Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 976 of 4199

 

૨૦૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪

અહીં તો અજ્ઞાનીના રાગને વ્યવહાર કહ્યો છે. એનો અર્થ એમ છે કે અજ્ઞાની અનાદિથી રૂઢપણે હું પરદ્રવ્યનો કર્તા-ભોક્તા છું એવી વિપરીત માન્યતા સહિત જે એની રાગાદિ પ્રવૃત્તિ છે તેને અજ્ઞાનીઓનો અહીં પ્રસિદ્ધ વ્યવહાર છે એમ કહ્યું છે. અહા! જે રાગ થયો તે પોતાની જીવની પર્યાય છે અને તેના નિમિત્તે જે કર્મબંધન થયું તે જડ પુદ્ગલની પર્યાય છે. આમ હોવા છતાં અનાદિ સંસારથી અજ્ઞાનીઓ ભ્રમથી માને છે કે મને રાગ થયો તો કર્મબંધન થયું. આવા વિપરીત અજ્ઞાનમય વિકલ્પને અહીં અજ્ઞાનીનો પ્રસિદ્ધ વ્યવહાર કહ્યો છે.

[પ્રવચન નં. ૧૪૩, ૧૪૪ * દિનાંક ૧-૮-૭૬ થી ૨-૮-૭૬]
ॐ ॐ ॐ ॐ