સમયસાર ગાથા ૮૪ ] [ ૨૦૧
ભાવથી જીવ ભોગવે છે. જેમ ઘડાની અવસ્થામાં કુંભારનો રાગ વ્યાપક છે એમ નથી તેમ પુદ્ગલકર્મની અવસ્થામાં જીવનો રાગ વ્યાપક થઈને પુદ્ગલકર્મ કરે છે એમ નથી. પુદ્ગલદ્રવ્ય જ વ્યાપ્યવ્યાપકપણે કર્મ કરે છે અને પુદ્ગલદ્રવ્ય જ ભાવ્યભાવકભાવથી જડ કર્મને ભોગવે છે. જે કાળે જડકર્મનો પુદ્ગલકર્તા અને ભોક્તા થાય છે તે કાળમાં જીવ તેને અનુકૂળ રાગ-દ્વેષ કરે છે. નિમિત્તને અનુકૂળ કહેવામાં આવે છે, અને સામેની ચીજ ઉપાદાનને અનુરૂપ કહેવામાં આવે છે. ગાથા ૮૬માં અનુકૂળ અને અનુરૂપની વાત આવે છે. નૈમિત્તિકને અનુરૂપ કહે છે. કર્મ પોતાથી બંધાય છે તેમાં અજ્ઞાનીના રાગ-દ્વેષ અનુકૂળ છે એટલે નિમિત્ત છે.
આ તો સિદ્ધાંતની ભાષા છે. થોડા શબ્દોમાં ગંભીર ભાવો ભર્યા છે. જડકર્મ પોતામાં પોતાના કારણે વ્યાપ્યવ્યાપકપણે એટલે કર્તાકર્મપણે પરિણમે છે. તેમાં જીવના વિકારી પરિણામ અનુકૂળ નિમિત્ત છે. તેમ જડકર્મ પોતામાં ભાવ્યભાવકપણે પોતાને ભોગવે છે. ત્યાં જીવના વિકારી પરિણામ અનુકૂળ નિમિત્ત છે. કર્તા-ભોક્તાપણે પુદ્ગલકર્મની અવસ્થા તો પોતે પોતાથી થઈ છે તે કાળે જીવના રાગાદિ પરિણામ અનુકૂળ નિમિત્ત છે. નિમિત્ત છે તો પુદ્ગલકર્મની પર્યાય થઈ છે એમ નથી. આવી વસ્તુ છે, ભાઈ! થોડો ન્યાય ફરે તો આખી વસ્તુ ફરી જાય. જેમ કોઈ નદીના કાંઠે ઊભો રહીને પાણીને જુએ તેમ પુદ્ગલમાં જ્યારે કાર્ય થાય છે ત્યારે નજીકમાં કાંઠે રહેલી જે ભિન્ન ચીજ છે તેને એનું નિમિત્ત કહેવામાં આવે છે. આવી સર્વજ્ઞ પરમેશ્વરની દિવ્યધ્વનિમાં આવેલી આ વાત છે.
પ્રથમ માટીનું દ્રષ્ટાંત આપીને સિદ્ધાંત સમજાવ્યો છે. કર્મની જ્ઞાનાવરણરૂપ જે અવસ્થા થાય તેમાં પરમાણુ પોતે અંતર્વ્યાપક થઈને વ્યાપ્ય કર્મની પર્યાયને કરે છે, તેમાં જીવનો રાગ નિમિત્ત છે. તેમ વિપાકને પ્રાપ્ત થયેલી તે કર્મની પર્યાય છૂટી જાય છે ત્યાં પુદ્ગલ તે કર્મની પર્યાયને ભોગવે છે. કર્મની અવસ્થા ભાવ્ય અને પુદ્ગલ તેનું ભાવક છે; અને તેમાં અજ્ઞાનીનો રાગ તેને અનુકૂળ નિમિત્ત છે. તે રાગને કરતો અને વિષયોની નિકટતાથી ઊપજેલી પોતાની સુખદુઃખરૂપ પરિણતિને ભોગવતો (અજ્ઞાની) જીવ પુદ્ગલકર્મને કરે છે અને ભોગવે છે એવો અજ્ઞાનીઓનો અનાદિ સંસારથી પ્રસિદ્ધ વ્યવહાર છે, અને તે જૂઠો વ્યવહાર છે.
જુઓ, અજ્ઞાની ભાવ્યભાવકભાવથી વિષયોની નિકટતાથી ઊપજેલી પોતાની સુખદુઃખરૂપ પરિણતિને ભોગવે છે પણ વિષયોને ભોગવતો નથી. સ્ત્રીના શરીરને, દાળ- ભાત-લાડુને કે મોસંબી ના રસને તે ભોગવતો નથી. સ્ત્રી, શરીર, કુટુંબ, ધનસંપત્તિ ઈત્યાદિ જે નિકટ આવ્યાં છે તેમાં લક્ષ કરીને અજ્ઞાની પોતાના હરખશોકના પરિણામને ભાવ્યભાવકપણે ભોગવે છે પણ તે પર પદાર્થોને ભોગવતો નથી. વીંછીના ડંખને તે ભોગવતો