अथैनं दूषयति–
दोकिरियावदिरित्तो पसज्जदे सो जिणावमदं।। ८५।।
द्विक्रियाव्यतिरिक्तः
હવે આ વ્યવહારને દૂષણ દે છેઃ-
જિનને અસંમત દ્વિક્રિયાથી અભિન્ન તે આત્મા ઠરે. ૮પ.
ગાથાર્થઃ– [यदि] જો [आत्मा] આત્મા [इदं] આ [पुद्गलकर्म] પુદ્ગલકર્મને [करोति] કરે [च] અને [तद् एव] તેને જ [वेदयते] ભોગવે તો [सः] તે આત્મા [द्विक्रियाव्यतिरिक्तः] બે ક્રિયાથી અભિન્ન [प्रसजति] ઠરે એવો પ્રસંગ આવે છે- [जिनावमतं] જે જિનદેવને સંમત નથી.
ટીકાઃ– પ્રથમ તો, જગતમાં જે ક્રિયા છે તે બધીયે પરિણામસ્વરૂપ હોવાથી ખરેખર પરિણામથી ભિન્ન નથી (-પરિણામ જ છે); પરિણામ પણ પરિણામીથી (દ્રવ્યથી) ભિન્ન નથી કારણ કે પરિણામ અને પરિણામી અભિન્ન વસ્તુ છે (-જુદી જુદી બે વસ્તુ નથી). માટે (એમ સિદ્ધ થયું કે) જે કોઈ ક્રિયા છે તે બધીયે ક્રિયાવાનથી (દ્રવ્યથી) ભિન્ન નથી. આમ, વસ્તુસ્થિતિથી જ (અર્થાત્ વસ્તુની એવી જ મર્યાદા હોવાને લીધે) ક્રિયા અને કર્તાનું અભિન્નપણું (સદાય) તપતું હોવાથી, જીવ જેમ વ્યાપ્યવ્યાપકભાવથી પોતાના પરિણામને કરે છે અને ભાવ્યભાવકભાવથી તેને જ અનુભવે-ભોગવે છે તેમ જો વ્યાપ્યવ્યાપકભાવથી પુદ્ગલકર્મને પણ કરે અને ભાવ્યભાવકભાવથી તેને જ ભોગવે તો તે જીવ, પોતાની અને પરની ભેગી મળેલી બે ક્રિયાથી અભિન્નપણાનો પ્રસંગ આવતાં સ્વ-પરનો પરસ્પર વિભાગ અસ્ત થઈ જવાથી (નાશ પામવાથી), અનેકદ્રવ્યસ્વરૂપ એક આત્માને અનુભવતો થકો મિથ્યાદ્રષ્ટિપણાને લીધે સર્વજ્ઞના મતની બહાર છે.
ભાવાર્થઃ– બે દ્રવ્યોની ક્રિયા ભિન્ન જ છે. જડની ક્રિયા ચેતન કરતું નથી, ચેતનની ક્રિયા જડ કરતું નથી. જે પુરુષ એક દ્રવ્યને બે ક્રિયા કરતું માને તે મિથ્યાદ્રષ્ટિ છે, કારણ કે બે દ્રવ્યની ક્રિયા એક દ્રવ્ય કરે છે એમ માનવું તે જિનનો મત નથી.