સમયસાર ગાથા ૮૪ ] [ ૨૦૩
કર્મનો બંધ થાય છે એમ અજ્ઞાની ભ્રમથી માને છે મેં રાગદ્વેષ કર્યો તેથી કર્મને બંધાવું પડયું એમ અજ્ઞાની માને છે. પણ એમ છે નહિ. તે સમયે કર્મની પર્યાય જે થવા યોગ્ય હતી તે પુદ્ગલથી થઈ છે. તેની ઉત્પત્તિની તે જન્મક્ષણ છે. રાગ કર્યો માટે ચારિત્રમોહનો બંધ થયો એમ છે જ નહિ. કર્મનું પરિણમન પોતાથી સ્વકાળે સ્વતંત્ર થયું છે. આમ વસ્તુસ્થિતિ છે. છતાં જીવ પુદ્ગલકર્મને કરે છે અને ભોગવે છે. એવો અજ્ઞાનીનો અનાદિકાળથી પ્રસિદ્ધ વ્યવહાર છે.
‘પરમાર્થે જીવ-પુદ્ગલની પ્રવૃત્તિ ભિન્ન હોવા છતાં, જ્યાં સુધી ભેદજ્ઞાન ન હોય ત્યાં સુધી બહારથી તેમની પ્રવૃત્તિ એક જેવી દેખાય છે.’ રાગના નિમિત્તે કર્મબંધન થયું ત્યાં નિમિત્તને દેખનારાઓને પોતાથી પરમાં કાર્ય થયું એમ દેખાય છે, અજ્ઞાનીને જીવ-પુદ્ગલનું ભેદજ્ઞાન નહિ હોવાથી, બન્નેની ભિન્નતા નહિ ભાસી હોવાથી ઉપલક ‘દ્રષ્ટિએ જેવું દેખાય તેવું માની લે છે; તેથી તે એમ માને છે કે જીવ પુદ્ગલકર્મને કરે છે અને ભોગવે છે.
‘શ્રી ગુરુ ભેદજ્ઞાન કરાવી, પરમાર્થ જીવનું સ્વરૂપ બતાવીને, અજ્ઞાનીના એ પ્રતિભાસને વ્યવહાર કહે છે.’ કર્મની પર્યાયને આત્મા કરતો નથી અને કર્મની પર્યાય વિકાર ઉત્પન્ન કરતી નથી. - આવું સમજાવવાનું પ્રયોજન પરથી સ્વનું ભેદજ્ઞાન કરાવવાનું છે. અહા! જડકર્મનો કર્તા તો આત્મા નથી પણ એ સમયે જે રાગ થાય છે તે રાગનો કર્તા નિશ્ચયે આત્મા નથી.
શ્રી ગુરુ ભેદજ્ઞાન કરાવે છે એટલે ભેદજ્ઞાન કરવાનો ઉપદેશ આપે છે. કરાવે કોણ? અને ઉપદેશ આપે છે એમ કહેવું એ પણ વ્યવહારનું વચન છે. વાણીના કાળે વાણી થાય છે. વાણીની ઉત્પત્તિની તે જન્મક્ષણ છે તેથી વાણી ઉત્પન્ન થઈ છે. વિકલ્પ થયો કે હું બોલું તેથી ભાષાની પર્યાય થઈ છે એમ નથી. શ્રી ગુરુ ભેદજ્ઞાન કરાવવા સમજાવે છે કે-ભાઈ! રાગ તારું કર્તવ્ય નથી. રાગનું કર્તવ્ય માને ત્યાં સુધી અજ્ઞાન છે. રાગના નિમિત્તે કર્મ બંધાય ત્યાં તે કાળે પુદ્ગલમાં કર્મપર્યાય થવાનો કાળ છે તેથી કર્મબંધની દશા થઈ છે, તારા કારણે થઈ નથી. તેં રાગ કર્યો માટે ત્યાં કર્મબંધન થયું એમ માને એ મિથ્યાત્વ છે.
અજ્ઞાનીના એ પ્રતિભાસને વ્યવહાર કહે છે. હવે અજ્ઞાનીના આ વ્યવહારને દૂષણ દે છે. હું પરનો કર્તા-ભોક્તા છું એવો અજ્ઞાનીનો જે વ્યવહાર છે તે સદોષ છે. મિથ્યાત્વસહિત છે એમ કહે છે.
પ્રશ્નઃ– અજ્ઞાનીને તો વ્યવહાર હોતો નથી?
ઉત્તરઃ– હા, જ્ઞાની કે જેને નિજ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માનું ભાન થયું છે તેને સહચરપણે જે રાગ હોય છે તેને વ્યવહાર કહેવામાં આવે છે. પણ એ વાત અહીં નથી.