેને નહિ કરતું હોવાથી, તે પુદ્ગલદ્રવ્યને જીવ સાથે કર્તાકર્મભાવ નથી.