સમયસાર ગાથા ૭૯ ] [ ૧પ૩ રાગાદિભાવ દ્રવ્યાતંર છે, અન્યદ્રવ્ય છે. તેનો સહારો નથી. ભગવાન આત્માને પોતાના સ્વભાવનો જ સહારો છે. પોતાના દ્રવ્યસ્વભાવથી ઉત્પન્ન થયેલા મોક્ષમાર્ગની પર્યાયનો આત્મા કર્તા અને પર્યાય તે એનું કર્મ છે. રાગ અને વ્યવહાર છે તેને જ્ઞાન જાણે છે પણ એટલા સંબંધથી જ્ઞાન કર્તા અને રાગ એનું કાર્ય તથા રાગ કર્તા અને જ્ઞાન રાગનું કર્મ એમ પરસ્પર કર્તાકર્મપણું છે નહિ. જ્ઞેયજ્ઞાયકસંબંધ હોવા છતાં રાગ અને આત્માને પરસ્પર કર્તાકર્મસંબંધ નથી.
રાગને અને આત્માની નિર્મળ પર્યાયને અત્યંત ભેદ છે. નિયમસારની ગાથા ૮૨માં કહ્યું છે કે આવો ભેદ-અભ્યાસ થતાં જીવ મધ્યસ્થ થાય છે અને તેથી ચારિત્ર થાય છે. રાગભાવથી ચારિત્ર થાય છે એમ નથી કહ્યું પણ રાગના ભેદ-અભ્યાસથી અંતરમાં ચારિત્ર થાય છે એમ કહ્યું છે. પહેલાં સમ્યગ્દર્શનના કાળમાં ભેદ પડયો છે; પછી વિશેષ ભેદના અભ્યાસથી અંતરમાં ઠરે છે ત્યારે ચારિત્ર થાય છે. રાગથી ચારિત્ર થાય છે એમ નથી. આ પ્રમાણે રાગને અને સ્વપરને જાણનાર પ્રભુ આત્માને અત્યંત ભેદ છે. રાગને અને જ્ઞાનની પર્યાયને પરસ્પર અત્યંત ભેદ હોવાથી તેમને વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે. રાગ છે તે પુદ્ગલ છે અને જ્ઞાનની નિર્મળ દશા છે તે આત્મા છે. બન્ને ભિન્ન છે. તેથી તેમને વ્યાપ્યવ્યાપકપણું નથી, તેથી કર્તાકર્મપણું પણ નથી.
હવે કહે છે-‘अनयोः कर्तृकर्मभ्रममतिः’ જીવ-પુદ્ગલને કર્તાકર્મપણં છે એવી ભ્રમબુદ્ધિ ‘अज्ञानात्’ અજ્ઞાનને લીધે ‘तावत् भाति’ ત્યાંસુધી ભાસે છે કે ‘यावत्’ જ્યાંસુધી ‘विज्ञानार्चिः’ વિજ્ઞાનજ્યોતિ ‘क्रकचवत् अदयं’ ક્રકચની જેમ નિર્દય રીતે ‘सद्यः भेदम् उत्पाद्य’ જીવ-પુદ્ગલનો તત્કાળ ભેદ ઊપજાવીને ‘न चकास्ति’ પ્રકાશિત થતી નથી.
રાગથી ભિન્ન કરીને જ્ઞાનનો અનુભવ કરે ત્યારે તેને પરનું કર્તાકર્મપણું છૂટી જાય છે. શબ્દો તો થોડા છે પણ ભાવ ઘણા ઊચાં અને ગંભીર ભરીદીધા છે. દ્રષ્ટિ પર્યાય ઉપરથી ફેરવી લઈ દ્રવ્ય ઉપર લઈ જાય તેને વિજ્ઞાનજ્યોતિ પ્રગટ થાય છે. જ્ઞાન ભલે થોડું હોય, પણ સ્વ-પરનો ભેદ પાડી સ્વાનુભવ કરે તે વિજ્ઞાનજ્યોતિ છે. અહાહા...! ચૈતન્યમૂર્તિ ભગવાન આનંદનો નાથ ભિન્ન છે અને રાગ ભિન્ન છે એવો આત્મ-અનુભવ કરે તે વિજ્ઞાનજ્યોતિ છે. આ વિજ્ઞાનજ્યોતિ કરવતની જેમ નિર્દય રીતે એટલે ઉગ્રપણે જીવ-પુદ્ગલનો તત્કાળ ભેદ ઊપજાવીને પ્રગટ થાય છે. પાણીના દળમાં જેમ તેલનું ટીપુ ભિન્ન થઈ જાય છે તેમ સ્વાનુભવ કરતાં રાગની ચીકાશ અને આત્માની વીતરાગતા બન્ને ભિન્ન થઈ જાય છે. અહો! શું કળશ અને શું ટીકા! આચાર્યદેવે ગજબ કામ કર્યું છે.
દયા, દાન, વ્રત આદિના ભાવથી આત્મા ભિન્ન છે. માટે વ્રતના જે વિકલ્પ છે