Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 929 of 4199

 

સમયસાર ગાથા ૭૯ ] [ ૧પ૭

એમ માનીએ છીએ કે ‘પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળોય છોડાવ્યો છે.’ તો પછી, આ સત્પુરુષો એક સમ્યક્ નિશ્ચયને જ નિષ્કંપપણે અંગીકાર કરીને શુદ્ધજ્ઞાનસ્વરૂપ નિજ મહિમામાં સ્થિરતા કેમ ધરતા નથી?” હું બીજાને જીવાડું, મારું, સુખી-દુઃખી કરું-એવો જે અધ્યવસાન છે તે બધોય જિનભગવાનોએ ત્યાગવા યોગ્ય કહ્યો છે. બીજાને જીવાડી શકું, મારી શકું, સુખ-દુઃખના સંયોગ આપી શકું-એવી માન્યતા છે એ તો મિથ્યાત્વ છે કેમકે તું પરનું કાંઈ કરી શકતો જ નથી એ સિદ્ધાંત છે. તારો આ અધ્યવસાન મિથ્યા છે તેથીએ માન્યતા પણ મિથ્યા છે. આચાર્યદેવ કહે છે કે જિનભગવાનોએ અધ્યવસાન સઘળાય ત્યાગવાયોગ્ય કહ્યા છે માટે અમે એમ માનીએ છીએ કે પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળોય છોડાવ્યો છે. વ્યવહારરત્નત્રયનો રાગ પણ પરાશ્રયભાવ હોવાથી છોડવ્યો છે. આવી વાત છે ત્યાં બીજી વાત (વ્યવહારથી લાભ થાય એવી વાત) કઈ રીતે કરવી ભાઈ?

શરીર, મન, વાણી, ઇન્દ્રિય ઇત્યાદિ તો પર છે. એને આત્મા નિશ્ચયથી ગ્રહતોય નથી અને છોડતોય નથી. આત્મા પરના ગ્રહણ-ત્યાગથી શૂન્ય છે એવી ત્યાગ-ઉપાદાનશૂન્યત્વ નામની આત્મામાં એક શક્તિ છે. માટે આત્મા પરના ગ્રહણ-ત્યાગથી રહિત છે. માટે પરના ગ્રહણ-ત્યાગનો જે રાગ છે એ મિથ્યાબુદ્ધિ છે. અહાહા...! અનંતા તીર્થંકરોએ આમ કહ્યું છે. કહ્યુંછે ને કે વ્યવહાર સઘળોય જિનદેવોએ છોડાવ્યો છે તો સત્પુરુષો એક સમ્યક્ નિશ્ચયને જ નિષ્કંપપણે અંગીકાર કરીને શુદ્ધ જ્ઞાનઘનરૂપ પોતાના મહિમામાં સ્થિતિ કેમ કરતા નથી? નિષ્કંપપણે એટલે અતિ દ્રઢપણે પોતાના સ્વરૂપમાં કેમ સ્થિરતા કરતા નથી? પરાશ્રયથી લાભ થશે એ વાત હવે જવા દે ભાઈ! તારો માર્ગ આ એક જ છે પ્રભુ! કે જ્ઞાનાનંદસ્વરૂપ નિજ શુદ્ધ ચૈતન્ય ભગવાન છે તેમાં સ્થિતિ કર.

શ્રી મોક્ષમાર્ગપ્રકાશકમાં પંડિતપ્રવર શ્રી ટોડરમલજીએ પણ આ જ કહ્યું છે કે-‘નિશ્ચયનય વડે જે નિરૂપણ કર્યું હોય તેને સત્યાર્થ માની તેનું શ્રદ્ધાન અંગીકાર કરવું તથા વ્યવહારનય વડે જે નિરૂપણ કર્યું હોય તેને અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડવું.’ હવે આમાં વ્યવહાર આદરણીય છે એ વાત કયાં રહી? પૂર્ણ વીતરાગભાવ ન થાય ત્યાં સુધી નિશ્ચયની સાથે વ્યવહારનો રાગ હોય ખરો, પણ તે આદરણીય છે કે તેનાથી લાભ થાય છે-એમ વાત જ નથી.

પહેલાં સાંભળ્‌યું ન હોય એટલે ઘણાને આ માર્ગ નવો લાગે છે, પણ આ તો અનાદિથી ચાલ્યો આવતો માર્ગ છે. અનંતા જિન ભગવાનોએ કહેલો એ આ જ માર્ગ છે. મોક્ષમાર્ગપ્રકાશકમાં પાન ૨પપ પર કહ્યું છે કે- ‘જે વ્યવહારમાં સૂતા છે તે યોગી પોતાના કાર્યમાં જાગે છે તથા જે વ્યવહારમાં જાગે છે તે પોતાના કાર્યમાં સૂતા છે.’ અહા! રાગના ભાવમાં જે જાગ્રતપણે ઊભા છે તે નિજકાર્યમાં સૂતા છે. માટે વ્યવહારનું શ્રદ્ધાન છોડી નિશ્ચયનું શ્રદ્ધાન કરવું યોગ્ય છે. વળી ત્યાં કહ્યું છે કે-‘વ્યવહારનય