સમયસાર ગાથા ૮૦-૮૧-૮૨ ] [ ૧૬૧
અહીં અજ્ઞાનીની વાત છે. એટલે મિથ્યાત્વ અને રાગ-દ્વેષના પરિણામને અહીં જીવના પરિણામ કહ્યા છે; અને પુદ્ગલ પરિણામ એટલે જડ કર્મની દશાની વાત છે. તે બન્નેને પરસ્પર નિમિત્તમાત્રપણું છે. એટલે જીવના વિકારી પરિણામ તે પુદ્ગલકર્મના પરિણામનું નિમિત્ત છે અને પુદ્ગલકર્મનો ઉદય તે જીવના રાગ-દ્વેષ પરિણામનું નિમિત્ત છે. છતાં તે બન્નેને કર્તાકર્મપણું નથી એમ કહે છે.
કર્મ બંધાય એમાં જીવનું (વિકારનું) નિમિત્તપણું છે. પણ નિમિત્તપણું એટલે શું? કે નિમિત્ત હોય છે, બસ. નિમિત્ત છે માટે કર્મ બંધાય છે એમ એનો અર્થ નથી. કર્મના પરમાણુઓનો પરિણમન-કાળ છે તેથી તે કર્મરૂપે પરિણમે છે ત્યાર જીવના મિથ્યાત્વ અને રાગ-દ્વેષના પરિણામ નિમિત્તમાત્ર છે. નિમિત્તમાત્ર એટલે ભિન્નપણે ઉપસ્થિત છે.
પંચાસ્તિકાય ગાથા ૬૨માં એમ કહ્યું છે કે સમય સમયના જીવના વિકારી પરિણામ સ્વયં પોતાના ષટ્કારકથી થાય છે. તેમાં પર કારકોની અપેક્ષા નથી. જીવના વિકારી પરિણામ પોતે પોતાથી-પોતાના ષટ્કારકરૂપ પરિણમન થાય છે એમાં જડકર્મના કારકની બીલકુલ અપેક્ષા નથી. આ વિષય પર વર્ષા પહેલાં ચર્ચા ચાલેલી. તો સામે પક્ષેથી કહે કે એ તો અભિન્ન કારકની વાત છે. પણ અભિન્નનો અર્થ શું? ભાઇ! વિકારી પરિણામ પોતે પોતાથી સ્વતંત્ર થાય છે એમ એનો અર્થ છે. લોકોને સ્વતંત્રપણું બેસે નહિ એટલે શું થાય? ભાઇ! સ્વરૂપ બહુ સૂક્ષ્મ છે. નિમિત્ત છે માટે જીવ વિકારપણે પરિણમે છે એમ નથી. અહીં તો નિમિત્તપણું છે બસ એટલું જ સિદ્ધ કરવું છે.
‘જીવપરિણામને નિમિત્ત કરીને પુદ્ગલો કર્મપણે પરિણમે છે અને પુદ્ગલકર્મને નિમિત્ત કરીને જીવ પણ પરિણમે છે.’
જુઓ કર્મરૂપે પરિણમવાનો પુદ્ગલનો કાળ હતો તેજ વખતે અહીં જીવમાં જે શુભાશુભ રાગના પરિણામ હતા તેને નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્તે તેને પરિણમાવ્યા છે એમ નથી. જો નિમિત્ત પરિણમાવી દે તો નિમિત્ત નિમિત્ત રહે નહિ, પણ ઉપાદાન થઇ જાય. કર્મ અને આત્મા બન્ને એક થઇ જાય. અહીં જે જીવ પરિણામ કહ્યા છે તે વિકારી પરિણામની વાત છે. ગાથા ૭પ થી ૭૮માં જે જીવપરિણામ કહ્યા હતા તે નિર્મળ વીતરાગી પરિણામની વાત હતી. ત્યાં ભેદજ્ઞાનીના પરિણામની વાત હતી. આ અજ્ઞાનીના પરિણામની વાત છે. જ્યાં જે જે જેમ છે ત્યાં તે તેમ સમજવું જોઇએ. અહીં કહે છે કે જીવના પરિણામને નિમિત્ત કરીને એટલે કે જીવના જે મિથ્યાત્વ અને રાગદ્વેષના પરિણામ છે તેને નિમિત્ત કરીને પુદ્ગલો કર્મરૂપે પરિણમે છે. પરમાણુઓ જે