Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 935 of 4199

 

સમયસાર ગાથા ૮૦-૮૧-૮૨ ] [ ૧૬૩

હોય તેટલા પ્રમાણમાં દર્શનમોહ કર્મ બંધાય છે. છતાં આને લઇને કર્મ બંધાય છે એમ નથી. હવે કહે છે-‘એમ જીવના પરિણામને અને પુદ્ગલના પરિણામને અન્યોન્ય હેતુપણાનો ઉલ્લેખ હોવા છતાં પણ જીવ અને પુદ્ગલને પરસ્પર વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે જીવને પુદ્ગલપરિણામો સાથે અને પુદ્ગલકર્મને જીવપરિણામો સાથે કર્તા કર્મપણાની અસિદ્ધિ હોઇને, માત્ર નિમિત્તનૈમિત્તિકભાવનો નિષેધ નહિ હોવાથી, અન્યોન્ય નિમિત્તમાત્ર થવાથી જ બન્નેના પરિણામ થાય છે. જીવ-પુદ્ગલના પરિણામનો પરસ્પર નિમિત્તપણાનો ઉલ્લેખ હોવા છતાં વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે. એટલે જીવ વિકાર કરે તે વ્યાપક અને જડ કર્મની અવસ્થા થાય તે વ્યાપ્ય એમ નથી. તે જ પ્રમાણે કર્મનો ઉદય તે વ્યાપક અને જીવના પરિણામ તે એનું વ્યાપ્ય એમ પણ નથી. પરસ્પર વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવાથી જીવને પુદ્ગલ પરિણામ સાથે અને પુદ્ગલને જીવપરિણામ સાથે કર્તાકર્મપણાની અસિદ્ધિ છે. કર્મનું નિમિત્ત છે તેણે જીવને રાગ કરાવ્યો અને જીવે રાગ કર્યો માટે જડકર્મ બંધાયું-એમ કર્તાકર્મ ભાવનો બન્નેને અરસપરસ અભાવ છે. માત્ર નિમિત્તનૈમિત્તિકભાવનો નિષેધ નથી. એકબીજાને નિમિત્તનૈમિત્તિકભાવ છે. અન્યોન્ય નિમિત્તમાત્ર થવાથી જ બન્ને ના પરિણામ થાય છે. પ્રથમ પોતાની વસ્તુ સ્વતંત્ર છે એની ખબર વિના ધર્મ કેમ થાય? ધર્મ કરનારને પ્રથમ ખ્યાલ હોવો જોઇએ કે અજ્ઞાનભાવે જેટલા વિકારી પરિણામ થાય છે તે મારાથી સ્વતંત્ર થાય છે; અને તે કાળે જડ કર્મની પરિણતિનું કાર્ય પુદ્ગલથી ત્યાં સ્વતંત્ર થાય છે. મને રાગ- દ્વેષ થયા માટે ત્યાં જડકર્મનું પરિણમન થાય છે એમ નથી. પ્રથમ પર્યાયમાં વિકારની સ્વતંત્રતા મારાથી છે અને કર્મની પર્યાયમાં કર્મની સ્વતંત્રતા છે એમ લક્ષમાં આવવું જાઇએ. જીવ અને પુદ્ગલને પરસ્પર વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે. તેથી એકબીજાના નિમિત્તપણાનો ઉલ્લેખ એટલે કથન હોવા છતાં પરસ્પર કર્તાકર્મભાવ નથી. જીવના રાગ-દ્વેષ કર્મમાં નિમિત્ત હો, તેમ કર્મનો ઉદય જીવના રાગદ્વેષનું નિમિત્ત હો; પરંતુ જીવે જે વિકારી પરિણામ કર્યા તે કર્મબંધનની પર્યાયનો કર્તા છે એમ નથી તથા કર્મનો ઉદય વિકારી ભાવનો કર્તા છે એમ પણ નથી. જીવે પોતાના મિથ્યાત્વ અને રાગદ્વેષના પરિણામ સ્વતંત્રપણે કર્યા ત્યારે પુદ્ગલ સ્વયં સ્વતંત્રપણે કર્મપર્યાયપણે થયા છે. તે જ પ્રમાણે કર્મ પોતે સ્વતંત્રપણે ઉદયરૂપ થયા ત્યારે જીવ સ્વતંત્રપણે મિથ્યાત્વ અને રાગદ્વેષરૂપે પરિણમ્યો છે. આમ બન્નેનું પરિણમન સ્વતંત્ર છે. ભાઇ! હજુ પર્યાયની સ્વતંત્રતા જેને બેસતી નથી તેને દ્રવ્ય જે વ્યક્ત નથી તેની સ્વતંત્રતાની વાત કેમ બેસે? પોતાની જે પ્રગટ પર્યાય તે સ્વતંત્ર છે, પરને લઇને નથી.