શ્રી પ્રવચન રત્નો-૧ ૧૨૯ રાગનું... નહીં, આંહી રાગનું જ્ઞાન કરે છે ને...! એમ કીધું ને...! રાગનું જ્ઞાન કરે છે ને..! રાગનું જ્ઞાન કરે છે, તો રાગ એનું વ્યાપ્ય થયું કે નહીં? ના. આહાહાહા!
આહા.. હા! આવી વાતું છે બાપુ આકરી! એમ પણ નથી કે પુદ્ગલપરિણામ જ્ઞાતાનું વ્યાપ્ય છે સમજાણું? હવે, પુદ્ગલપરિણામ કહ્યાં અત્યાર સુધી, હવે, પુદ્ગલપરિણામને પુદ્ગલ કહે છે. ‘ભગવાનની ભક્તિના ભાવ-સ્તુતિના ભાવ પુદ્ગલ’ છે’ આહાહાહા... હા! અભેદ કરી નાખ્યું ને....? અભેદ કરી કહે છે. ‘કારણ કે પુદ્ગલને અને આત્માને’ - એટલે કે પુદ્ગલના પરિણામને જે કહ્યું હતું તે પુદ્ગલને એમ. એ પુદ્ગલ કીધાં એ પુદ્ગલને અને આત્માને ‘જ્ઞેયજ્ઞાયકસંબંધનો વ્યવહાર માત્ર હોવા છતાં’ આહા... હા!
શું કીધું? રાગને એટલે પુદ્ગલને, અને આત્માને, જ્ઞેય રાગ અને આત્મા ‘જ્ઞાયક’ છે, ‘એવો જ્ઞેયજ્ઞાયકનો સંબંધ વ્યવહાર માત્ર હોવા છતાં’ આહા.. હા.. હા! ‘પણ પુદ્ગલપરિણામ જેનું નિમિત્ત છે’ કોનું? જ્ઞાનનું. જ્ઞાન થાય છે ને તેનું નિમિત્ત એવું જે જ્ઞાન (અર્થાત્) પુદ્ગલપરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન’ આહાહાહા!
રાગ... એ પુદ્ગલ! એ જ્ઞાનના પરિણામને નિમિત્ત છે. ‘એવું જે જ્ઞાન તે જ જ્ઞાતાનું વ્યાપ્ય છે’-તે જ જ્ઞાતાનું કાર્યને વ્યાપ્ય છે. આહા..! તે તેની પર્યાય છે, તે તેનું કાર્ય છે, તે તેનું વ્યાપ્ય છે!
આહા... હા! ‘માટે તે જ્ઞાન જ જ્ઞાતાનું કર્મ છે’ લ્યો!! ધણું જમાવ્યું હો? આહાહા! શું કીધું સમજાણું?
કે, આત્મા જ્ઞાતા છે ને રાગનું જ્ઞાન છે માટે તે રાગનું-વ્યાપકપણું જ્ઞાન પર્યાય વ્યાપક થયું ને...! રાગનું જ્ઞાન એમ કીધું ને... માટે રાગ, વ્યાપક થયો, આંહી જાણવાનું થયું ને...! પણ... જ્ઞાતાના પરિણામ તે વ્યાપ્ય તે આત્માનું વ્યાપ્ય છે. એ પણ ભેદથી... છે.
બાકી તો, પરિણામ જે જ્ઞાતાના છે, તે રાગના નથી તેમ દ્રવ્યગુણના નથી. આહા... હા! ‘તે પરિણામ પરિણામના છે’ છતાં જ્ઞાતાનું એ વ્યાપ્ય છે એમ કહેવું એ વ્યવહાર છે આહા... હા... હા!
રાગ એનું વ્યાપ્ય છે એ તો છે જ નહીં. લ્યો! ઓહો...! બહુ સરસ! આહા... હા! ટીકા તે ટીકા છે ને!! અમૃતચંદ્રાચાર્ય! આવું! આહા...! વસ્તુની સ્થિતિ એવી છે! વસ્તુની મર્યાદા!! આહા...!
મર્યાદા પુરુષોત્તમ પુરુષ આત્મા! એ પોતાના જ્ઞાનપરિણામનો કર્ત્તા!! રાગનું જ્ઞાન માટે, રાગનું વ્યાપ્યજ્ઞાન એમ નહીં. ‘રાગનું જ્ઞાન’ એમ કીધું ને...! વ્યવહાર રત્નત્રય છે તેનું જ્ઞાન કીધું ને...! એટલે કે રાગ વ્યાપક અને જ્ઞાનપરિણામ વ્યાપ્ય એમ નથી! આહા.. હા!
એ તો, જ્ઞાનપરિણામ વ્યાપ્ય અને આત્મા વ્યાપક! એ કીધું એ સિદ્ધ કર્યું છે વ્યવહારથી, ઓલું તો વ્યવહારથી ય નહીં.
આહા... હા... હા! લ્યો! વિશેષ કહેવાશે... (પ્રમાણવચન ગુરુદેવ!)