સમયસાર ગાથા ૮પ ] [ ૨૨૧
શાતાવેદનીય કર્મ નિમિત્ત છે. લક્ષ્મી આવે, શરીર નિરોગી રહે ઈત્યાદિ તે તે પર્યાયનું પોતાનું કાર્ય છે, નિમિત્તથી તે કાર્ય થયું છે એમ નથી. પૂજનની જયમાલામાં આવે છે ને-
કર્મ બિચારાં જડ છે; કર્મને લઈને જીવને વિકાર થતો નથી. પોતાની ભૂલને લઈને જીવમાં વિકાર સ્વતંત્ર પોતાથી થાય છે.
તો- કર્મે રાજા, કર્મે રંક;
ભાઈ! એ બધાં નિમિત્તની મુખ્યતાથી કથન છે. રાજા કે રંકની પોતાની પર્યાય પોતાથી થાય છે; કર્મથી નહિ. જુઓ, રામચંદ્રજી વનવાસ ગયા. ત્યાં સીતાજીનું હરણ થયું. ત્યારે સીતાજીને શોધવા નીકળ્યા. પત્થર અને પહાડને રામચંદ્રજી પૂછે છેઃ- સીતાજીને કયાંય જોયાં? આ પોતાની પર્યાયનો દોષ છે, કર્મને લઈને નહિ. અને પછી વિકલ્પ છૂટી ગયો તે કર્મના ઉદયના અભાવથી નહિ પણ પોતે નિર્વિકલ્પસ્વરૂપમાં સ્થિર થતાં વિકલ્પ છૂટી ગયો છે.
રાવણ સીતાજીનું હરણ કરીને વિમાનમાં લઈ જાય છે ત્યારે રસ્તામાં સીતાજી પોતાનું ઝાંઝર ફેંકી દે છે. તે ઝાંઝર લાવીને લક્ષ્મણજીને બતાવીને પૂછયું-શું આ ઝાંઝર સીતાજીનું છે? ત્યારે લક્ષ્મણે કહ્યું-હું સીતામાતાને પગે લાગવા જતો ત્યારે નીચી નજરે પગમાં આ ઝાંઝર જોયેલું. ઊંચી નજર કરીને સીતાજી સામે કદી મેં જોયું નથી. અહા! જુઓ, આ સજ્જનતા અને નૈતિકતા! લક્ષ્મણ ત્રણ ખંડના ધણી વાસુદેવ હતા. તેઓ સજ્જનતા અને નૈતિકતાની મૂર્તિ હતા. લક્ષ્મણજી જંગલમાં રામચંદ્રજીની અનેક પ્રકારે સેવા કરતા. રામચંદ્રજી બળભદ્ર હતા. લક્ષ્મણજી તેમની સેવા કરતા એમ કહેવું એ તો વ્યવહારનું કથન છે. સેવાનો વિકલ્પ આવ્યો માટે બહારની ક્રિયા થઈ એમ નથી. તથાપિ કોઈ પોતાની ક્રિયા અને પરની ક્રિયા-એમ બે ક્રિયા આત્મા કરે એવું માને તો તે દ્વિક્રિયાવાદી મિથ્યાદ્રષ્ટિ છે અને તેથી તે સર્વજ્ઞના મતની બહાર છે. કર્મે જ્ઞાન રોકી દીધું અને કર્મનો કર્તા અને ભોક્તા જીવ છે એવું માનનાર મિથ્યાદ્રષ્ટિ છે અને જિનવરની આજ્ઞાથી બહાર છે.
અહીં તો આત્માની વાત કરી છે. પંચાસ્તિકાયમાં કહ્યું છે કે-એક રજકણ પોતાની ક્રિયા કરે અને બીજા રજકણની પણ ક્રિયા કરે એમ ત્રણકાળમાં બનતું નથી. આ તો