૨૦૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪
આ તો બહુ ગંભીર શાસ્ત્ર છે. સમયસાર જગતનું અજોડ ચક્ષુ છે. તેને સમજવા ધ્યાનથી બહુ અભ્યાસ કરવો જોઈએ. સંસારના ભણતરમાં બી. એ. એમ. એ. આદિ થવામાં કેટલાં વર્ષ મહેનત કરે છે! છતાં એ તો બધું અજ્ઞાન જ છે. અરે ભાઈ! અનંતવાર એ બધું કર્યું છે. આ તત્ત્વજ્ઞાનના અભ્યાસ માટે વખત લેવો જોઈએ. કુંભાર ઘડાની ઉત્પત્તિમાં અનુકૂળ એવા ઈચ્છારૂપ અને હસ્તાદિકની ક્રિયારૂપ પોતાના વ્યાપારને કરે છે. અને ઘડાના ઉપયોગથી ઉપજેલી તૃપ્તિને કુંભાર અનુભવે-ભોગવે છે. એવો કુંભાર ઘડાને કરે છે અને ભોગવે છે એવો લોકોનો અનાદિથી રૂઢ વ્યવહાર છે. અંદરમાં માટી ઘડાની પર્યાયને કરે છે અને ઘડાની પર્યાયને ભોગવે છે. બહારમાં કુંભાર પોતાની ઈચ્છા અને યોગના કંપનરૂપ પોતાના કાર્યને વ્યાપ્યવ્યાપકભાવથી કરે છે અને ઘડાના ઉપયોગથી ઉપજેલી તૃપ્તિને પોતે ભોગવે છે. આ દેખીને અજ્ઞાનની એમ લાગે છે કે ઘડાનો કર્તા અને ઘડાનો ભોક્તા કુંભાર છે. આવું માનનાર મિથ્યાદ્રષ્ટિ છે. ઘડાની પર્યાયમાં વ્યાપ્યવ્યાપક અને ભાવ્યભાક પુદ્ગલ છે. આત્મા (કુંભાર) ઘડાને કરે છે અને ભાવ્યભાવકપણે ભોગવે છે એમ છે જ નહિ. આ દ્રષ્ટાંત થયું. હવે સિદ્ધાંત કહે છે. - ‘તેવી રીતે, અંદરમાં વ્યાપ્યવ્યાપકભાવથી પુદ્ગલદ્રવ્ય કર્મને કરે છે અને ભાવ્યભાવકભાવથી પુદ્ગલદ્રવ્ય જ કર્મને ભોગવે છે.’ જુઓ, પુદ્ગલ વ્યાપક અને કર્મ એનું વ્યાપ્ય છે. તેથી જડકર્મને વ્યાપ્યવ્યાકભાવે પુદ્ગલ કરે છે. અને પુદ્ગલદ્રવ્ય જ કર્મને ભોગવે છે. પુદ્ગલ પોતે ભાવ્ય એટલે ભોગવવા યોગય કર્મની અવસ્થાને ભાવકપણે ભોગવે છે. પુદ્ગલદ્રવ્યમાં એવી ભોક્તા શક્તિ છે જેથી પુદ્ગલ કર્મને ભોગવે છે. કર્મની પ્રકૃતિબંધના ચાર પ્રકાર છેઃ પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને અનુભાગબંધ. તત્ત્વાર્થસૂત્રમાં આવે છે - ‘विपाको अनुभवः’ કર્મના વિપાકોના અનુભવ જીવ કરે છે. પણ આ તો વ્યવહારનું નિમિત્તથી કથન છે. ખરેખર કર્મનો અનુભવ જીવ કરતો નથી. કર્મનો વિપાક તો કર્મમાં છે. જીવ તો પોતાના રાગદ્વેષનો અનુભવ કરે છે. અહીં કહે છે કે વ્યાપ્યવ્યાપકભાવથી પુદ્ગલ કર્મનું કર્તા છે અને ભાવ્યભાવકભાવથી પુદ્ગલ જડકર્મનું ભોક્તા છે ‘તોપણ, બહારમાં, વ્યાપ્યાપકભાવથી અજ્ઞાનને લીધુ પુદ્ગલકર્મના સંભવને અનુકૂળ એવા પોતાના રાગાદિક પરિણામને કરતો અને પુદ્ગકર્મના વિપાકથી ઉત્પન્ન થયેલી વિષયોની જે નિકટતા તેનાથી ઊપજેલી પોતાની સુખદુઃખરૂપ પરિણતિને ભાવ્યભાવકભાવ વડે અનુભવતો-ભોગવતો એવો જીવ પુદ્ગલકર્મને કરે છે અને ભોગવે છે એવો અજ્ઞાનીઓનો સંસારથી પ્રસિદ્ધ વ્યવહારછે.’ બહારમાં જીવ અજ્ઞાના કારણે વ્યાપ્યવ્યાપકભાવથી પોતાના રાગાદિક પરિણામને કરે છે, અને વિષયોની નિકટતાથી ઊપજેલી પોતાની સુખદુઃખરૂપ પરિણતિને ભાવ્યભાવક-