૧પ૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪
એનાથી અહીં ચારિત્ર પ્રગટ થયું છે એમ નથી. તેમને પરસ્પર કર્તાકર્મપણું છે જ નહિ. ભગવાન આત્મા પોતાના નિર્મળ શ્રદ્ધાન-જ્ઞાન-ચારિત્રપણે પરિણમે અને તે રાગને પણ કરે એમ નથી. વળી રાગ રાગને કરે અને રાગ સંબંધી જે જ્ઞાન થયું તે જ્ઞાનને પણ કરે એમ પણ નથી. ભાઈ! આ અંતરના મર્મની વાત છે; બહારની પંડિતાઈ આમાં ન ચાલે.
જીવ-પુદ્ગલનો તત્કાળ ભેદ ઉપજાવીને-એટલે રાગથી જ્યાં ભિન્ન પડયો અને ભગવાન આત્માની સન્મુખ થયો કે તરત જ રાગ અને ચૈતન્યની ભિન્નતા થઈ ગઈ અને ચૈતન્યમૂર્તિ ભગવાન પ્રકાશમાં આવ્યો, ચૈતન્યની પરિણતિ પ્રકાશિત થઈ ગઈ. આવે ધર્મ કહેવામાં આવે છે. આ ભગવાન સર્વજ્ઞદેવ અરિહંત પરમાત્મા અને દિગંબર મુનિવરોનાં વચન છે. આવી વાત અન્યત્ર કયાંય છે જ નહિ.
ભાઈ! તું જન્મ-મરણના ચોરાસીના ફેરા રાગની એકતાબુદ્ધિના કારણે કરી રહ્યો છે. તે રાગથી ભિન્ન પડી સ્વભાવસન્મુખ થતાં અવતાર થતા નથી. તિર્યંચ પણ સ્વભાવને પકડીને સમ્યગ્દર્શન પામે છે. નવ તત્ત્વનાં નામ ભલે ન આવડે પણ આત્માના સ્વભાવને પકડી અનુભવ કરતાં તેને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે અને તે સંવર છે; તથા જેના આશ્રયે સ્વાદ આવ્યો તે ચૈતન્યસ્વભાવમય જીવ છે-એમ તેને ભાવ-ભાસન થાય છે. આ અંતરની ચીજ છે તે કાંઈ વાદવિવદાથી પાર પડે એમ નથી. નિયમસારમાં સ્વસમય અને પરસમય સાથે વાદવિવાદે ચઢવાની ના પાડી છે. જેમ ગરીબને બે પાંચ કરોડની નિધિ મળી જાય તો તે પછી પોતાના વતનમાં આવી તે નિધિ એકલો ભોગવે તેમ જ્ઞાનનિધિની પ્રાપ્તિ થઈ હોય તો તેને એકલો ભોગવજે પણ વાદવિવાદ ન કરીશ. કેમકે જીવના કર્મ ઘણા પ્રકારના, જાત પણ ઘણી અને તેમના ઉઘાડ પણ દરેકના ભિન્ન ભિન્ન પ્રકારના હોય છે. માટે આ વાત એના જ્ઞાનમાં ન બેસે તો વાદવિવાદ કરીશ મા.
‘ભેદજ્ઞાન થયા પછી, જીવને અને પુદ્ગલને કર્તાકર્મભાવ છે એવી બુદ્ધિ રહેતી નથી. શરીર, મન, વાણી, કર્મ ઇત્યીદ જડની દશા સાથે જીવને અજ્ઞાનપણે પણ કર્તાકર્મપણું નથી. અહીં પુદ્ગલ એટલે રાગ સમજવું. વ્યવહારનો જે રાગ છે એનાથી જ્ઞાનસ્વભાવી આત્મા ભિન્ન છે એવું જ્યાં ભેદજ્ઞાન થયું ત્યાં જીવ-પુદ્ગલને કર્તાકર્મભાવ છે એવી બુદ્ધિ રહેતી નથી. અહાહા...! સચ્ચિદાનંદ પ્રભુ નિશ્ચયનો આશ્રય લઈને રાગને જ્યાં જુદો પાડયો ત્યાં શરીર, મન, વાણી ઇત્યાદિનું કર્તાપણું તો કયાંય રહ્યું, અંદર દયા, દાન, વ્રત, ભક્તિ આદિના જે શુભભાવ છે તેની સાથે જીવને કર્તાકર્મપણાની બુદ્ધિ ખલાસ થઈ જાય છે.
ત્યારે કોઈવળી એમ કહે છે કે વ્યવહારને આપ સર્વથા હેય કહો છો એ એકાંત છે, મિથ્યાત્વ છે. તેને કહે છે કે વ્યવહારના, દયા, દાન આદિ પુણ્યના પરિણામનો