સમયસાર ગાથા ૮૪ ] [ ૧૯૯
બે કારણ કહ્યાં છે ને?
હા, એક યથાર્થ કારણ છે અને બીજું ઉપચારથી કારણ છે. અજ્ઞાની વ્યાપ્યવ્યાપકપણે રાગને કરે છે. રાગનો વ્યાપક આત્મા અને રાગ એનું વ્યાપ્ય એમ અજ્ઞાનપણે છે. તે રાગ નવા કર્મબંધમાં નિમિત્ત છે. ત્યાં નિમિત્ત દેખીને મેં કર્મ બાંધ્યાં એમ અજ્ઞાની માને છે. અજ્ઞાનીએ કર્યા છે તો રાગ-દ્વેષ; તથાપિ કર્મબંધને મેં કહ્યું એવો તેનો જે વિકલ્પ છે તે ઉપચાર જ છે, પરમાર્થ નથી. આ વાત ગાથા ૧૦પ માં આવે છે.
જડકર્મના બંધની પર્યાયનો કર્તા આત્મા છે એમ બીલકુલ છે જ નહિ. કર્મબંધની જે પર્યાય થઈ તે પુદ્ગલજનું વ્યાપ્ય છે અને પુદ્ગલ તેમાં વ્યાપક એટલે કર્તા છે. એ આત્માનં વ્યાપ્ય કર્મ છે જ નહિ. અજ્ઞાની જેટલા રાગદ્વેષ કરે તેટલા પ્રમાણમાં નવા કર્મનો બંધ થાય છે. ત્યાં રાગદ્વેષમાં અજ્ઞાનીને વ્યાપ્યવ્યાપકપણું છે પણ કર્મબંધ સાતે એને વ્યાપ્યવ્યાપકપણું નથી. અજ્ઞાની રાગાદિ કરે છે, પણ કર્મબંધનનું કામ કરે છે એમ છે જ નહિ. અહીં તો એમ સિદ્ધ કરવું છે કે જે રાગ-દ્વેષને ઉપાદેય માનીને પરિણમે છે. એવા અજ્ઞાનીનું પરિણમન નવા કર્મબંધનમાં નિમિત્ત થાય છે. અરે! જેને ભગવાન આત્મા હેય થઈ ગયો છે એવો અજ્ઞાની જીવ નવન કર્મબંધનનું નિમિત્ત થાય છે. અરે પ્રભુ! આવો અવતા મળ્યો એમાં પોતાની શુદ્ધ ત્રિકાળી ચીજની દ્રષ્ટિ ન થઈ તો તારા ઉતારા કયાં થશે? પછી તને શરણ નહિ મે હોં! ભગવાન! હમણાં જ આ સમજણ કરી લેવા યોગ્ય છે.
કહે છે-અંદરમાં વ્યાપ્યવ્યાપકભાવથી માટી ઘડાને કરે છે અને ભાવ્યભાવકભાવથી માટી જ ઘડાને ભોગવે છે. જુઓ, માટી જ ઘડાનો કર્તા અને ભોક્તા છે, કુંભાર નહિ. માટી કર્તા થઈને ઘડારૂપ કાર્યને કરે છે અને માટી પોતે ભાવ્ય નામ ભોગવવા યોગ્ય ઘડારૂપ પર્યાયને ભાવકપણે ભોગવે છે. શ્રી અકલંકદેવ તત્ત્વાર્થરાજવાર્તિકમાં આ વાત લીધી છે કે પુદ્ગલ પણ પુદ્ગલને ભોગવે છે. પુદ્ગલમાં પણ ભોક્તા નામની શક્તિ છે. પુદ્ગલ પોતાની પર્યાયને કરે છે અને પોતાની પર્યાયને ભોગવે છે. અહાહા...! જૈનદર્શન બહુ સૂક્ષ્મ છે ભાઈ! તે સમજવા ઉપાયોગ સૂક્ષ્મ રાખીને ઘણો પ્રયત્ન કરવો જોઈએ. અનંતકાળમાં પોતાની વાસ્તવિક ચીજ શું છે તે લક્ષમાં લીધું નથી એટલે દુર્લભ લાગે પણ અશકય નથી; દુર્લભ તો છે.
માટી ઘડાની પર્યાયને કરે છે અને માટી ઘડાની પર્યાયને ભોગવે છે. અહીં ઘડાની પર્યાય માટી અંતર્વ્યાપક કહેલ છે એટલે બાહ્યવ્યાપક બીજી ચીજ છે એમ અર્થ નથી. બહારમાં બીજી ચીજ-કુંભાર તો પોતામાં વ્યાપ્યવ્યાપકભાવથી ઘડાની ઉત્પત્તિને અનુકૂળ એવા, ઈચ્છારૂપ અને હસ્તાદિની ક્રિયારૂપ, પોતાના વ્યાપારનેકરે છે અને ઘડા વડે કરેલો પાણીનો જે ઉપયોગ તેનાથી ઉપજેલી તૃપ્તિને ભાવ્યભાવકભાવથી ભોગવે છે.