૨૦૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪
નથી પણ તે ડંખ -સમયે જે દ્વેષ ના વિકારી પરિણામ થાય તેને તે ભોગવે છે. કર્મવિપાકને અનુકૂળ જે જે કલ્પના થાય તેને તે અનુભવે છે. અનુકૂળનો અર્થ નિમિત્ત છે, પણ નિમિત્ત કર્તા નથી. ઈષ્ટોપદેશ ગાથા ૩પ માં આવે છે કે કાર્યની ઉત્પત્તિમાં જે અનુકૂળ નિમિત્ત હોય છે તે બધાં ધર્માસ્તિકાયવત્ ઉદાસીન નિમિત્ત છે. પ્રેરક નિમિત્ત હો કે ઉદાસીન. કાર્યની ઉત્પત્તિમાં તે ઉદાસીન નિમિત્ત જ છે. પરને નિકટ દેખીને હું પરને ભોગવું છું એવી માન્યતા અજ્ઞાન છે, મિથ્યાત્વ છે.
આવી પરમ સત્ય વાત બહાર આવી છે. કોઈ ન માને તો ન માનો, વા આ તો નિશ્ચય છે એમ કહી નિંદા કરે તો કરો; પણ માર્ગ તો આજ છે ભાઈ! નિયમસારમાં (ગાથા ૧૮૬માં) આવે છે કે લોકાત્તર એવો જિનેશ્વરભગવાનનો માર્ગ જેને ન બેસે તે સ્વરૂપવિકળ લોકો માર્ગની નિંદા કરે તો તું માર્ગની અભક્તિ કરીશ નહી; ભક્તિ જ કરજે.
એક છોકરો હતો. એક બીજા છોકરાએ તેને થપાટ મારી. ત્યારે ત્યાંથી પસાર થતા કોઈ સજ્જન પુરુષે તેને ઠપકો આપ્યો. તો તે બીજો છોકરો કહેવા લાવ્યો. - “શાસ્ત્રમાં તો એમ આવે છે કે કોઇ કોઈને મારી શકતું નથી.” અરે ભાઈ! આવા કુતર્ક ન શોભે. મારવાનો જે ભાવ (ક્રોધનો) થયો તે આત્માનું કાર્ય છે અને તે આત્માની પોતાની હિંસાનો જ ભાવ છે. પરદ્રવ્યોનો આત્મા કર્તા-ભોક્તા નથી પણ પોતાના રાગદ્વેષ પરિણામોનો તો અજ્ઞાની અવશ્ય કર્તા-ભોક્તા છે.
‘પુદ્ગલકર્મને પરમાર્થે પુદ્ગલદ્રવ્ય જ કરે છે; જીવ તો પુદ્ગલકર્મની ઉત્પત્તિને અનુકૂળ એવા પોતાના રાગાદિક પરિણામોને કરે છે.’
જુઓ, પુદ્ગલકર્મ છે તે પર્યાય છે અને તેને પુદ્ગલદ્રવ્ય જ કરે છે, જીવ નહિ. જીવ તો પુદ્ગલકર્મની ઉત્પત્તિને અનુકૂળ એવા પોતાના રાગ-દ્વેષના પરિણામને કરે છે. કર્મનો બંધ થાય એમાં જીવના રાગાદિ પરિણામ નિમિત્ત છે; પણ એનાથી પુદ્ગલકર્મની પર્યાય થાય છે એમ નથી. લ્યો, અહીં તો નિમિત્તથી થતું નથી એમ સ્પષ્ટ કહ્યું છે.
‘વળી પુદ્ગલદ્રવ્ય જ પુદ્ગલકર્મને ભોગવે છે; જીવ તો પુદ્ગલકર્મના નિમિત્તથી થતા પોતાના રાગાદિક પરિણામોને ભોગવે છે.’ અહીં એમ કહ્યું કે પુદ્ગલકર્મના નિમિત્તથી થતા પોતાના પરિણામોને જીવ ભોગવે છે. જીવ પોતાના વિકારી પરિણામને કરે છે અને તે પરિણામ ભોગવે છે. જીવ કર્મને ભોગવે છે એમ છે જ નહિ પુદ્ગલદ્રવ્ય જ પુદ્ગલકર્મને ભોગવે છે.
‘પરંતુ જીવ અને પુદ્ગલનો આવો નિમિત્તનૈમિત્તિકભાવ દેખીને અજ્ઞાનીને એવો ભ્રમ છે કે પુદ્ગલકર્મને જીવ કરે છે અને ભોગવે છે’ હું રાગદ્વેષ કરું છું તો પુદ્ગલ-