Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 969 of 4199

 

સમયસાર ગાથા ૮૪ ] [ ૧૯૭

તથા જે રાગને ઉપાદેય માનીને રાગની રુચિમાં પડયા છે તેમને આત્મા હેય છે. સૂક્ષ્મ વાત છે ભાઈ! રાગ હેય છે એમ તો આવે છે પણ અહીં તો રાગની રુચિવાળાને આત્મા હેય છે એમ કહ્યુું છે.

આ અંતરના માર્ગની ઝીણી વાત છે લોકો રાડ નાખે પણ શું થાય? દય, દાન, વ્રત, ભક્તિ આદિનો રાગ વિભાવભાવ છે. તે તે સ્વભાવથી વિપરીત ભિન્ન ચીજ છે. તે વિભાવનો જે કર્તા થાય છે, તેનું વિભાવનું પરિણમન નવા કર્મના બંધમાં નિમિત્ત થાય છે; ત્યાં અજ્ઞાની માને છે કે નવાં કર્મ મે બાંધ્યાં. તેવી જ રીતે અજ્ઞાની જે હરખ-શોક ભોગવે છે તેમા કર્મનું નિમિત્ત છે ત્યાં અજ્ઞાની માને છે કે હું કર્મ ભોગવું છું. આ તેની જૂઠી માન્યતા છે.

અહીં બે દ્રવ્યો વચ્ચે ભેદજ્ઞાન કરાવવું છે. રાગનું પરિણમન અજ્ઞાની વ્યાપ્યવ્યાપકપણે પોતામાં પોતે કરે છે. રાગ મારું વ્યાપ્ય કર્મ અને રાગનો હું વ્યાપક કર્તા એમ અજ્ઞાની માને તો તે વાત અજ્ઞાનપણે ઠીક છે. અજ્ઞાની પોતાની ચીજને ભૂલીને વિકારનું પરિણમન વ્યાપ્યવ્યાપકભાવથી કરે છે એ વાત અજ્ઞાનદશામાં તો બરાબર છે. પરંતુ તેનું વિકારી પરિણમન નવા કર્મબંધમાં નિમિત્ત છે ત્યાં નિમિત્ત દેખીને મેં કર્મ બાંધ્યાં એવું જે અજ્ઞાની માને છે તે વિપરીત છે. હબખશોકના ભોગના કાળે કર્મ એમાં નિમિત્ત છે. તેથી કર્મ હું ભોગવું છું એમ તે માને છે એ વિપરીત છે.

અહીં તો પરનો કર્તા જીવ નથી એવું ભેદજ્ઞાન કરાવીને કર્મબંધનના કાળમાં જ્ઞાની (આત્મા) તેનું નિમિત્ત પણ નથી એ વાત સિદ્ધ કારવી છે. અહા! કર્મબંધનમાં આત્મદ્રવ્ય નિમિત્ત નથી એવો એનો સ્વાભવ છે. સમયસાર ગાથા ૧૦પ માં આવે છે કે -‘ ‘આ લોકમાં ખરેખર આત્મા સ્વભાવથી પૌદ્ગલિક કર્મને નિમિત્તભૂત નહિ હોવા છતાં પણ, અનાદિ અજ્ઞાનને લીધે પૌદ્ગલકિ કર્મને નિમિત્તરૂપ થતાં એવા અજ્ઞાનભાવે પરિણમતો હોવાથી નિમિત્તભૂત થતાં, પૌદ્ગલિક કર્મ ઉત્પન્ન થાય છે, તેથી ‘પૌદ્ગલિક કર્મ આત્માએ કર્યું’ એવો નિર્વિકલ્પ વિજ્ઞાનઘનસ્વભાવથી ભ્રષ્ટ, વિકલ્પપરાયણ અજ્ઞાનીઓનો વિકલ્પ છે; તે વિકલ્પ ઉપચાર જ છે, પરમાર્થ નથી.” અજ્ઞાની માનીલે છે કે હું કર્મબંધનનો કર્તા અને ભોક્તા છું ખરેખર એમ નથી. માત્ર ઉપચારથી જ અજ્ઞાનને કર્મબંધનનો કર્તા કહેવામાં આવે છે.

આત્મા સ્વભાવથી પૌદ્ગલિક કર્મનું નિમિત્ત નથી. દ્રવ્ય નિમિત્ત કેમ હોય? દ્રવ્ય નિમિત્ત નથી તો જેની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે એવો જ્ઞની પણ નવા કર્મબંધમાં નિમિત્ત નથી.

ભગવાન! વીતરાગનો માર્ગ બહું સૂક્ષ્મ છે. આ બહારનાં રૂપાંળાં શરીર વગેરેનાં જે આકર્ષણ (રુચિ) થાય છે એ બધો મિથ્યાત્વભાવ છે. અંદર પૂર્ણાનંદનો નાથ પરમાત્મા ત્રિકાળ સુંદર પડયો છે તેનું આકર્ષણ (રુચિ) છોડીને પરવસ્તુમાં આકર્ષણ