સમયસાર ગાથા ૮૦-૮૧-૮૨ ] [ ૧૬પ
પંડિત બનારસીદાસજીએ જિનવાણી વિષે કાવ્ય લખ્યું છે. એમાં કહે છે કે-
આ ૐકારવાણી-જિનવાણી અમૂલ્ય છે, ચૂલ એટલે મનોહર છે અને સાંભળનારને આનંદરસની દેનારી છે. આ ૐધ્વનિ મુખની શોભા છે.
જે ૐકારધ્વનિમાં બાર અંગના વિચાર ભર્યો છે એ ભગવાનની વાણી એમ કહે છે કે-જીવના વિકારી પરિણામ પોતાથી સ્વતંત્ર થાય છે ત્યારે તે કાળે પુદ્ગલો સ્વયં જડકર્મની પર્યાયપણે પરિણમે છે. વિકારી પરિણામ તેમાં નિમિત્તમાત્ર છે, પરંતુ એ નિમિત્તને લઇને કર્મબંધન થયું છે એમ નથી, કર્તાકર્મભાવ નથી.
તત્ત્વાર્થસૂત્રમાં આવે છે કે છ પ્રકારના પરિણામ જીવ કરે એનાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. એનો અર્થ એ છે કે જીવના પરિણામ અને પુદ્ગલના પરિણામને નિમિત્તનૈમિત્તિક સંબંધ છે. એટલે કે કર્મબંધનની પરિણતી સ્વકાળે પોતાથી થઇ તો રાગદ્વેષના પરિણામ ત્યાં નિમિત્ત છે-બસ એટલી વાત છે. પરંતુ જીવને રાગદ્વેષ થયા માટે કર્મબંધન થયું એમ નથી. ભાઇ! ૐકાર ધ્વનિમાં આવેલી વાત છે.
કહે છે કે માત્ર નિમિત્તનૈમિત્તિકભાવનો નિષેધ નહિ હોવાથી અન્યોન્ય નિમિત્તમાત્ર થવાથી જ બન્નેના પરિણામ થાય છે. આત્મા કર્મરૂપ પુદ્ગલના ગુણોને કરતો નથી, તેવી રીતે કર્મ આત્માના રાગદ્વેષાદિ શુભાશુભ ભાવોને કરતું નથી. બન્નેના પરિણામ પરસ્પર નિમિત્તમાત્ર થવાથી જ થાય છે, કર્તા નહિ. જીવના વિકારી પરિણામમાં કર્મનો ઉદય નિમિત્તમાત્ર છે, કર્તા નહિ.
પ્રશ્નઃ– કર્મનો ઉદય આવે તો વિકાર કરવો જ પડે ને?
ઉત્તરઃ– કર્મનો ઉદય આવે તો વિકાર કરવો જ પડે એ માન્યતા યથાર્થ નથી. શ્રી જયસેનાચાર્યની ટીકામાં (પ્રવચનસાર ગાથા ૪પમાં) આવ્યું છે કે કર્મનો ઉદય હોવા છતાં શુદ્ધ ઉપાદાનપણે આત્મા પરિણમે તો કર્મનો ઉદય છૂટી જાય છે, નવીન બંધ થતો નથી. જીવ સ્વભાવ સન્મુખતા કરે, સ્વમાં ઝુકે તો કર્મનો ઉદય હોવા છતાં કર્મની નિર્જરા થઇ જાય છે. જો કર્મના ઉદયથી બંધ થાય તો સંસારીઓનો કર્મનો ઉદય સદાય રહેતો હોવાથી સદા બંધ જ રહે, મોક્ષ ન થાય; પણ એમ નથી.
હવે કહે છે-‘તે કારણે, જેમ માટી વડે ઘડો કરાય છે તેમ પોતાના ભાવ વડે પોતાનો ભાવ કરાતો હોવાથી, જીવ પોતાના ભાવનો કર્તા કદાચિત્ છે, પરંતુ જેમ