સમયસાર ગાથા ૭૯ ] [ ૧પપ
હું કર્તા અને તે મારું કર્મ એવી જે બુદ્ધિ છે એ મિથ્યાત્વ અને અજ્ઞાન છે. ભાઈ! વ્યવહારના રાગથી ભેદ કરી તેને હેય ગણીને એક નિજ જ્ઞાયકસ્વરૂપ ભગવાનને ઉપાદેય કરી તેનો આશ્રય કરે ત્યારે ભેદજ્ઞાન છે. અને ત્યારે જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મપણાનો ભાવ દૂર થાય છે. અરે ભગવાન! આવો જ વીતરાગનો માર્ગ છે.
જુઓને, આજે સવારે કેવો ગમખ્વાર પ્રસંગ બની ગયો? પંદર વર્ષના છોકરાને હડકાયું કુતરું કરડવાથી હડકવા ઉપડયો. રબારીનો દીકરો, હજુ થોડા જ વખત પહેલાં લગ્ન થયેલાં. એનું દુઃખ જોનારા ઊભા ઊભા રડે, પણ પરદ્રવ્યમાં જીવ શું કરી શકે? પરદ્રવ્યમાં તો આત્મા અજ્ઞાનપણે પણ કાંઈ ન કરી શકે. એને બિચારાને સાંકળે બાંધ્યો. અરરર! કેવું દુઃખ! જોયું ન જાય. થોડીવારમાં જ એનો દેહ છૂટી ગયો. દેહ કયાં એનો હતો તે સાથે રહે. ભાઈ! આવાં મરણ જીવે આત્માના ભાન વિના અનંતવાર કર્યાં છે. બાપુ! રાગને પો્રતાનો માની જે રાગમાં અટકયો છે એવા અજ્ઞાનીને વિના ભેદજ્ઞાન આવાં અનંત દુઃખ આવી પડે છે. રાગને હેય કરી જે આત્માને અનુભવે તે ભેદજ્ઞાન છે. પ્રભુ! એ ભેદજ્ઞાન તને શરણ છે. અન્ય કાંઈ શરણ નથી. જે રાગને હેય માની તેની રુચિ છોડે નહિ તેને આત્માની રુચિ કયાંથી થાય? એક મ્યાનમાં બે તલવાર ન રહે, ભાઈ! દયા, દાન, વ્રતાદિનો રાગ હેય છે એમ પ્રથમ હા તો પાડ.
આ શરીર, મન, વાણી, કુટુંબ-કબીલા-એ બધું ધૂળ-ધાણી છે. એની વાત તો કયાંય રહી, પણ અંદર જે શુભરાગ થાય છે તેથી રુચિ છોડવી પડશે. પ્રભુ! હિત કરવું હોય તો આ જ માર્ગ છે. નહિતર મરીને કયાંય ચાલ્યો જઈશે. અહા! તારાં દુઃખ જે તેં સહન કર્યાં તેને જોનારા પણ રોયા એવાં પારવાર દુઃખ તેં અજ્ઞાનભાવે ભોગવ્યાં છે.
આત્મા પૂર્ણાનંદનો નાથ ચૈતન્યસંપદાથી પૂર્ણ ભરેલો અંદર ત્રિકાળ પડયો છે. અને રાગ તો ક્ષણિક માત્ર એક સમયની દશા છે. રાગથી તારી ચીજ અંદર ભિન્ન છે, ભગવાન! રાગ આસ્રવ અને બંધ તત્ત્વ છે, જ્યારે તું નિરાળો જ્ઞાયક અબંધ તત્ત્વ છે, રાગ અચેતન છે, જ્યારે તું ચૈતન્યમય ભગવાનસ્વરૂપ છે. આવું રાગથી ભિન્ન આત્માનું જ્ઞાન તે ભેદજ્ઞાન છે. પ્રભુ! તું જ્યાં છો ત્યાં જા, ત્યાં નજર કર. આ દેહ તો એની સ્થિતિ પૂરી થતાં છૂટી જશે. દેહ કયાં તારી ચીજ છે તે સાથે રહે, અને રાગ પણ કયાં તારો છે તે સાથે રહે! આ મારગડા જુદા છે. પ્રભુ! દુનિયા સાથે મેળ કરવા જઈશ તો મેળ નહિ ખાય. અહીં પોતામાં મેળ ખાય એમ છે.
રાગથી ભિન્ન પડીને આત્માનો અનુભવ થાય ત્યારે જે રાગ છે તેને જાણે તેને વ્યવહાર કહેવાય છે. રાગથી ભેદ પાડયા વિના જે રાગમાં રહે છે એ તો વ્યવહારવિમૂઢ છે. સમયસાર ગાથા ૪૧૩ માં તેને માટે ત્રણ શબ્દો કહ્યા છે. જે અનાદિરૂઢ, વ્યવહારમૂઢ,