સમયસાર ગાથા ૮૦-૮૧-૮૨ ] [ ૧૬૭
અહીં કહે છે કે-જેમ માટી વડે ઘડો કરાય છે તેમ પોતાના ભાવ વડે પોતાનો ભાવ કરાતો હોવાથી, જીવ પોતાના ભાવનો કર્તા કદાચિત્ છે. વિકારી ભાવનો કર્તા કદાચિત્ જીવ છે. કદાચિત્ એટલે જ્યાંસુધી રાગથી ભિન્ન પડી સમ્યગ્દર્શન પ્રગટ ન કરે ત્યાં સુધી અજ્ઞાનભાવે અજ્ઞાની જીવ રાગનો કર્તા થાય છે. કદાચિત્ એટલે અજ્ઞાનદશામાં જીવ રાગનો કર્તા છે. (સમ્યગ્દર્શન થયા પછી જ્ઞાની ધર્મી જીવ જ્ઞાન પરિણામનો કર્તા થાય છે).
અરે જીવ! તું કેટકેટલા દુઃખમાં અનાદિથી ઘેરાઇ ગયો છે! ભાવપાહુડમાં તો એમ કહ્યું છે કે-પ્રભુ! અજ્ઞાનના કારણે તારાં એટલાં મરણ થયાં કે તારા મરણના કાળે તારાં દુઃખ જોઇને તારી માતાએ રડીને જે આસું સાર્યાં તે એકઠાં કરીએ તો દરિયાના દરિયા ભરાય. આવા તો મનુષ્યપણાના અનંત ભવ કર્યા. તેમ નરકમાં, સ્વર્ગમાં, ઢોરમાં, તિર્યંચમાં, નિગોદાદિમાં અનંત-અનંત ભવ કર્યા. અહા! દુઃખ જ દુઃખમાં તારો અનંતકાળ નિજસ્વરૂપના ભાન વિના ગયો. અંદર સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છેે; તેની દ્રષ્ટિ કરી નહિ અને મિથ્યાત્વ અને રાગ-દ્વેષના ભાવ કરી કરીને તેં અનંત દુ‘ખ સહ્યાં. એ દુઃખની વાત કેમ કરવી! માટે હે ભાઇ! તું અંતર્દષ્ટિ કર, જિનભાવના ભાવ.
વળી, જેમ માટી વડે કપડું કરી શકાતું નથી તેમ પોતાના ભાવ વડે પરભાવનું કરાવું અશકય હોવાથી, જીવ પુદ્ગલભાવોનો કર્તા તો કદી પણ નથી એ નિશ્ચય છે. માટી પોતાનો ભાવ એટલે ઘડાની પર્યાયને કરે છે, પણ માટી વડે કપડું કરી શકાતું નથી. માટી કર્તા અને કપડું એનું કાર્ય એમ બનતું નથી. કેવું દ્રષ્ટાંત આપ્યું છે! તેમ જીવ વિકારના ભાવને કરે પણ કર્મની પર્યાયને કરે એ અશકય છે. તેમ જડ કર્મના ભાવ વડે કર્મનો ભાવ થાય પણ કર્મના ભાવ વડે જીવનો વિકારી ભાવ કરાવો અશકય છે. સીમંધર ભગવાનની પૂજામાં આવે છે કે-
એકલી અગ્નિને કોઇ મારતું નથી, પણ લોહનો સંસર્ગ કરે તો અગ્નિને ઘણના ઘા ખાવા પડે છે. તેમ એકલો આત્મા, પરનો સંબંધ કરી રાગ-દ્વેષ ન કરે તો દુઃખને પાપ્ત ન થાય. પણ નિમિત્તના સંગે પોતે રાગ દ્વેષ કરે તો ચારગતિના દુઃખના ઘણ ખાવા પડે, ચારગતિમાં રઝળવું પડે. અરે ભાઇ! રાગદ્વેષની એકતાનું અનંત દુઃખ છે અને એવાં અનંત દુઃખ તેં ભોગવ્યાં છે.
અહીં તો સ્પષ્ટ વાત છે કે આત્મા પોતાના ભાવને કરતો હોવાથી વિકારીભાવોનો કર્તા અજ્ઞાનપણે આત્મા છે. પરંતુ જેમ માટી વડે કપડું કરી શકાતું નથી તેમ પોતાના વિકારીભાવ વડે કર્મબંધન થતું નથી. તેવી જ રીતે જડ કર્મના ભાવ વડે કર્મનો ભાવ