Pravachan Ratnakar (Gujarati). Gatha: 84.

< Previous Page   Next Page >


PDF/HTML Page 967 of 4199

 

ગાથા–૮૪

अथ व्यवहारं दर्शयति–

ववहारस्स दु आदा पोग्गलकम्मं करेदि णेयविहं।
तं चेव पुणो वेयइ पोग्गलकम्मं
अणेयविहं।। ८४।।

व्यवहारस्य त्वात्मा पुद्गलकर्म करोति नैकविधम्।
तच्चैव
पुनर्वेदयते पुद्गलकर्मानेकविधम्।। ८४।।

હવે વ્યવહાર દર્શાવે છેઃ-

આત્મા કરે વિધવિધ પુદ્ગલકર્મ–મત વ્યવહારનું,
વળી તે જ પુદ્ગલકર્મ આત્મા ભોગવે વિધવિધનું. ૮૪.

ગાથાર્થઃ– [व्यवहारस्य तु] વ્યવહારનયનો એ મત છે કે [आत्माः] આત્મા [नैकविधम्] અનેક પ્રકારના [पुद्गलकर्म] પુદ્ગલકર્મને [करोति] કરે છે [पुनः च] અને વળી [तद् एव] તે જ [अनेकविधम्] અનેક પ્રકારના [पुद्गलकर्म] પુદ્ગલકર્મને [वेदयते] તે ભોગવે છે.

ટીકાઃ– જેમ, અંદરમાં વ્યાપ્યવ્યાપકભાવથી માટી ઘડાને કરે છે અને ભાવ્યભાવકભાવથી માટી જ ઘડાને ભોગવે છે તોપણ, બહારમાં, વ્યાપ્યવ્યાપકભાવથી ઘડાના સંભવને અનુકૂળ એવા (ઇચ્છારૂપ અને હસ્તાદિકની ક્રિયારૂપ પોતાના) વ્યાપારને કરતો અને ઘડા વડે કરેલો પાણીનો જે ઉપયોગ તેનાથી ઊપજેલી તૃપ્તિને (પોતાના તૃપ્તિભાવને) ભાવ્યભાવકભાવ વડે અનુભવતો-ભોગવતો એવો કુંભાર ઘડાને કરે છે અને ભોગવે છે એવો લોકોનો અનાદિથી રૂઢ વ્યવહાર છે; તેવી રીતે, અંદરમાં વ્યાપ્યવ્યાપકભાવથી પુદ્ગલદ્રવ્ય કર્મને કરે છે અને ભાવ્યભાવકભાવથી પુદ્ગલદ્રવ્ય જ કર્મને ભોગવે છે તોપણ, બહારમાં, વ્યાપ્યવ્યાપકભાવથી અજ્ઞાનને લીધે પુદ્ગલકર્મના સંભવને અનુકૂળ એવા (પોતાના રાગાદિક) પરિણામને કરતો અને પુદ્ગલકર્મના વિપાકથી ઉત્પન્ન થયેલી વિષયોની જે નિકટતા તેનાથી ઊપજેલી (પોતાની) સુખદુઃખરૂપ પરિણતિને ભાવ્યભાવકભાવ વડે અનુભવતો-ભોગવતો એવો જીવ પુદ્ગલકર્મને કરે છે અને ભોગવે છે એવો અજ્ઞાનીઓનો અનાદિ સંસારથી પ્રસિદ્ધ વ્યવહાર છે.

ભાવાર્થઃ– પુદ્ગલકર્મને પરમાર્થે પુદ્ગલદ્રવ્ય જ કરે છે; જીવ તો પુદ્ગલકર્મની ઉત્પત્તિને અનુકૂળ એવા પોતાના રાગાદિક પરિણામોને કરે છે. વળી પુદ્ગલદ્રવ્ય જ પુદ્ગલકર્મને ભોગવે છે; જીવ તો પુદ્ગલકર્મના નિમિત્તથી થતા પોતાના રાગાદિક ________________________________________________________________________ ૧. સંભવ=થવું તે; ઉત્પત્તિ